મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન ૨૭ જુલાઇથી ૪ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન કરાયું હતું. મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર […]
Author: JKJGS
બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર
બાંગ્લાદેશમાં ટોળાનો પીએમના નિવાસસ્થાન પર જ હુમલો, લોકોએ ઘરમાં ભારે લૂંટ ચલાવી બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે. તે હાલમાં ભારતમાં છે. બીજી […]
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હવે હિન્દુઓને નિશાન બનાવ્યા, ISKCON મંદિર સળગાવવામાં આવ્યું
હિન્દુઓની દુકાનો લૂંટવામાં આવી છે અને ઘણા લોકોના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે, બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટોળું પસંદગીપૂર્વક હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. તોફાનીઓએ […]
હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વરસાદના કારણે મોટી આફત ઉભી થઇ
કેદારનાથમાં સેનાનું રેસક્યુ ઓપરેશન, ૧૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા ચોમાસાએ એક પછી એક રાજ્યોને ઘમરોળવાનું ચાલુ રાખતાં આ વખતે ઉત્તરાખંડ અને હિમાચલમાં હાહાકાર મચાવી દીધો. હિમાચલના લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવાના કારણે તબાહી સર્જાઈ તો ઉત્તરાખંડના કેદારનાથમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં […]
કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગુજરાત, પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓમાં અસ્વીકાર દર વધુ
કેનેડા અને ઓસ્ટ્રેલિયાની આંખોમાં ખૂંચે છે ભારતના ત્રણ રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા પંજાબ, ગુજરાત અને હરિયાણાના વિઝા અરજદારો કરી રહ્યા છે અસ્વીકારનો સામનો કેનેડા અને ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં કંજૂસાઈ કરી રહ્યા છે. પબ્લિક ડોમેઈનમાં રહેલી માહિતી અનુસાર કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા પંજાબ, ગુજરાત અને હરિયાણાના […]
દાનપેટીમાં મુકેશ ધીરુભાઈ અંબાણીને ધમકી આપતો પત્ર મળતા હોબાળો
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અચલેશ્વર મહાદેવની દાનપેટી ખોલતી વખતે દાનપેટીમાં મુકેશ ધીરુભાઈ અંબાણીને ધમકી આપતો પત્ર મળતા હોબાળો મચી ગયો ૦૫ ઓગસ્ટના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અચલેશ્વર મહાદેવની દાનપેટી ખોલતી વખતે દાનપેટીમાં મુકેશ ધીરુભાઈ અંબાણીને ધમકી આપતો પત્ર મળતા હોબાળો મચી ગયો હતો. જ્યારે દાનની રકમની ગણતરી કરવામાં આવી ત્યારે એક સ્ટેમ્પ પર લખેલું હતું કે […]
વિવાદાસ્પદ મસ્જિદનુ ભવિષ્ય પુરાતત્વ વિભાગનો સર્વે નક્કી કરશે
અલાહાબાદ હાઈકોર્ટે આગ્રામાં જામા મસ્જિદના સર્વેક્ષણની માંગણી કરતી અરજી પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પોતાનો જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો આગરાની જામા મસ્જિદ, મથુરાની શાહી ઇદગાહ અને વારાણસીની જ્ઞાનવાપીપ આ તમામ મસ્જિદ ઉત્તરપ્રદેશની છે. આ મસ્જિદો છે કે નહીં તેનુ ભવિષ્ય ભારતીય પુરાતત્વ વિભાગના સર્વેક્ષણથી સ્પષ્ટ થશે. આ લિસ્ટમાં શાહી ઈદગાહ અને જ્ઞાનવાપી […]
બાંગ્લાદેશના મુદ્દે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
કેન્દ્ર સરકારે, બાગ્લાદેશમાં આકાર પામેલ તખ્તાપલટાની ઘટનાથી ચિંતીત થઈને, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત બાંગ્લાદેશની પ્રવાહી પરિસ્થિતિ પર સતત અને બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, લગભગ ૧૨ હજાર ભારતીયો હાલમાં પડોશી […]
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા પર વાત કરી
એકમાત્ર ઉદ્દેશ્ય શેખ હસીનાને હટાવવાનો હતો, હિંદુઓને નિશાન બનાવાયા : એસ જયશંકર વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી. આ સાથે વિદેશ મંત્રીએ સર્વસંમત સમર્થન માટે તમામ પક્ષોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ પૂછ્યું કે […]
ખંભાળિયામાં કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જતા રસ્તા પર લોકો જોખમી રીતે પાઇપલાઈન પરથી પસાર થઈ રહ્યાં છે
ખંભાળિયામાં કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જતા રસ્તા પર લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. હાલમાં પડેલા અવિરત વરસાદના કારણે ઘી ડેમના પાણીનો પ્રવાહ વહેતો હોય આ રસ્તા પર આવેલ કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો હોવાથી લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઈન ઉપરથી જોખમી રીતે પસાર થવા વિવશ થયા છે. નદીના પાણી રસ્તા […]










