Gujarat

ઉધનામાં સૌથી વધુ 1.6 ઇંચ, વરાછા-લિંબાયત ઝોનમાં 1 ઇંચ

સુરત શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે અઠવાડિયા પછી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળાડિંબાગ વાદળો ઘેરાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધનામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સરથાણા, વરાછા અને લિંબાયતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. મજૂરા, પુણા, લિંબાયતમાં એકથી 2 ફૂટ પાણી […]

National

સામસામે ગાડી ભટકાવી, રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં; 5 ઘાયલ, રાહદારીઓ-વાહનચાલકોમાં ફફડાટ

અરે…ભાઈ આમને કોઇક તો રોકો…. મહારાષ્ટ્રના થાણેમાં બે માથે ફરેલા કારચાલકો વચ્ચે ઝઘડો થતા તેમણે રોડ માથે લીધો હતો. સામસામે ગાડી ભટકારી રોડ પર અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. આ અફરાતફરીમાં 5 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના થાણેમાં મંગળવારે રોડ પર બે ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો હતો. દલીલ બાદ એક […]

Gujarat

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે 25 મિનિટ બેઠક થઈ, વાઘેલાએ કહ્યું-ચા પીવા ભેગા થયા હતા

ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે. લાંબા સમય બાદ બે રાજકીય દિગ્ગજ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે મુલાકાત થઇ છે. ગત રાત્રે 9 વાગ્યાથી 9.25 મિનિટ સુધી સર્કિટ હાઉસના પ્રથમ માળ પર આ બેઠક યોજાઈ હતી. એકાએક યોજાયેલી મુલાકાતથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેમજ ચર્ચા ચાલી છે કે રાજકારણમાં કંઈક […]

Sports

અહીં ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપ યોજાસે; ICC બીજા યજમાનની શોધમાં

બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર જલાલ યુનુસે રાજીનામું આપી દીધું છે. 3 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ દેશમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ ICCએ અન્ય દેશને હોસ્ટિંગ રાઇટ્સ આપવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન જલાલે બાંગ્લાદેશ ક્રિકેટ ઓપરેશનના અધ્યક્ષ પણ પદ છોડી દીધું હતું. ક્રિકેટના ભલા માટે રાજીનામું આપ્યું જલાલે […]

Gujarat

ગિરનાર પરનાં રક્ષિત સ્મારકો અસુરક્ષિત: તોફાનીઓએ વિગતો વંચાય નહીં એ માટે યોજનાબદ્ધ રીતે બોર્ડ તોડ્યાં

જયરામ મહેતા જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા કોટ વિસ્તારમાં સંખ્યાબંધ રક્ષિત સ્મારકોનાં બોર્ડ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં હોવાના સમાચાર પછી પુરાતત્ત્વ વિભાગ તપાસ કરે કે ન કરે પણ મંગળવારે રૂબરૂ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બધાં બોર્ડ આમ એકાએક કેવી રીતે ગાયબ થઈ શકે તેની તપાસ આરંભી હતી. તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો […]

Gujarat

26થી 28 ઓગસ્ટ સુધી અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંતની આગાહી, પવનની ગતિમાં પણ વધારો થશે

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે. જૂનાગઢમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં તાપમાનનો પારામાં વધારો જોવા મળ્યો હતો. હાલમાં તાપમાન વાદળછાયું જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં 26, 27, 28 અને 29 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાથી […]

Gujarat

15 દી’ પૂર્વે બિહારથી મોરબી આવેલા તરુણને મોરબી RPFએ પરિવારને સોંપ્યો

રાજકોટ ડિવિઝનના સૂત્રે આપેલી વિગતો મુજબ, મોરબી આરપીએફમાં સહાયક સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં નરેશકુમાર ચૌહાણ સોમવારે રક્ષાબંધનની સવારે સાડા દસ વાગ્યાના અરસામાં મોરબી રેલવે સ્ટેશન પર ફરજ પર હતા. આ સમયે એક 14 વર્ષનો બાળક ચિંતિત હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તે બાળક પાસે જઇને કુનેહપૂર્વક વાતચીત કરી પોલીસ મથક લઇ આવ્યા હતા. તરુણની […]

Gujarat

ધોરાજીમાં 2016માં થયેલી 5 કરોડના સોનાની લૂંટનો મુદ્દામાલ પરત સોંપાયો

ધોરાજીમાં વર્ષ 2016માં પાંચ કરોડના સોનના દાગીનાની લૂંટની વારદાત બની હતી અને પોલીસે હરકતમાં આવી ગુનેગારોને ઝડપી તેમની પાસેથી તમામ મુદામાલ રીકવર કર્યો હતો અને મૂળ માલિકને સોંપી દેવાયો હતો. ધોરાજી સીટી પોલીસ મથકનાં પીઆઈ રવી ગોધમે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં લૂંટના ગુનામા પકડાયેલા છ કિલો સોના દાગીના કે જેની અંદાજીત કિંમત પાંચ […]

Gujarat

કુંભ મેળાની જેમ રાજકોટના ‘ધરોહર’માં ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી ડ્રોનથી નજર રખાશે

દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.24થી 28 ઓગસ્ટના પાંચ દિવસ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે “ધરોહર લોકમેળો-2024’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લોકમેળામાં ઊમટી પડનારા માનવ મહેરામણનું નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂપે સંભવત: […]

Gujarat

જામનગર શહેરમાં ગંદકી, ખાડા, રોગચાળા મુદ્દે મનપાની સામાન્ય સભામાં વિપક્ષની તડાપીટ

જામનગરમાં ગંદકી, ખાડા, રોગચાળા મુદે મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે તડાપીટ બોલાવી સતાધીશો પર પસ્તાળ પાડી હતી. શહેર ખાડાનગર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હોય યુધ્ધના ધોરણે માર્ગોનું પેચવર્ક કરવા ઉગ્ર માંગણી કરી હતી. મંજૂર થયેલું ત્રીજું સ્મશાન કોના કહેવાથી બનતું નથી તેવો ટોણો વિપક્ષે મારતા ચેરમેને ટૂંક સમયમાં કામ શરૂ થવાની હૈયાધારણા આપી હતી. જામનગર […]