જયપુરમાં ઘરની બહાર બેઠેલી વૃદ્ધ મહિલાને વાને કચડી નાખી હતી. વાન મહિલાને લગભગ ૧૫ ફૂટ સુધી ઢસડીને લઈ ગઈ. આસપાસ ઉભેલા લોકોએ પાછળ હટીને પોતાનો જીવ બચાવ્યો. અકસ્માત બાદ ડ્રાઈવર વાન મુકીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેમનું મૃત્યુ થયું. ઘટના બુધવારે બપોરે લગભગ ૧ વાગ્યે જયપુરના મહેશ […]
Author: JKJGS
મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી સમાજમાં ભાગલા પડશે : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન મંદિરોના રીતિ-રિવાજાેનો ઉલ્લેખ થયો. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે મંદિરોમાં ફક્ત ખાસ સમુદાયની એન્ટ્રી અને બહારના લોકોની મનાઈથી સમાજ વહેંચાશે. આ હિંદુ ધર્મ માટે યોગ્ય નથી. તેમણે આગળ કહ્યું કે માની લો (સબરીમાલા કેસને બાદ કરતાં), જાે એમ કહેવામાં આવે કે ફક્ત ગૌડ સારસ્વત લોકો જ એક મંદિરમાં આવે […]
ઓઈલ સંકટની અસર ચીન પર કેમ ન થઇ!
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે જ્યાં ઘણા દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યાં ચીન પર તેની અસર બાકી દુનિયાની સરખામણીમાં ઓછી દેખાઈ રહી છે. તેનું કારણ એ છે કે ચીન ઘણા વર્ષોથી પોતાને આવી પરિસ્થિતિઓ માટે તૈયાર કરી રહ્યું હતું.ચીન દુનિયાનો સૌથી મોટો ઓઈલ ખરીદનાર દેશ છે, તેથી જાે ઓઈલના પુરવઠામાં અવરોધ આવે […]
‘આર્ટેમિસ II‘ મિશન પર ગયેલા અવકાશયાત્રીઓએ ચંદ્ર નજીકથી અદ્ભુત તસવીરો કેમેરામાં કેદ કરી
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના ‘આર્ટેમિસ II‘ મિશન પર ગયેલા અવકાશયાત્રીઓએ ચંદ્ર નજીકથી અદ્ભુત તસવીરો કેમેરામાં કેદ કરી છે, જેમાં પૃથ્વીનો ઉદય અને અસ્ત થવું, દુર્લભ સૂર્યગ્રહણ અને ચંદ્રના અંધારા ભાગમાં છુપાયેલા રહસ્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આપણે દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત જાેતા હોઈએ છીએ. ત્યારે ‘આર્ટેમિસ ૨‘ મિશન પર […]
ચીન-રશિયાએ હોર્મુઝ ખોલવાની માગ પર વીટો વાપર્યો
ઈરાન સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને લઈને લાવવામાં આવેલો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નથી. રશિયા અને ચીને આ પ્રસ્તાવ પર વીટો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની વાત કરવામાં આવી નહોતી.આ પ્રસ્તાવ બહેરીન તરફથી લાવવામાં આવ્યો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં આ પ્રસ્તાવને અંદાજે […]
અનંત અંબાણીએ દ્વારકાધીશ મંદિરમાં દાન કર્યું – 30 કરોડના ખર્ચે ભક્તો માટે આધુનિક સુવિધાવાળું ભવનનું નિર્માણ કરાશે
અનંત અંબાણીએ દ્વારકામાં દ્વારકાધીશના ભક્તો માટે આધુનિક યાત્રિક ભવન બનાવવાની જાહેરાત કરી છે. આ ભવન ₹30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ જાહેરાત અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. રિલાયન્સ પરિવાર દ્વારા નિર્માણ પામનાર આ યાત્રિક ભવન તેમની ભક્તિ અને સેવાભાવનું પ્રતિક છે. દેવસ્થાન સમિતિના વહીવટીદાર હિમાંશુ ચૌહાણે અનંત અંબાણી અને રિલાયન્સ પરિવારના આ સેવાકાર્ય […]
નવસારીમાં બે અલગ-અલગ આત્મહત્યાના બનાવો
નવસારી જિલ્લામાં આત્મહત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. કબીલપોર વિસ્તારમાં પત્ની સાથેના ઝઘડાથી કંટાળી એક 39 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે વિજલપોરમાં લાંબી બીમારી અને એકલવાયા જીવનથી ત્રસ્ત 51 વર્ષીય આધેડે પણ આપઘાત કર્યો હતો. કબીલપોર વિસ્તારમાં વંદના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પંકજ વિરેન્દ્ર ઓઝા નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી […]
કાર એસેસરીઝના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીએ આપઘાત કર્યો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાર એસેસરીઝનો વેપાર કરતા અને વેપારીએ 8 એપ્રિલની રાત્રે દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં […]
તાંદલજાની પરિણીતાને દહેજ અને દીકરીના જન્મ મુદ્દે સાસરિયાંનો ત્રાસ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણી મુદ્દે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાનો આક્ષેપ છે કે, દીકરીનો જન્મ થતા સાસરિયાઓએ અસંતોષ વ્યક્ત કરી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. લગ્નના ચાર મહિના બાદ ત્રાસ શરૂ થયો ફરિયાદ અનુસાર, વડોદરાની યુવતીના […]
વડોદરામાં ફાઈનાન્સ કંપનીની પૂર્વ મહિલા કર્મચારી દ્વારા ઠગાઈ
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારીએ નોકરી છોડ્યા બાદ ગ્રાહકો પાસેથી વસૂલ કરેલા હપ્તા અને લોન ક્લોઝ કરાવવા 1.21 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતાં. પરંતુ, માત્ર 29 હજાર જ ભરી બાકીના 92 હજાર રૂપિયા નહી જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી છે, જેથી ઠગ મહિલા કર્મચારી સામે ઠગાઈ ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના ફતેગંજ […]










