યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા ખાતે આંધપ્રદેશના કાકીનાડા ગૌશાળાએથી વિશ્વની સૌથી નાની ગાયોનું આગમન થયું. ત્યારે તેમનું હ્રદયનાં ઉમળકાથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ. શ્રી ડો. રતિદાદા, મહેશભાઈ મહેતા (ભારત ભૂષણ), મંજુબા, શીતલબેન તેમજ શ્લોકભાઈએ ગાયોને તિલક, ચોખા, હાર પહેરાવી આરતી ઉતારીને હ્રદયના શુધ્ધ ભાવથી પૂજા કરવામાં આવી હતી. આ તકે […]
Author: JKJGS
બોડેલીના ભાખાથી ચલામલી માર્ગ ઉપર રોડ જ ખસી ગયો!
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભીલવાણીયા ચોકડી પરથી કોસિન્દ્રા અને ભાખા તરફ જવાના માર્ગ ઉપર રોડ જ ખસી જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ લાંબા સમયથી બિસમાર હાલતમાં મૂકાઇ જવા છતાં કોસિન્દ્રા અને ભાખા તરફ જવાના માર્ગ પર તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની મરામત ના કરાતી હોવાના કારણે માર્ગ ઉપરથી […]
નસવાડી આકોના રોડ ઉપર સૂકાઇ ગયેલ વૃક્ષ વાહનચાલકો માટે જોખમી
નસવાડી આકોના જતા સ્ટેટ હાઇવે રોડ ઉપર પેટ્રોલપંપ સામે એક સૂકાઇ ગયેલું મોટું જોખમી વૃક્ષ ગમે ત્યારે કોઇ વાહન ઉપર પડે તેમ છે. નસવાડી વન વિભાગ દ્વારા આ વૃક્ષ ઉપર ચોકડીનું નિશાન મારેલું છે. પરંતુ વૃક્ષ કાપવામાં ક્યારે આવશે તે હવે પ્રશ્ન ઉઠ્યો છે. આટલું મોટું વૃક્ષ કોઇ વાહન ચાલક ઉપર પડે તે પહેલાં વૃક્ષ […]
છેલ્લા કેટલાક દિવસોથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાના કારણે ગ્રામજનો હતા ભયમાં
સંખેડા તાલુકાના સંધરા ગામે કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરાને લઇને ગામમાં ભયનો માહોલ હતો. ત્યારે આજે દીપડો પિંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છોટા ઉદેપુર જિલ્લામાં દીપડાની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે અને અવાર નવાર રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સંખેડા તાલુકાના સંધરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા […]
સેલંબામાં વન વિભાગની કચેરી પાસે રસ્તાના ઠેકાણાં નથી, અરજદારો-કર્મચારીને હાલાકી
ચોમાસા દરમિયાન બિસમાર બની ગયેલાં રસ્તાઓના રીપેરિંગ માટે ખુદ મુખ્યમંત્રીએ આદેશ કર્યો હોવા છતાં સાગબારામાં તેના ધજાગરા ઉડી રહયાં હોય તેમ લાગી રહયું છે. સાગબારાની રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી પાસે જ રસ્તાની ખરાબ હાલત જોવા મળી રહી છે. સાગબારા ખાતે આવેલ રેન્જ ફોરેસ્ટની ઓફિસ જયાં આવેલ છે ત્યાં સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલત થઈ જવા […]
ચોમાસા બાદ વીજ થાંભલાઓ પર વેલાનું આવરણ થતાં અકસ્માતનો ખતરો વધ્યો
ચોમાસાની ભલે વિદાય થઇ ચુકી હોય પણ હવે વરસાદના કારણે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. ચોમાસામાં અનેક થાંભલાઓ પર વેલાઓ ઉગી નીકળ્યાં હોવાથી વાયરો દેખાઇ રહયાં નહિ હોવાથી આવા સંજોગોમાં કરંટ લાગવાનો ખતરો વધી ગયો છે. અંકલેશ્વર અને વાલિયા તાલુકાની વાત કરવામાં આવે તો આ વિસ્તારોમાં જ 100થી વધારે થાંભલાઓ જ ખતરાની ઘંટડી વગાડી […]
અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપનારા ન્યાયાધીશ અંબાલાલ પટેલ દૂધધારા ડેરીની મુલાકાતે
અમદાવાદમાં થયેલાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓમાં 49 આરોપીઓને સજા અપાવનારા નિવૃત જજે ભરૂચની દૂધધારા ડેરીની મુલાકાત લીધી હતી. ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ તથા તેમના પરિવારે ડેરીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. તેમણે અમદાવાદ બ્લાસ્ટમાં 38 આરોપીઓને ફાંસી અને 11 ને આજીવન કેદનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિકયુસર અને નિવૃત્ત જજ […]
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ
નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કરતાં લાગી છે. અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક હાઇવેના બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. […]
વૃક્ષરોપણ, સ્વચ્છ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાના સંદેશ આપતા સાયકલીસ્ટનું ભરૂચના સાયકલીસ્ટ દ્વારા સ્વાગત કરાયું
ભારત પરિભ્રમણ કરવા સાઇકલ યાત્રા પર નીકળેલા સોમનાથના તાલાલા બોરવાવ (ગીર)ના સાયકલીસ્ટ વૃક્ષરોપણ,સ્વચ્છ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાના નેમ સાથે નિકળ્યો છે. તે આજે ભરૂચના લુવારા ખાતે આવી પહોચતા ભરૂચના સાયકલીસ્ટે સ્વાગત કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને […]
માતા-પિતા વિનાની સર્વજ્ઞાતિની 16 દીકરીઓના સમુહ લગ્ન યોજાયા, દીકરી વગરના દંપતીઓએ દીકરી પૂજન અને કન્યાદાન કર્યું
જામનગર શહેરમાં બીજી વખત માતા-પિતા વિહોણી દિકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજનભાઈ જાની અને સ્થાપક તેમજ ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા માતા- પિતા વિહોણી 16 દીકરીઓના લગ્ન ભવ્ય રીતે કરાવ્યા હતા. જામનગરની તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા માતા-પિતા વિહોણી સર્વ જ્ઞાતિની 16 દિકરીઓના કન્યાદાન લગ્નમહોત્સવ ધામધુમથી ઉજવાયા હતા. આ સમુહ […]










