National

વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બા પાટા પરથી ઉતર્યા

વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગંભીર અકસ્માત નડ્યો છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. આ ઘટના કાનપુર અને ભીમસેન સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન નજીક બની છે. ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે. દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. […]

Gujarat

આંગણવાડી બહેનો દ્વારા 3056 રાખડી સૈનિકો માટે મોકલાઈ

દાહોદ જિલ્લાના કુલ 21 ઘટકોની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે. ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે, પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ […]

Gujarat

ફતેપુરાના નાની ઢઢેલીના લોકો અંતિમ વિધી માટે નદીમાંથી પસાર થવા મજબુર, અનેક વખત રજૂઆત છતાં રસ્તો બનાવાયો નથી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં ગામમાંથી સ્મશાનમાં જવા માટે સંબંધિત તંત્ર દ્વારા રસ્તો ન બનાવાતાં અંતિમ વિધિ માટે લોકોને નદીના પાણીના પ્રવાહમાંથી સ્મશાન સુધી જવા મજબુર થવું પડી રહ્યું છે. રસ્તાની રજૂઆત મામલે સંબંધિત તંત્રને ગ્રામજનો દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી રસ્તાનું નિર્માણ ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ […]

Gujarat

જિલ્લાના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, જમીન માપણીની કામગીરી તાકીદે કરવા સૂચના અપાઈ

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે કાર્યવાહી કરવા કલેક્ટરે સૂચના આપી હતી. જેમાંજિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, શહેરી વિસ્તારમાં શાળા અંગેનો […]

Gujarat

‘અકસ્માત’ના કારણે 7 ટ્રેન રદ, 4 ટ્રેન ડાઇવર્ટ કરાઈ

16 ઓગસ્ટની બપોરે વારાણસીથી અમદાવાદ આવી રહેલી 19168 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કાનપુર પાસે મોડી રાત્રે 2:35 વાગ્યે પાટા ઉપરથી ઉતરી ગઇ હતી. જેમાં 22 કોચ પાટા ઉપરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટના ટ્રેનના પાટા ઉપર રેલના લોખંડના મોટા મોટા પથ્થરો રાખવાને કારણે થયાની આશંકા છે. કારણ કે ટ્રેનના એન્જિનના કેટલગાર્ડને નુકસાન પહોંચ્યું છે. આથી રેલવેમંત્રીના […]

Gujarat

વડોદરા બસ સ્ટેન્ડ પર પર્વની ઉજવણી કરવા માદરે વતન જતાં મુસાફરોનું કીડીયારું ઉભરાયું, 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન

મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ ગણાતાં વડોદરા શહેર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માદરે વતન જતાં મુસાફરો માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રક્ષાબંધનનાં પર્વને લઈ મુસાફરોનો બસ સ્ટેન્ડ ખાતે ભારે ધસારો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની સુવિધા […]

Gujarat

પત્નીએ અનૈતિક-સંબંધના કારણે પોતાના પ્રેમી સાથે મળીને આડખીલીરૂપ પોતાના પતિનું ઢીમ ઢાળી દીધું, લાશને સળગાવી દીધી

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર બે દિવસ પહેલા ધારદાર હથિયારનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીની કલાકોમાં જ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ પતિનું […]

Gujarat

આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી નગરજનો ત્રાહિમામ

પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવાથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળે છે. આમોદ નગરમાં અનેક ઠેકાણે ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે.ગટરનું દુર્ગંધ મારતા પાણીથી નગરજનો ત્રાહીમામ પોકારી ઊઠયા છે.છતાં સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી.પાલિકા સત્તાધીશો નક્કર પરિણામ આપવાને બદલે માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે. આમોદ નગરમાં આવેલા વોર્ડ નંબર ત્રણમાં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા ૧૫ […]

Gujarat

કોટડાસાંગાણી ના શાપર-વેરાવળ માં પણ તમામ તબીબી સેવાઓ ઠપ્પ થતા દર્દીઓ પરેશાન

કોલકાતાની સરકારી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ગતરોજ દેશભરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો 24 કલાક હડતાળ પાડી બંધ પાળ્યો હતો. જેમને લઈને  રાજકોટ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ની તમામ હોસ્પિટલ બંધ રહી હતી. જેમાં શાપર-વેરાવળ ની તમામ નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલોની OPD સેવાઓ એ  સજ્જડ બંધ પાળ્યો હતો. રાજકોટ […]

National

કેદારનાથ જ્યોર્તિલિંગની કથા

હિમાલય ચડતાં ચડતાં આગળ વધીએ ત્યારે દૂરથી કેદારનાથ જ્યોર્તિલિંગનું શિખર દેખાય છે.શિખર દેખાયા પછી આગળ ચાલીએ ત્યારે ભવ્ય શિવલિંગના દર્શન થાય છે.ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે.આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે.કેદારનાથ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અખાત્રીજથી શરૂ કરીને કારતક સુદ […]