International

ટ્રાફિકની સમસ્યાનો ટકાઉ ઉકેલ માટે ચીને કર્યો ટેક્નોલોજી નો સાથ

મોટા દેશોના અનેક શહેરોમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે જેનો ટકાઉ ઉકેલ કરવા માટે મોટા પ્રયાસો કરવામાં આવે છે. પીક અપ અવરમાં વાહન વ્યહવાર વ્યવસ્થાપન ખૂબ મોટો પડકાર બની જાય છે. ચીનમાં ટ્રાફિકના નિયમોના પાલન અને વ્યવસ્થા માટે જાહેર રસ્તાઓ અને સર્કલ પર એ.આઈ ટેકનોલોજી વાળા રોબોટે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ ઢબે સંભાળે છે તેવો એક […]

International

બ્રિટને યુ.એસની એરબેઝ આપવાનો કર્યો ઇનકાર

ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો ઈરાન પર મોટો હુમલો કરવાની અમેરિકાની યોજનાને એક મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. યુ.એસ માટે બ્રિટનનો કડક અને આઘાતજનક ર્નિણય બ્રિટિશ સરકારે […]

International

યુ.એસની ધમકીઓ વચ્ચે ઈરાનને UN માં મોટો હોદ્દો મળી ગયો, ઈઝરાયલ પણ ચિંતામાં

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે થઈ રહેલા શાબ્દિક યુદ્ધ તેમજ વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની ધમકીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર(ેંદ્ગ)માં ઈરાનને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પદ માટે પસંદ કરવામાં આવ્યું છે, જેના કારણે અમેરિકા અને ઈઝરાયેલમાં રોષ જાેવા મળી રહ્યો છે. એક તરફ ડોનાલ્ડ […]

International

વાહ વાહઈ કરતા પાકિસ્તાનને ટ્રમ્પનો મોટો ઝટકો, ગાઝામાં સેના મોકલનારા ૫ દેશોમાંથી બહાર

વોશિંગ્ટન ખાતે નવા નામકરણ પામેલા ‘ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ‘માં ‘બોર્ડ ઓફ પીસ‘ની પ્રથમ ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના નવનિર્માણ માટે ૧૦ અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે. ઑક્ટોબરમાં થયેલા યુદ્ધવિરામ બાદ હવે ગાઝામાં શાંતિ સ્થાપવા અને સુરક્ષા જાળવવા માટે એક ‘આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ‘(ૈંજીહ્લ) બનાવવામાં આવી રહ્યું છે. આ સુરક્ષા […]

International

ટ્રમ્પ દ્વારા ગાઝામાં શાંતિ અને પુન:નિર્માણ માટે રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ‘ની પ્રથમ બેઠક યોજાઈ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં શાંતિ અને પુન:નિર્માણ માટે રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ‘ની પ્રથમ બેઠક ગુરુવારે યોજાઈ હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત એક સભ્ય દેશ તરીકે નહીં, પરંતુ ‘નિરીક્ષક‘ દેશ તરીકે સામેલ થયું હતું. વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસના પ્રભારી રાજદ્વારી નામગ્યા ખમ્પાએ આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટ્રમ્પની આ ૨૦ મુદ્દાની શાંતિ […]

Gujarat

બનાસકાંઠા LCB એ દારૂની હેરાફેરી ઝડપી, ક્રેટા ગાડીના ગુપ્ત ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ કાર્યવાહીમાં બે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 8,30,014/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ગુપ્ત ખાનામાંથી […]

Gujarat

ડેરી ઉત્પાદનો પર ઝીરો ડ્યુટીથી પશુપાલકો પાયમાલ થશે

ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરવામાં આવેલી નવી ટ્રેડ ડીલ સામે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં રેલી યોજી આગેવાનોએ કલેકટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. જેમાં આ કરાર દેશના કૃષિ અને પશુપાલન ક્ષેત્ર માટે ઘાતક સાબિત થશે તેવી આશંકા સાથે આ ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ છે. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના આગેવાનો […]

Gujarat

સુરેન્દ્રનગરમાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકા કચેરીએ હલ્લાબોલ

સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મહિલાઓએ થાળી-વેલણ વગાડી સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા અંગે અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આગામી […]

Gujarat

જામનગર મનપાનું ₹1854 કરોડનું બજેટ રજૂ

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ. 1854.10 કરોડનું અંદાજપત્ર આજે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં કર-દરમાં કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી. સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેષ કગથરાએ મેયર વિનોદભાઈ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બજેટ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કમિશનરે અગાઉ આ અંદાજપત્રમાં રૂ. 9.10 કરોડના કર-દરમાં વધારો સૂચવ્યો હતો. જોકે, […]

Gujarat

જામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેર

ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 17/02/2026 ના રોજ આખરી મતદારયાદી […]