ગાંધીનગરના પેથાપુર ખાતે ઓલા-ઉબેર ટેક્સી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઈવર સાથે ઓસ્ટ્રેલિયાના PR વીઝા અપાવવાના નામે રૂ. 12.10 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ઠગ એજન્ટ દંપતીએ નકલી દસ્તાવેજો આપી અને વાયદાઓ કરીને રકમ પડાવી લેતાં પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મંદિરમાં મુલાકાત બાદ વિશ્વાસ કેળવ્યો મૂળ ભિલોડાના નવા વણઝર ગામના વતની અને હાલ પેથાપુરમાં […]
Author: JKJGS
ગીર સોમનાથમાં હથિયારબંધીનું જાહેરનામું બહાર પડ્યું
ગીર સોમનાથ જિલ્લામાં આગામી મહિનામાં અલગ અલગ સમુદાયના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ તહેવારો દરમિયાન ધાર્મિક અને જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. આલે હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ તલવાર, ભાલા, ચપ્પુ કે […]
સુરતથી આંકોલવાડી જતી બસે સાસણ રોડ પર બોલેરોને ટક્કર મારી
તાલાલા શહેરથી બે કિલોમીટર દૂર સાસણ રોડ પર દેવાંગી હોટલ પાસે લકઝરી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. આ બસ સુરતથી આંકોલવાડી તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં બોલેરો ચાલકને પગમાં ઈજા થઈ હતી. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાલાલાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વધુ સારવાર માટે તેને વેરાવળ રિફર કરાયો હતો. અકસ્માતની જાણ થતા […]
60 વર્ષીય વૃદ્ધે 23 વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં 60 વર્ષીય વૃદ્ધે પડોશમાં રહેતી 23 વર્ષીય યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. આ પાશવી કૃત્યના કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો. યુવતીની શારીરિક સ્થિતિમાં ફેરફાર થતાં માતાએ પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી જેના આધારે ભાયાવદર પોલીસે ગુનો નોંધી […]
બિહારથી માતાને એકલા મૂકીને કામ શોધવા આવેલા 24 વર્ષીય યુવકનું મોત
રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં ગેટ નં.1 પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બિહારથી પોતાની વૃદ્ધ માતાને વતનમાં એકલા મૂકી રોજીરોટી મેળવવાની આશાએ રાજકોટ આવેલા યુવકને ટ્રેક્ટરે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પોતાના મિત્ર સાથે બાઇક પર […]
રાજકોટ જિલ્લામાં આગ લાગવાની બે ઘટના
રાજકોટ જિલ્લામાં આજે સવારના સમયે આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવતા ભારે દોડધામ મચી હતી. પ્રથમ ઘટના પડવલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી જે.કે. પોલીમર્સ કંપનીમાં બની હતી, જ્યારે બીજી ઘટના ભરૂડી નજીક આવેલી એમ.એમ. ફોર્જિંગ કંપનીમાં બની હતી. બંને બનાવોની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. અને […]
રાજકોટમાં લાંબા વિરામ બાદ મેઘમહેર
રાજકોટ શહેરમાં લાંબા વિરામ બાદ ગત મોડી રાતથી ધીમીધારે મેઘમહેર શરૂ થઈ છે, જેમાં કાલાવડ રોડ, રેસકોર્સ તથા યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં રોડ ભીના થવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા એક મહિનાથી મેઘરાજા ખેંચાતા આજી, ન્યારી અને ભાદર જેવા મુખ્ય ડેમો ખાલી ખમ રહ્યા છે અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી તેમજ ઘાસચારાની […]
રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં કેન્સરના સંપૂર્ણ નિદાનથી લઇ આધુનિક સારવાર ઉપલબ્ધ
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વધી રહેલા કેન્સરના કેસો વચ્ચે રાજકોટ એઇમ્સ ખાતે દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. એઇમ્સ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી પ્રાથમિક ધોરણે ચાલી રહેલા અદ્યતન કેન્સર કેર ફેસિલિટી સેન્ટરનું આગામી 15મી મંગળવારે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. આ સેન્ટરમાં હવે સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપી સહિતની તમામ સારવાર એક […]
રાહી ફાઉન્ડેશને 800થી વધુ શ્રમજીવી પરિવારોને ખીચડી-છાશનું વિતરણ કર્યું
રાહી ફાઉન્ડેશન દ્વારા 242મા ‘ખીચડી વિતરણ પ્રોજેક્ટ’ હેઠળ 800થી વધુ શ્રમજીવી પરિવારોને ભોજન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાળકો અને બહેનોએ વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ લીધો. આ વિતરણ કાર્યક્રમ જોગણી માતા મંદિર પાસે, તુલસી મુખીનો વાસ, રામદેવનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના સહયોગી શ્રી કુણાલ દેવાંગ શાહ હતા. રાહી ફાઉન્ડેશને શ્રી દેવાંગ એન શાહ […]
બોપલમાં પુત્રએ પિતાને જીવતે જીવ મારી નાખ્યા
અમદાવાદના શેલા ગામની કિંમતી જમીનમાં પોતાના આર્થિક ફાયદા માટે પુત્રએ જીવિત પિતાનો બનાવટી મરણ દાખલો ઊભો કરી સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે. નામદાર સાણંદ કોર્ટ દ્વારા ‘બી-સમરી વિથ પ્રોસીક્યુશન’ મંજૂર કરાતાં જ બોપલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 1985નો બોગસ મરણ દાખલો બનાવી રચ્યું કાવતરું બોડકદેવ […]










