છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉપસ્થિત રહીને આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ […]
Author: JKJGS
કોલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે
કોલકત્તામાં બનેલ ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી છે. ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપેડી બંધ રહેશે. માત્ર ઇમર્જન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના 70 જેટલાં તબીબો હડતાલમાં જોડાયા છે. તમામ હોસ્પિટલના તબીબો દ્વારા બોડેલી સેવાસદન અને […]
છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમ 65 ટકા જેટલો ભરાયો છે. ત્રણ તાલુકાને સિંચાઇનું પાણી આ ડેમ માંથી પૂરું પાડવામાં આવે છે
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે. અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓ માંથી પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમ 65 ટકા જેટલો ભરાયો છે. અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે.સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો 145.10 જેટલું […]
ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ
મહિલાની સુરક્ષા કાજે 24 કલાક અવિરત પણે કાર્ય કરતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ યુવતીને ઘરે પહોંચાડી અને પુનઃ મિલાપ કરાવ્યો હતો. બોટાદ જિલ્લાના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને જણાવેલ કે એક અજાણ્યા બહેન મળી આવેલ છે.અને અહીં 5 કલાકથી આટાફેરા મારે છે કય […]
દૈનિક રાશિફળ (18/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવા ની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા […]
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીની સી. સી. આઈ. ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક થતાં સાવરકુંડલા શહેરમાં હર્ષની લાગણી પ્રસરી
ગત તારીખ ૧૬ ઓગસ્ટના અંબાજી માતાના સાનિધ્યમાં કન્ઝ્યુમર કોન્ફડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં દેશના જુદા જુદા ૨૫ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીને સી. સી. આઈ. ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી મળેલ જે બદલ રમેશભાઈ હિરાણીને તેમના મિત્રો શુભેચ્છકો દ્વારા […]
ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ ચલાલા ખાતે ૧૫ મી ઓગસ્ટ પર્વની શાનદાર ઉજવણી
શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ ચલાલા ખાતે ૭૮માં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. એક્સ આર્મીમેન નાગરાજસિંહ રાઠોડના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને બાળકો દ્વારા રાષ્ટ્રગાન સાથે નારા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત, અભિનયગીત અને સંસ્કૃત શક્તિના […]
ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સરકારી મંડળી લિ.ની ૫૫ મી વાર્ષિક સાધારણ સભા મળી
કરંજપારડી :તા.૧૬ ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સરકારી મંડળી લિ.ની ૫૫ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન ભાવેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ, ઓલપાડ ખાતે યોજાયેલ આ સભામાં મંડળીનાં કારોબારી સભ્યો ઉપરાંત સભાસદ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સભાની શરૂઆતમાં તાજેતરમાં કેદારનાથ તથા વાયનાડ દુર્ઘટનામાં સદગતિ પામેલ […]
કલકતાની RG Kar મેડિકલ કોલેજ ખાતે બનેલ બનાવના સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉના,દીવ દ્વારા ડે.કલેકટરને આવેદન પાઠવ્યું
છેલ્લા એક અઠવાડિયાથી કલકતા R G Kar મેડીકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર થયેલ બળાત્કાર અને તેની હત્યા પછી સતત ઘટનાઓ બની રહેલ છે. આ બાબતને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્ર વ્યાપી એક દિવસની હડતાલનું આયોજન કરેલ છે. દર્દી ઓના ભલા માટે ડોક્ટરો સતત કાર્યરત છે. અને IMA ઉના, દીવ તે બાબતથી વિદિત છે […]
શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ વંડામાં યોજાયેલ રક્ષાબંધન પર્વ
ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પર્વ અને પ્રતિક એટલે રક્ષાબંધન.આ પર્વ તા.૧૭ ઓગષ્ટના રોજ શાળા શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ-વંડામાં ધામ ધૂમથી ઉજવવામાં આવ્યું હતું. શાળાની દરેક વિધાર્થીની બહેનોએ સહુ ભાઈઓને કુમકુમ તિલક કરી કંકૂ ચોખાથી વધાવી રાખડી બાંધી હતી. તેમજ ભાઈઓની દિર્ઘાયુ તથા સ્વાસ્થ્યપૂર્ણ જીવનમાટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.શાળાના વરિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ ઝિંઝુવાડીયાએ રક્ષાનું […]










