નાના બાળકો સહિત વરિષ્ઠ નાગરિકોએ સ્વિમિંગ પૂલમાં હરિફાઈની છલાંગ લગાવી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધાઓમાં વિવિધ ઉંમરની કેટેગરીમાં ભાઈઓ તથા બહેનો ભાગ લઈને પોતાનો હુન્નર બતાવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર કક્ષાની વિવિધ ઉંમરમા ભાઈઓની તરણ સ્પર્ધા સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે યોજાઇ હતી. જેમા નાના બાળકોથી લઈને […]
Author: JKJGS
જસદણની જરૂરિયાતમંદ સગર્ભાની જોખમી પ્રસૂતિ માટે સહારે આવતી આરોગ્યની ટીમ
પ્રસૂતિમાં સમસ્યા ન થાય, તે માટે મહિલાનું હીમોગ્લોબીન વધારવાનો સફળ પ્રયાસ અંધશ્રદ્ધામાં માનતા પતિનું કાઉન્સેલીંગ કરીને સગર્ભાની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે સમજાવ્યા રાજકોટ જિલ્લાના જસદણ મુકામે ભડલી રોડ પર ભાદર કિનારા પર નાની એવી ઝુપડીમાં રહેતા ૩૫ વર્ષીય શ્રી નકુમબેન વેલસીભાઇ સોલંકીને સાતમી સુવાવડની જોખમી પરિસ્થિતિમાંથી આરોગ્ય વિભાગની ટીમે સમયસરની સમજાવટભરી સારવારથી સફળ રીતે ઉગાર્યા છે. નકુમબેનને […]
બોડેલી તાલુકાના સરકારી ગોડાઉન અને મુલધર એપ્રોચ રોડની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રભારી અને અન્ન,નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર
છોટાઉદેપુર જિલ્લના બોડેલી તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના સરકારી ગોડાઉન, પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર અને મુલધર એપ્રોચ રોડની આકસ્મિક મુલાકાત જિલ્લાના પ્રભારી મંત્રી અને અન્ન,નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે લીધી હતી. પ્રભારી મંત્રી ભીખુસિંહએ બોડેલી તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના સરકારી ગોડાઉનના અનાજ સ્ટોકની માહિતી મેળવી હતી. […]
મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રૂપ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એમ.એચ.જાદવ પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. નાઓની સુચનાથી એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી […]
સનરાઈઝ ઈંગ્લીશ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે સુરક્ષા સેતું અંતર્ગત મહીલા સ્વરક્ષણ તાલીમ અપાઈ
સનરાઈઝ ઈંગ્લીશ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે સુરક્ષા સેતું અંતર્ગત મહીલા સ્વરક્ષણ તાલીમ અપાઈ હતી. છોટાઉદેપુર જીલ્લા પોલીશ અધિક્ષક ઈમ્તિયાઝ શેખના આદેશથી અને જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરીટેબેલ ટ્રસ્ટ.વડોદરા સંચાલીત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડીફેન્સ એકેડમી દ્વારા શાળાની ૨૦૦ જેટલી વિધાર્થીની બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેની પૂર્ણાવૃતિ રૂપે જિલ્લા […]
પ્રાકૃતિક કૃષિ આપનાવી નહીવત ખર્ચે વધુ આવક મેળવતા વિજોલ ગામના વદિયાભાઈ
હળદરના એક છોડમાંથી ૫૦૦ થી ૭૦૦ ગ્રામ જેટલી ઉત્પાદન મળશે – વદિયાભાઈ છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા રાઠવા વદિયાભાઈ જણાવે છે કે, પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષ ૨૦૧૧-૧૨થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરી હતી. વર્ષ ૨૦૧૯ થી પ્રાકૃતિક ખેતી કરવાનું મે શરૂ કર્યું હતું . પ્રાકૃતિક ખેતીમાં […]
સાવરકુંડલાનાં સ્વાતંત્ર્ય સેનાની – – – શ્રી લલ્લુભાઈ શેઠ
લલ્લુભાઈનો શેઠનો જન્મ ૧૯૧૬ માં કાનાતળાવ મકામે થયો હતો. તેમના પિતાનું નામ મોતીચંદ શેઠ અને માતાનું નામ જેકોરબેન હતું. બાળપણથી જ લલ્લુભાઈને નવું નવું જાણવાની વૃતિ અને દેશ માટે કંઈક કરવાની લગની હતી. વિદ્યાર્થીકાળથી વ્યાયામની પ્રવૃતિમાં વિશેષ રસ હતો. તેઓ શાળામાં આંબલી પીપળી, મોઈ દાંડિયા અને અંગકસરતની રમતોમાં ભાગ લેતા હતા. લલ્લુભાઈ બાળપણના મિત્ર અમુલખભાઈ […]
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાની મુલાકાતે આવેલા મહાનુભાવો
સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સદપ્રવૃત્તિઓથી વાકેફ થયાં સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજકોટથી આવેલ આઈપીએસ અધિકારીશ્રી, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના નેતા રમેશભાઈ ધડુક, ચેતનભાઈ રામાણી અને અન્ય રાજકીય મહાનુભાવોએ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ.પુ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સાથે ધર્મ અને સમાજ વિષયક વિવિધ મુદ્દાઓ પર ઉંડાણપૂર્વકની […]
સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન પર્વ ચતુર્દશી મહોત્સવ યોજાયો
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર- સાવરકુંડલા, ગુજરાત (100% નિઃશુલ્ક હોસ્પિટલ) જાન્યુઆરી ૨૦૨૫માં ગૌરવપૂર્ણ રીતે ૧૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે અને સંસ્થાની દર વર્ષ પરંપરા મુજબ પર્વ ચતુર્દશી – ૨૦૨૫નું તા.૧૫ , ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા દાયકાની સાર્થક સેવાનો સંતોષ, સો વર્ષની સેવાનો સંકલ્પ […]
પોરબંદરમાં સમસ્ત રઘુવંશી સમાજ માટે વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવ, સમૂહ જનોઈ બ્લડ ડોનેશન રાંદલ લોટા નું આયોજન કરાશે
સત્કાર્ય…સાથે…સેવા…ના ધ્યેય સાથે રઘુવંશી સમાજ માટે વિનામૂલ્યે સગપણ સેવાકાર્ય પ્રવૃત્તિ છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે તેમાં સમૂહ લગ્નોત્સવ, સમૂહ જનોઈ તેમજ માં રાંદલ માતાજીના લોટા,બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા તારીખ ૨૯/૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી ભદ્રકાળી રોડ પોરબંદર ખાતે યોજાશે તેમાં નામ નોંધાવાની […]










