Gujarat

પોલીસ હેડક્વાર્ટરથી કલેકટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ, શહેરના રસ્તાઓ પર દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા

હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બનાસકાંઠામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ‘હર ઘર તિરંગા યાત્રા’ યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગાયાત્રાને […]

Gujarat

યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ડીજેના તાલે ભક્તો ગરબે રમ્યાં

યાત્રાધામ અંબાજીમાં મા જગતજનની અંબાનું ભવ્ય મંદિર બિરાજમાન છે. મા અંબા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. યાત્રાધામ અંબાજી ખાતે અનેકો દેવી-દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે. માતાજીના ધામે કોઈપણ ઉત્સવ કે પ્રસંગ નિમિત્તે ધૂમધામથી ગ્રામજનોના સહયોગથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દશામાતાનr […]

Gujarat

વડોદરામાં બનાવેલો કૃત્રિમ કુંડ ટૂંકો પડ્યો, મૂર્તિઓથી ઉભરાતા શ્રદ્ધાળુઓએ હાલાકી ભોગવી, ઘણાએ વિલા મોઢે પાછું ફરવું પડ્યું

વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથ રમત રમવામાં આવી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરમા ત્રણ તળાવ પાસે મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી. કૃત્રિમ કુંડની ક્ષમતા […]

Gujarat

કેવડિયામાં મૃતક 2 યુવાનોને સામૂહિક શ્રદ્ધાંજલિના કાર્યક્રમને તંત્રની મંજૂરી મળી નહિ

મૃતકના પરિવારનો આક્ષેપ : બળજબરીથી વીડિયો બનાવ્યો મૃતક યુવાનોના પિતાના વિડિયો વાયરલ થયા હતાં જેમાં તેમણે પોતે સામુહિક શ્રદ્ધાંજલિના કાર્યક્રમને સમર્થન આપતા નહિ હોવાનું કહયું હતું. મંગળવારે એક મૃતકની માતા જયારે બીજાની બહેનનો વિડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમારી સાથે ચૈતર વસાવા જ ઉભા રહયાં છે તેમને અમારા પ્રસંગમાં આવવા […]

Gujarat

મધ્ય પ્રદેશમાંથી પાણી આવક ઘટતા સપાટી 135.35 મીટરે પહોંચી, 5 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું જોર ઘટતાં હાલ 1,47,370 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. હવે ધીરે ધીરે સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી આવક કરતા જાવક વધારી પુનઃ 2 મીટર જેટલો ખાલી કરવા જઈ રહી છે. સરદાર સરોવર ડેમની સપાટી 41 સેમી નીચે આવી ગતરોજ નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટરે હતી. જે […]

Gujarat

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે કિશોરી ડૂબી, બચાવવા 4 લોકો કૂદ્યા, ત્રણનાં મોત, પરિવારમાં આક્રંદ

ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા. ત્યારે એક બાર વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા માટે ચાર લોકો નદીમાં કૂદ્યા હતા. જોકે, ઊંડા પાણીમાં ગરકાવ થતાં એક બાદ એક ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે. કિશોરીને […]

Gujarat

5 વર્ષમાં ખાડાઓના કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું

અંકલેશ્વરથી કેવડીયાને જોડતો સ્ટેટ હાઇવે 5 વર્ષ બાદ પણ પૂર્ણ થઇ શકયો નથી. ખાસ કરીને ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો હાઇવે દર ચોમાસામાં ખખડધજ બની જાય છે. અત્યાર સુધી હાઇવે પાછળ 100 કરોડથી વધુનો ખર્ચ થઇ ગયો હોવા છતાં હાઇવે બની શકયો નથી અને ખાડાઓ પુરી ગાડુ ગબડાવવામાં આવી રહયું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોડતો […]

Gujarat

ભરૂચના રહિયાદમાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર ગેરેજમાં ઘૂસ્યું, દોડધામ મચી, ચારથી પાંચ બાઈકોમાં નુકસાન

ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલા રહિયાદ ગામ નજીક એક ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં તેનું ટેન્કર બાઇકોના ગેરેજમાં ઘૂસી ગયુ હતું, જે બાદ નીચે ખાડીમાં ઉતરી ગયું હતું. જેમાં ગેરેજમાં રહેલી ત્રણથી ચાર બાઇકોને નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેના કારણે મોટા ટેન્કરો અને ટ્રકો માલસામાન લઈને […]

Gujarat

3500 વર્ષ જૂનું દતેશ્વર મહાદેવ મંદિર

ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે. જેમાં ખંભાળીયાથી 25 કિલોમીટર દૂર દ્વારકા રોડ પરનું દાત્રાણા ગામની સીમમાં આવેલું દતેશ્વર મહાદેવનું મંદિર અનોખું છે.દાત્રાણાના વિપ્ર અગ્રણી મુકેશભાઈએ જણાવ્યુ કે, અમારા વડવાઓના કહેવા પ્રમાણે આ પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત અતિ પ્રાચીન સ્વંયભુ મહાદેવ દતેશ્વર 3500 વર્ષથી વધુ જૂનું ગણાય છે. ​​​​​​​મંદિરની રચના સારા […]

Gujarat

ગુજરાત હાઉસીંગ બોર્ડના વધુ ત્રણ બ્લોક જામનગર મહાપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા

જામનગરની ન્યુ સાધના કોલોનીમાં વધુ 36 ભયજનક કર્વાટર જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. હાઉસીંગ બોર્ડના વધુ ત્રણ બ્લોક મહાનગરપાલિકા દ્રારા તોડી પાડવામાં આવ્યા છે. જામનગરની ન્યુ સાધના કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના કર્વાટર જર્જરિત હાલતમાં હોય અત્યાર સુધીમાં ત્રણ ઇમારતના અમુક ભાગ ધસી પડયા છે. આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના બ્લોક ખાલી કરાવાયા છે. મનપા દ્રારા […]