મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેમાં, દેવાના દબાણ અને વસૂલાત કરતાં એજન્ટોની ધમકીઓથી પરેશાન થઈ ને એક ૫૦ વર્ષીય શાળાના શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, શિક્ષકે ગયા મહિને ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી હતી, જેના દ્વારા તે જૂની […]
Author: JKJGS
દિલ્હી-NCR અને બિહારના સિવાનમાં ૪.૦ તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સવારે ૫ઃ૩૭ વાગ્યે દિલ્હી-NCR માં ભૂકંપના ભૂકંપની ઊંડાઈ ૫ કિમી નીચે હતી. ભૂકંપની તીવ્રતા ૪.૩ માપવામાં આવી હતી, પરંતુ ભૂકંપના આંચકા વધુ તીવ્ર અનુભવાયા હતા. જાેરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું; તેથી ભૂકંપના આંચકા ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જાેરદાર હતા કે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. […]
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર આજે જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આજે (૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫) મંગળવાર ના રોજ રાજસ્થાનના જયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનના જયપુરમાં FORTI (રાજસ્થાન વેપાર અને ઉદ્યોગ ફેડરેશન) ના “રાષ્ટ્ર નિર્માણઃ ઉદ્યોગસાહસિકોની ભૂમિકા” વિષય પરના કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.
જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવા રથનો પ્રારંભ કરાવ્યો, 15થી વધુ યોજનાઓનો લાભ મળશે
જામનગરના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ એક અનોખી પહેલ કરી છે. તેમણે ‘સેવા રથ’ નામના મોબાઈલ વાનનો પ્રારંભ કરાવ્યો છે, જે શનિવાર અને રવિવારે વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સરકારી યોજનાઓનો લાભ આપશે. આ સેવા રથ દ્વારા આયુષ્માન કાર્ડ, રેશનકાર્ડ ઈ-કેવાયસી, વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય […]
ક્રિપ્ટોમાં રોકાણ કરનાર ગાંધીનગરના યુવકને 4 કલાકમાં 75 લાખ પરત મળ્યા
ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે એક મહત્વપૂર્ણ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને સફળતા મેળવી છે. સેક્ટર-13માં રહેતા અને છેલ્લા 18 વર્ષથી શેર બ્રોકિંગનું કામ કરતા એક યુવકે અમેરિકાની જાણીતી ક્રિપ્ટો કંપની changelly.com પાસેથી 40 લાખ રૂપિયાના XRP કોઇન્સ ખરીદ્યા હતા. યુવકે સુરક્ષિત રોકાણ માટે tangem નામનું કોલ્ડ વોલેટ અમેઝોન પરથી ખરીદ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની […]
વહેલી સવારથી બિલ્ડર્સ, સોની અને અન્ય સ્થળે અધિકારીઓની તપાસ શરૂ, લોબીમાં દોડધામ
નડિયાદ અને ભાવનગર શહેરમાં વિવિધ બિલ્ડર્સ ગૃપને ત્યાં આઈ.ટી.ની મોટાપાયે રેડ પડતા ચકચાર મચી જવા પામી છે. આજે સવારથી જ 30થી વધુ સ્થળોએ અધિકારી એમની ટીમ સાથે સર્ચ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું છે. દરોડાના પગલે બિલ્ડર્સ લોબીમાં દોડધામ મચી જવા પામી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેર, જિલ્લામાં વિવિધ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગપતિઓને અમદાવાદની […]
રાજકોટ મનપાનાં ચોપડે શરદી-ઉધરસ-તાવનાં 1803 દર્દી નોંધાયા, ડેંગ્યુ અને ટાઇફોઇડનાં 2-2 અને કમળાનો 1 કેસ
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1992 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહના 949 સામે છેલ્લા સપ્તાહે 991 કેસ, ઝાડા-ઉલટીનાં 184, સામાન્ય તાવનાં 812 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત બીજા સપ્તાહે અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ […]
વડોદરા બજેટ સત્રમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ આગામી ચોમાસા પહેલાં પૂરો કરવા કાઉન્સિલરોનો એક સૂર
આજથી શરૂ થયેલા બજેટ સત્રમાં શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂર આવ્યું હતું. પાલિકા દ્વારા આ વર્ષે પૂર ન આવે તે માટે પ્રાથમિક કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, સત્તાપક્ષ ભાજપાના કાઉન્સિલરોએ શંકા સેવતા સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, આગામી 100 દિવસમાં એટલે કે આગામી ચોમાસા પહેલાં નદી ઉંડી કરવાની કામગીરી પૂર્ણ […]
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 સામેના અડચણરૂપ લારીઓના દબાણો દૂર કરાયા
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 6 સામેના રસ્તા પર ખાણી-પીણીની લારીઓના દબાણ પર પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો. આજે સવારે લારીઓ ગોઠવાતાની સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, વેપારીઓએ પાલિકા દ્વારા ખોટી રીતે લારીઓ જપ્ત કરી હોવાનું જણાવી પાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. લારી […]
કેદાર જે ગટરમાં પડ્યો ત્યાંથી 900 મીટર દૂર લોકો જીવના જોખમે ખાડી ઓળંગવા મજબૂર
વરિયાવમાં માસૂમ કેદાર જે ગટરમાં ખાબક્યો હતો તે સ્થળેથી માંડ 900 મીટર દૂર રિવન્ટા રિવર વ્યૂ પાસેની ખાડી પર પાલિકાએ 48 લાખ રૂપિયાના ખર્ચે કલવર્ટ બ્રિજ તો બનાવ્યો પરંતુ બોક્સ સ્ટ્રકચરને વેડ-વરિયાવ બ્રિજ અને શીતલ રેસીડન્સી માર્ગ સાથે જોડવા અપ-ડાઉન એપ્રોચ રોડ જ ન બનતાં લોકોને અઢી કીમીનો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે. સંખ્યાબંધ […]










