Gujarat

ગોધરા તાલુકા ભામૈયા ગામમાં ગાડીએ બાઇક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું મોત થયું

ગોધરા તાલુકા ભામૈયા ગામે પિકઅપ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું.જેમાં બાઈક પર સવાર મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. ભામૈયા ગામે આવેલા ઠાકોર ફળિયામાં રહેતા નરવતસિંહ યશવંતસિંહ રાઉલજીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત ૨૭ ઓકટોબર સાંજે સાડા છ વાગ્યે તેઓ કૈલાશબેનને પોતાની બાઈક પર બેસાડીને ભામૈયા ગામના બસ […]

Gujarat

વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં નશેબાજ રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકએ સ્ટાફ સાથે ધક્કા મુક્કી કરી કોમ્પ્યુટરની તોડફોડ કરી

ગાંધીનગર ગૃહ પાસે નશેબાજ રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને માર મારતા મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રિક્ષા ચાલકના સાથીદારે પોલીસ સ્ટેશનની દીવાલ સાથે માથું અફાળી કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી. જે અંગે રાવપુરા પોલીસે કુલ ત્રણ ગુના દાખલ કર્યા છે. અલકાપુરી નવલખા કંપાઉન્ડમાં રહેતા રિક્ષા ડ્રાઇવર કાર્તિક પ્રહલ્લાદભાઇ એરવાલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું […]

Gujarat

વડોદરામાં ૩૨ વર્ષનો સિક્યુરિટી જવાન ફરજ પર જ ઢળી પડતા મૃત્યું પામિયો

સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા ૩૨ વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જ્યારે ઘરે બેભાન થઇ ગયેલી યુવતીનું મોત થયું છે. સયાજી હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વી.આઇ.પી. રોડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની જ્યોતિકા ભાઇલાલભાઇ ચૌહાણને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. ગઇકાલે સાંજે અચાનક બેભાન થઇ જતા તેને એમ્બ્યુલન્સમાં […]

Gujarat

હરિયાણાથી LPG ટેન્કરમાં અંજાર લઇ જવાતા દારૃના જથ્થાની ધરપકડ કરવામાં આવી

જરોદ પોલીસને અંધારામાં રાખીને જિલ્લા એલસીબીએ એક સપ્તાહમાં બીજી વખત મોટી કિંમતનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. હરિયાણાથી એલપીજી ટેન્કરમાં અંજાર લઇ જવાતા રૃા.૭૬.૧૩ લાખના દારૃના જથ્થા સહિત કુલ રૃા.૯૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાન પાસિંગનું એક ટેન્કર ગોધરાથી હાલોલ, વડોદરા તરફ આવે છે અને હાલોલ ટોલનાકું પાસ […]

Gujarat

પાવાગઢ ડુંગર પર કાલિકામાતા મંદિરમાં મોડીરાત્રે ચોરીનો પ્રયાસ થયો

પંચમહાલ જિલ્લામાં ૫૧, શક્તિપીઠ પૈકી યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન માં કાલિકા મંદિરમાં ચોરી થઇ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે પોલીસે મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે આજે વહેલી સવારે માતાજીના નિજ મંદિરમાં ચોરી થઇ હોવાની વાત વાયુ વેગે ફેલાઇ ગઇ હતી. મંદિરની અભેદ […]

Gujarat

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી લવાયેલા રૂ. બે કરોડના ગાંજા સાથે યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી

ગુજરાતમાંથી યુવકાને વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ફરવા મોકલીને તેમની પાસેથી હાઇબ્રીડ ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી રૂપિયા બે કરોડની કિંમતના સાત કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અશરફખાન […]

Gujarat

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં ફેક્ટરીના માલિકની ધરપકડ કરી

અમદાવાદના નારોલમાં દેવી સિન્થેટિક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા બે શ્રમિકનાં મોત થયા હતા, જ્યારે ફેક્ટરીના સુપરવાઈઝ સહિત સાત લોકોની હાલત હજુ પણ ગંભીર છે. તેવામાં પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. નારોલની ગેસ ગળતર ઘટના મામલે પોલીસે ફેક્ટરીના માલિક વિનોદ અગ્રવાલ સહિત ફેક્ટરીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, નારોલ […]

Gujarat

પંચમહાલમાં પાણીપુરી બનાવતા વેપારીઓ વધુ કમાવાની લાલચે સડેલા બટાટા ઉપયોગ કરનાર વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી

ખાણીપીણીના વેપારીઓ વધુ કમાવાની લાલચે આરોગ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકા વિભાગની ટીમો એક્ટિવ થઈ છે. એમાં શહેરા નગરપાલિકાએ પાણીપૂરીના વેપારીઓને ત્યાં રેડ કરી હતી. રેડ દરમિયાન બટાટાંની ગુણોની તપાસ કરી હતી. એ દરમિયાન ત્યાંથી ૧૨૦ કિલો સડેલાં બટાટાંનો જથ્થો મળ્યો હતો, જેથી પાલિકાની ટીમ પણ ચોંકી ઊઠી હતી. […]

Gujarat

દાહોદમાં જેલમાંથી મુક્ત કરવા લાંચ લેતા ઈન્ચાર્જ જેલ અધિક્ષકની ધરપકડ કરવામાં આવી

૩ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ફસાયો આ બનાવની વિગત મુજબ આ કેસના ફરીયાદી અને તેમના ભાઇની દાહોદ ખાતે નોધાયેલ ગુનાના કામે ઘરપકડ થઈ હતી. જેમાં ફરીયાદીને તા.૦૪/૧૦/ર૦ર૪ ના રોજ જામીન મળેલ અને તા.રર/૧૦/ર૦ર૪ ના રોજ ગુજરાત હાઇકોર્ટમાંથી ફરીયાદીના ભાઇના જામીન મંજુર થયા હતા. જેમાં ડોકી સબજેલનો શેરો મરાવવો જરૂરી હોવાથી ફરીયાદીએ ડોકી સબ જેલ […]

Gujarat

વડોદરામાં સાવલી એચ.પી.સી.એલ ચોકડી પાસે અકસ્માતમાં ડમ્પર વીજલાઇનને અડી જતાં બે લોકોના મોત થયા

વડોદરામાં સાવલી એચ.પી.સી.એલ ચોકડી પાસે અકસ્માતમાં બેના મોત થયા છે. ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના મોત થયા છે. બે જણા ગંભીર રીતે દાઝ્‌યા છે. અગ્નિશામક દળે ડમ્પર પર લાગેલી આગ કાબૂમાં લીધી છે. વડોદરામાં સાવલી એચ.પી.સી.એલ ચોકડી પાસે અકસ્માતમાં બેના મોત થયા છે. ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના મોત થયા છે. બે જણા ગંભીર રીતે […]