સુરતમાં ગઈકાલે એટલે કે બુધવારે રાતના સમયે સીટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગવાની ઘટના બની હતી. આગ જિમમાં લાગી હતી પણ તેનો ધુમાડો સ્પા સુધી પહોંચ્યો હતો.જેના કારણે ગૂંગળામણથી 2 સ્પા ગર્લના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે જિમમાં પાર્ટિશન કરીને સ્પા ચલાવવામાં આવતું હતું. આ બાબતે NOC લીધી […]
Author: Admin Admin
‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’- છોટાઉદેપુર જિલ્લો
જિલ્લા કલેકટર અનિલ ધામલિયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ ગામ, મંદિર, શાળા, પૌરાણિક સ્થળો અને પ્રવાસન સ્થળો પર સાફ-સફાઈ કરાઇ “સ્વચ્છતા હી સેવા”-૨૦૨૪ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામલીયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ ગામ, મંદિર, શાળા, પૌરાણિક સ્થળો અને પ્રવાસન સ્થળો સ્વચ્છ થાય તે હેતુથી છોટાઉદેપુર તાલુકાના-૨૯, સંખેડા તાલુકાના-૮, બોડેલી તાલુકાના-૧૧, કવાંટ તાલુકાના-૧૬, જેતપુર તાલુકાના-૧૫ અને નસવાડી […]
છેલ્લા 24 કલાકમાં વડગામમાં 5 ઇંચ તો પાલનપુરમાં 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ છે. કાંકરેજ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, અમીરગઢ, સહિતના અનેક વિસ્તારમા ધીમીધારે તોક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને પગલે […]
ખાંભા-મહુવા હાઇવે પર ધાતરવડી નદી ઉપરનો બ્રિજ અતિજોખમી, વાહલચાલકોમાં અકસ્માતનો ભય
રાજયભરમાં બ્રિજ તૂટવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં ખાંભા મહુવા હાઇવે ઉપર ભાક્ષી ગામ નજીક ધાતરવડી નદી ઉપર આવેલ બ્રિજ અતિ જોખમી બન્યો છે. અહીં બ્રિજ વચ્ચે બે ભાગ થયા રીતસર સ્ટેટ હાઇવેના ટુકડા હોવાને કારણે નીચે ધાતરવડી નદી દેખાય રહી છે. આસપાસ ભરડીયા હોવાને કારણે મહાકાય ભારે વાહનો ધમધમી રહ્યા […]
નિફ્ટીમાં પણ 100 પોઈન્ટ વધ્યા, ઓઈલ-ગેસ કંપનીઓના શેરમાં સૌથી મોટો વધારો
આજે એટલે કે 30મી જુલાઈએ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,670 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી પણ 100 અંક વધીને 24,930 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 […]
ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકે ઉલ્લેખ કર્યો
ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોના અહેવાલ મુજબ “એકસમયે નરેન્દ્ર મોદી જેના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી આવે છે તે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે 2036ની રમતોની બીડ હજી સુધી સત્તાવાર રીતે નથી થઈ. પરંતુ જૂનમાં સળંગ […]
ઉનાના ઉમેજ ગામની રાવલ નદીમાં થઈને સ્ટેટ હાઈવે નાંદરખ-નેસડા ગામને જોડતો રસ્તે નવા બનેલા પુલનું લોકાર્પણ
ઉના તાલુકાના ઉમેજ તથા આજુબાજુના ગ્રામજનોની વર્ષોથી માંગણી હતી કે, ઉમેજ ગામથી રાવલ નદીમાં થઈને સ્ટેટ હાઈવે નાંદરખ-નેસડા ગામને જોડતા રસ્તે નવા પુલનું નિર્માણ થાય. તો આજે લોકોની આ માગ મુજબ નવા પુલનું લોકાર્પણ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુલ રૂ.3.70 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પુલને આગામી સમય બનનાર આશરે બેથી અઢી […]
આરોગ્ય સુવિધાઓ સહિત ગુણવત્તાયુક્ત કામગીરી બદલ પસંદગી થઈ
ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. વેરાવળ તાલુકાના છેવાડાના ગામોમાં આરોગ્ય સેવા આપતા દેદાને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન, કૌશલ્ય, ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ દેદા હેલ્થ […]
તાલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં NDRFની ટીમે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી
રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમ બચાવ અને રાહત રેસ્ક્યૂ કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા સંચાલિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલામાં પણ NDRF ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફ્લડ રેસ્ક્યૂ કામગીરી તેમજ બચાવ અને રાહત કામગીરીનું ડેમૉન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. તાલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના […]
સેટ પર 100 સિક્યોરિટી ગાર્ડ તૈનાત, આલિયા અને બોબી દેઓલ વચ્ચે ફિલ્માવાયા એક્શન સીન
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં આગામી ફિલ્મ ‘આલ્ફા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સ્પાય યુનિવર્સ ફિલ્મમાં તે શર્વરી વાઘ સાથે લીડ રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ફિલ્મમાં જબરદસ્ત એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે. હાલમાં જ તેમણે બોબી દેઓલ સાથે કેટલાક એક્શન સીન પણ શૂટ કર્યા છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલન બન્યો છે. […]