ઈમ્તીયાઝ શેખ પોલીસઅધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂ બંઘીના કાયદાની કડક અમલવારી થાય તે માટે પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમીદારો ઉભા કરેલ હતા. અને આજ રોજ કવાંટ પોસ્ટેના પો.સ.ઈ. એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી […]
Author: JKJGS
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલીઓ સાથે એક ઇસમને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૬,૦૫,૭૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ-૦૩ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કનલવા ગામ ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ […]
ભાદર -૧ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું
જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૬ ગામના ખેડૂતોને થશે ફાયદો રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ ભાદર -૧ માંથી ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -૧ ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.ભાદર ૧ ડેમ ની કુલ સપાટી ૩૪ ફૂટ ની ધરાવતો અને ૬૬૪૮ MCFT પાણી ની કુલ ક્ષમતા ધરાવે છે. […]
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના મુદ્દે માંગરોળમાં સમસ્ત હિન્દુ સમાજે રેલી યોજી મામલતદારને રોષપૂર્ણ આવેદનપત્ર પાઠવ્યું હતું
શહેરના સેક્રેટરી રોડ પાસે બહોળી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા બાદ “બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓને બચાવો”, “હિન્દુઓ પર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો મુદ્દે દુનિયાના માનવ અધિકાર સંગઠન ચુપ કેમ છે ?” સહિતના બેનરો સાથે જુના બસ સ્ટેન્ડ, લીમડા ચોક , જેઈલ રોડથી થઈ મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત […]
સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને માનવ મંદિર સાવરકુંડલા તરફથી ૧૭૦ કંબલની ભેટ
આમ સાવરકુંડલાની એક સેવાકીય સંસ્થાએ બીજી સેવાકીય સંસ્થાને મદદ કરી. આમ ગણીએ તો દીપ સે હી તો દીપ જલતા હૈં’ના? સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ તરફથી ૧૭૦ કંબલ ભેટ આપવામાં આવ્યા જે માનવ મંદિરના સેવક અને ન્યૂજર્સી અમેરિકા રહેતા કિશોરભાઈ પટેલ તેમજ ભક્તિરામબાપુના સુપુત્ર રાઘવબાપુના […]
મશહૂર તબલખ વાદક પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીરહુસેનું નિધન થતાં સંગીત પ્રેમીઓમા ગમગીનીનો માહોલ
સાવરકુંડલાના સંગીત પ્રેમીઓમા આ આઘાતજનક સમાચાર સાંભળીને ગમગીનીનો માહોલ છવાયો. ઉસ્તાદ ઝાકીરહુસેન ૭૩ વર્ષની ઉંમરના હતાં તેની તબિયત લથડતાં તેને અમેરિકાની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં મળતી માહિતી મુજબ તેને હ્રદય સંબંધિત બિમારી સંદર્ભે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતાં ત્યાર બાદ અમેરિકાના શહેર સાનફ્રાંસિસ્કોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેનું દુખદ નિધન થતાં સંગીત […]
એક તો શિયાળો અને એમાં સેકેલ જીંજરાની મોજ
શિયાળો એટલે આમ તો પૌષ્ટિક ફળ અને શાકભાજી પેટભરીને આરોગવાનો શ્રેષ્ઠ સમય આમ ગણીએ તો શિયાળામાં જ માનવી પોતાની તંદુરસ્તી જાળવવા વિવિધ પ્રકારના વસાણા પણ આરોગતાં હોય છે. જો કે કુદરતી રીતે પાકતાં ચણાના કાચા ચણાં કે જેને આપણે જીંજરા પણ કહીએ છીએ તે હાલ બજારમાં વેચાતાં જોવા મળે છે. રૂપિયા ૨૦૦ ના કિલો લેખે […]
માણાવદરમાં રમાયેલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરતા મામલતદાર શુકલ
જૂનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪નું આયોજન માણાવદર સરકારી હાઈસ્કૂલના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવેલ જેમાં જિલ્લામાંથી પ્રાંત વંથલી, પ્રાંત મેંદરડા, પ્રાંત જૂનાગઢ, પ્રાંત વિસાવદર, પ્રાંત કેશોદ અને કલેકટર કચેરીની ટીમ મળી કુલ -૬ ટીમોએ ભાગ લીધેલ જેમાં ફાઇનલમાં પ્રાંત મેંદરડા અને પ્રાંત જૂનાગઢ વચ્ચે મુકાબલો થયેલ જેમાં પ્રાંત મેંદરડાએ મેચ […]
માંગરોળ તાલુકાના કંકાસા ગામે ચોચા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
માંગરોળ તાલુકાના કંકાસા ગામમાં તા. 15/12/2024 ને રવિવાર,માગશર સુદ પુનમના રોજ સ્વ.જીણીબેન દેવાતભાઈ ચોચા,ઉ.વ.૮૦નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ ભીખનભાઈ દેવાતભાઈ ચોચા તથા રમેશભાઈ દેવાતભાઈ ચોચાના માતૃશ્રી થાય છે.તેમજ રહિજ ગામ ના યુવા સરપંચશ્રી ભરતભાઈ રામ ના ફઈ થાય છે. સરપંચ શ્રી ભરતભાઈ દ્વારા ચક્ષુદાન અંગે પરિવાર ને માહિતગાર કરતા રહિજ ગામના વિવિધ સેવાકીય પ્રવૃતિ […]
સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજ ખાતે “તકતી અનાવરણ” કાર્યક્રમ યોજાયો
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તા.૧૬-૧૨-૨૪ ને સોમવારે “તકતી અનાવરણ”નો કાર્યક્રમ યોજાયો. કોલેજમાં ૩૮ વર્ષ સુધી પોતાની સુદીર્ઘ અને અમૂલ્ય સેવાઓ પ્રદાન કર્યા બાદ વયનિવૃત્ત થયેલ રાજ્યશાસ્ત્રના પ્રોફેસર અને કોલેજના વાઇસ પ્રિન્સિપાલ આદરણીયશ્રી કે.કે.જાની સાહેબ દ્વારા કોલેજને સોલાર રૂફટોપની એક અમૂલ્ય […]










