ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા તાપ્તીવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ, નરથાણ તા. ઓલપાડ ખાતે આયોજીત જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ. ચેસ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં કુલ 450 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બહેનોનાં Under-17 વિભાગમાં આર્યમ્ એજ્યુકેશનલ ઍકેડેમી, બોલાવની ગુજરાતી માધ્યમનાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી નિષ્ઠા સંજયભાઈ પટેલે ઝળહળતો દેખાવ કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી […]
Author: JKJGS
આજનું રાશિફળ (23/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ […]
SC, ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત માન્યશ્રી સર્વોચ્ચ અદાલત દિલ્હીના તા. ૧/૮/૨૦૨૪ નો ચુકાદો નિરસ્ત કરી SC, ST ની અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા બાબત રજુવાત કરવામાં આવી
તા.. 21/8/24 નાં રોજ જામનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેકટરશ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપ્યું. SC, ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત માન્યશ્રી સર્વોચ્ચ અદાલત દિલ્હીના તા. ૧/૮/૨૦૨૪ નો ચુકાદો નિરસ્ત કરી SC, ST ની અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા બાબત રજુવાત કરવામાં આવી. સર્વોચ્ચ અદાલત દ્વારા તા. ૧/૮/૨૦૨૪ ના રોજ પંજાબ સરકાર/ રાજ્ય સરકારના સંદર્ભમાં […]
એન.ડી.આર.એફ. દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત કરંજની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રાહત અને બચાવ કાર્યનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું
કેન્દ્ર સરકારે ૨૦૦૬ માં દેશમાં કુદરતી કે માનવસર્જિત આફતોમાં મદદરૂપ થવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સ્થાપના કરી હતી. જે પૈકીની ગુજરાતમાં વડોદરા નજીક જરોદમાં કાર્યરત એન.ડી.આર.એફ.ની છઠ્ઠી બટાલિયન દ્વારા આજરોજ ઓલપાડનાં કરંજ ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં સ્થાનિક શાળાઓનાં બાળકો, શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિની ઉપસ્થિતિમાં કુદરતી આપત્તિઓ અને અકસ્માતોનાં બનાવોમાં રાહત […]
બિપીન પાંધી સાવરકુંડલામાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્ર આરોપણ કેમ્પ યોજાયો
તારીખ ૨૨-૮-૨૪ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર […]
સાવરકુંડલા શહેરમાં આવેલ સહજાનંદ વિદ્યાલય જેસર રોડ પર અનેરો કૃષ્ણોત્સવ ઉજવાયો
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ ગુરુકુળ બન્યું કૃષ્ણમય ગુરુકુળમાં ખૂબ જ અનેરો કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો જેમાં નાના નાના બાળકોએ ખૂબ જ સુંદર મટુકીઓ શણગારી તેમજ વાંસળીઓ સુશોભન કરી આ એક અનેરી સ્પર્ધાનું આયોજન કરેલ સાથે સાથે દરેક ધોરણના બાળકોએ સુંદર નાટકો, નૃત્ય, રાસ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો તેમજ ખૂબ જ સુંદર મહાનગરો જેવી મટુકી ફોડનો […]
સાવરકુંડલા તાલુકામાં માત્ર બે ફાયર વોટર બ્રાઉઝર એ પણ બંધ જેવી હાલતમાં…
ફાયર અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જેસે થે…. આગામી દિવસોમાં જન્માષ્ટમી તેમજ અનેક તહેવારો આવી રહેલ હોય ત્યારે સાવરકુંડલા તાલુકાના ફાયર વોટર બ્રાઉઝર બંધ જેવી હાલતમાં પડેલ હોય ત્યારે તહેવારોમાં કોઈ દુર્ઘટના બનશે તો તંત્ર દ્વારા આવી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા શું કરશે? અને થોડી ઘણી શિથિલતા પણ આગને કાબુમાં લેવા માટે જાનલેવા હોય […]
સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે બી.સી.આઈ.વુમન હેલ્થ પ્રોજેકટ હેઠળ કાર્યક્રમ યોજાયો
આજ રોજ તારીખ ૨૨-૮-૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના ધજડી મુકામે આવેલ શ્રી ધજડી પ્રાથમિક શાળા મુ. ધજડીમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા ચાલતા બી.સી.આઇ વુમન હેલ્થ પ્રોજેક્ટ દ્વારા ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ સાથે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અને પોષણને લઈને કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા ચાલતા બી.સી.આઇ વુમન હેલ્થ પ્રોગ્રામ ઓફિસર રેણુકા હેતલબેન દ્વારા વિદ્યાર્થીનીઓને […]
રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરીના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો
બોટાદ જિલ્લાના રાણપુર પી.જી.વી.સી.એલ. પેટા વિભાગીય કચેરી ખાતે આસિસ્ટન્ટ લાઈનમેન નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો.રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા પી.બી.સુથાર ફરજ નિવૃત્ત થતા રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે નાયબ ઈજનેર શ્રીમતી આર.એ. ચૌધરી ની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો.રાણપુર પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર શ્રીમતી આર.એ.ચૌધરીએ નિવૃત્ત થઈ રહેલ કર્મચારી પી.બી.સુથાર ને શ્રીફળ અને સાકર નો પડો […]
જન્માષ્ટમીના તહેવારને લઈને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાની સૂચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.રાણપુર પોલીસ સ્ટેશનના PSI જી.ડી.આહીર ના અધ્યક્ષ સ્થાને આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જન્માષ્ટમીના તહેવારની શાંતિપૂર્ણ રીતે કોમી એકતા સાથે ઉજવણી થાય તેને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી […]










