વડાપ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા ૪૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને […]
Author: JKJGS
અમદાવાદમાં બોગસ આર્બિટ્રેટર જજ સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી
સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં બોગસ આર્બિટ્રેટર જજ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ શાહવાડીની જમીનમાં ગેરકાયદે ઓર્ડર કર્યાનું ખૂલ્યું છે. નકલી આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની મુશ્કેલીમાં વધારો થયો છે. તે કાયદાકીય જાેગવાઈઓનું પાલન કર્યા વગર જ ઓર્ડર પસાર કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ […]
પાલનપુર આરટીઓ બ્રિજ નજીક કારને અકસ્માત, કારમાં સવાર પરિવારનો બચાવ
પાલનપુરમાં સોમવાર રાત્રે આબુ હાઈવે તરફ આરટીઓ બ્રિજ ઉતરતા તરફ કારને અકસ્માત સર્જાયો હતો. ગજાનંદ મોટર્સની સામે બ્રિજ ઉતરતી અને ચઢતી વખતે બેરીકેડ મુકાયેલા છે. જેમાં પથ્થરના બેરીકેડથી કાર ટકરાઈ હતી અને એન્જીન આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. જેમાં સદ્દનસીબે કારમાં સવાર પરિવારનો બચાવ થયો હતો. ડબલ લેનને લાઈનમાં રાખવા ઓવરબ્રિજના છેડે પથ્થરના બેરીકેડ રાખ્યા […]
જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ આશાનું કિરણ બનતું આયુર્વેદ
ગઈકાલે ધન્વંતરિ જયંતી ઉજવવામાં આવી હતી, જેને સરકાર પણ “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” તરીકે ઉજવી રહી છે. આપણી પ્રાચીન ધરોહર એવું આયુર્વેદ અનેક સામાન્યથી માંડીને જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં અત્યંત ઉપયોગી બની શકે એમ છે એ વાતની સાક્ષી પૂરે છે નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા, કચ્છ સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાનું (રામબાગ), ગાંધીધામના દર્દીઓ.છેલ્લાં વર્ષોમાં, […]
નવી ભચાઉમાં આખલાના મારથી ઘવાયેલા વૃદ્ધાનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત
ભચાઉ નગરના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી 26 બંગલા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને ત્રણ દિવસ પૂર્વે ઘર બહાર આખલાએ હડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજા પામેલા વૃદ્ધાનું ભુજ બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. સ્વજનના નિધનથી પરિવારમાં શોક ફેલાયો હતો. રાપરમાં પણ આખલા હડફેટે લોહાણા સમાજના અગ્રણીનું થોડા દિવસો પહેલા મોત નીપજ્યું હોવાનો […]
દીપાવલીના પર્વ પર ‘સ્મૃતિવન’ ઝળહળી ઉઠ્યું, જુઓ, ભુજ શહેરનો ક્યારેય ન જોયો હોય તેવો નજારો
જિલ્લા મથક ભુજ શહેરના ભુજીયા ડુંગરની ટોચે દિવાળી પર્વનો આગવો શણગાર સર્જાયો હતો. ભુજના તાજ સમાં સ્મૃતિવન ખાતે ધનતેરસની રાત્રિએ સ્થાનિક સંસ્થાઓના ઉપક્રમે 51 હજાર દીવડાઓ પ્રજ્વલિત કરી અદ્દભૂત દીપમાળા યોજવામાં આવી હતી. મુખ્ય આયોજક ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંલગ્ન સંસ્થાઓના સહયોગથી દીવડાઓ પ્રગટાવીને ભુજીયો ડુંગર ઝળહળી ઉઠ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ધનતેરસની સંધ્યાએ પ્રકાશપર્વની […]
રાજકોટ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં યોગ સાધકો ઉત્સાહભેર જોડાયા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૩૧ ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી – રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજરોજ તા. ૨૯ના ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત ઝોન કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી ગીતાબેન સોજીત્રા, ઇસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી મીતાબેન તેરૈયા, સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટરશ્રી શૈલેષભાઈ ટાંક, કોચ, ટ્રેનર […]
જેતપુર-નવાગઢમાં જૂના રાજકોટ રોડ, એન્ટ્રન્સ રોડ સઘન સ્વચ્છતા થકી બન્યા ચોખ્ખા-ચણાક
પાલિકાના સ્વચ્છતા સૈનિકો દ્વારા થીમ બેઝ સફાઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. […]
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાની અનોખી પહેલઃ મલ્ટીપર્પસ હેલ્થ વર્કસનો બદલી કેમ્પ યોજાયો
જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા અન્વયે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા મલ્ટી પર્પસ હેલ્થ વર્કસનો મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ખાતે બદલી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આરોગ્ય શાખા હેઠળ ૧૫ ખાલી જગ્યાઓ તે સ્ટેશન સિનીયોરીટી મુજબ પસંદ કરવા માટે ઓપન કરવામાં આવેલુ હતું. એ મુજબ પસંદગી કરવા માટે ચાન્સ આપવામાં આવેલી […]
રાજકોટ ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ
મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતી “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ […]










