સાવરકુંડલા શહેરમાં આવેલ નગરપાલિકા ખાતે સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ પવિત્ર શ્રાવણ માસમાં લઘુરુદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ. આ શુભ પ્રસંગે દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી તથા તમામ જીવાત્માના કલ્યાણ અર્થે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગ દરમિયાન નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચીફ ઓફિસર બોરડ સાહેબ, બાંધકામ સમિતિના ચેરમેન લાલભાઈ ગોહિલ,વોટરવર્કના ચેરમેન […]
Author: JKJGS
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કે.કે હાઈસ્કૂલ ખાતે ‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી કરવામાં આવી…
તા.૨૨-૮-૨૪ ગુરુવારના રોજ શ્રી કે.કે હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં ‘ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ની ઉજવણી કરવામાં આવી.વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અંતરિક્ષ વિશે જ્ઞાન અને જિજ્ઞાસ ઉદ્દભવે એ હેતુથી તથા અંતરીક્ષ જગતમાં ભારતે દુનિયાભરના દેશો કરતા જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેને બિરદાવવા આ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. શ્રી કે.કે હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તાલીમાર્થી […]
પ્રાચી તીર્થ મા રખડતા ઢોર નો ત્રાસ થી વાહન ચાલકો ને પારાવાર હાલાકી
ગામે ગામ હાલ રખડુ ઢોર નો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ મા પણ અવાર નવાર રખડુ ઢોર હાઇવે રોડ પર ચડી આવતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો ક્યારેક વાહન ચાલકો ને હડફેટે લેતા અકસ્માતો સર્જાતા રહે છે હાલ દિવસે દિવસે રખડુ ઢોર વધતા જતા હરેક એરિયા મા રહેણાક વિસ્તારમાં તો ક્યારેક […]
છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી વાઘવા વિસ્તારમાંથી ખાન ખનીજ વિભાગની ટીમે સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન કરતાં એક લોડર મશીનને ઝડપી પાડ્યું
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે કોલિયારી-વાઘવા વિસ્તાર આસપાસ સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૧ લોડર મશીન ઝડપી પાડ્યું હતું. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા ૧૦ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને […]
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને રેસેક્યુ કરી બહાર કઢાઈ હતી
કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું, સવારે સાડા સાત વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી. અને અચાનક પ્રવાહ વધતા નદીની વચ્ચે ટેકરી ઉપર ચઢી ગઈ હતી. ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી અને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, મામલતદાર, તલાટી સહિત પ્રશાસનની […]
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા નર્સ સાથે હચમચાવી નાખે તેવી ઘટના બનવા પામી
હાલ આખા ભારતમાં કોલકતાની આર.જી.કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા પડી રહ્યાં છે. ઠેર ઠેર સરકારી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવી રહ્યાં છે. હોસ્પિટલમાં કામ કરતા તબીબો અને નર્સીંગ સ્ટાફની સલામતી અંગેનો કાયદો ઘડવાની માગ કરવામાં આવી રહીં છે. ત્યારે હવે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા નર્સ […]
જન્માષ્ટમી નિમિત્તે સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ
ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વે સાવરકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ કરિયાણું તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું સાવરકુંડલા શહેરમાં આવેલ મહાકાળી ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કીટમાં તહેવારો પર જરૂરી ૯ ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી પરિવારો તહેવારની […]
જામનગરમાં જન્માષ્ટમીએ ખીજડા મંદિરથી નીકળશે 18મી ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા, ઠેર-ઠેર મટકીફોડ- સ્વાગત
જામનગર : છોટીકાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 17 વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ 18માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. તે પૂર્વે ખીજડા મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા બેઠકો અને શોભાયાત્રા […]
સિઝનનો શ્રેષ્ઠ થ્રો કર્યો, ફાઇનલ્સ માટે ક્વોલિફાય; પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટર ફેંક્યો હતો
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે (23 ઓગસ્ટ) સ્વિટ્ઝર્લેન્ડમાં લુસાને ડાયમંડ લીગ 2024માં સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો. તેણે તેના છેલ્લા પ્રયાસમાં 89.49 મીટરનો થ્રો કર્યો હતો. જોકે, તે 90 મીટરથી ઉપર ફેંકી શક્યો નહોતો. નીરજ લુસાને ડાયમંડ લીગમાં તેના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. નીરજે ડાયમંડ લીગ મીટિંગ સિરીઝ ટેબલમાં ટૉપ […]
અંતરિક્ષમાં કેમ ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ?.. જેનુ કારણ ISRO ચીફે કરી લીધુ (જી.એન.એસ),તા.૨૨
છેલ્લા ઘણા સમયથી પોતાના સહયાત્રી સાથે અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા નાસાના અંતરિક્ષયાત્રી સુનિલા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ક્યારે ફરશે? આ સવાલ હવે નાસાની સાથે જ દુનિયાભરના લોકો માટે એક મોટો કોયડો બની રહ્યો છે. તેમને પાછા લાવવા માટે નાસાના પ્રયત્નો પર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) સહિત વિવિધ દેશોની સ્પેસ એજન્સીઓ નજર રાખી રહી છે. […]










