સુરત ગ્રામ્ય જિલ્લામાં ફાર્મહાઉસ અને રિસોર્ટની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઓલપાડ તાલુકાના જોથાણ ગામની હદમાં આવેલા ‘અક્ષય રિસોર્ટ’ પર પોલીસે દરોડા પાડી વિદેશી યુવતીઓ સાથે ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 8 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત […]
Author: JKJGS
સુરતમાં PMOના નામે મોટી ઠગાઈ – પાડોશીએ ‘પીએ બનવાની’ લાલચ આપી મહિલા પાસેથી ₹28.20 લાખ પડાવ્યા
ઠગબાજો હવે છેતરપિંડી કરવા માટે સીધા દિલ્હી અને પીએમ ઓફિસના નામે લોકોને શિકાર બનાવી રહ્યા છે. સુરતના વેલંજા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગઠિયાએ મહિલાને સરકારી સ્કીમમાં રોકાણ કરી 2 કરોડની લાલચ આપી કુલ 28.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ એવો દાવો કર્યો હતો કે, વડાપ્રધાનના પીએ નિવૃત્ત થવાના છે […]
કૃષિ રાહત પેકેજ વિતરણની કામગીરીની ધારાસભ્યોએ પ્રશંસા કરી
કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને વ્હારે આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય વિતરણની કામગીરી જિલ્લાના ધારાસભ્યોએ સંકલનની બેઠકમાં એક સૂરે વધાવી છે. કલેક્ટર ઓફિસમાં આજે મળેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં પૂછાયેલા એક પ્રશ્નમાં ખેતીવાડી વિભાગ તરફથી મળેલા જવાબના પ્રતિસાદમાં આ રાહત પેકેજની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં […]
કરજણ પંથકમાં ખેડૂતો દિવેલા-મકાઈ તરફ વળ્યાં : ઘઉંનું વાવેતર ઘટ્યું
કરજણ પંથકમાં ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવા પામ્યું છે. જેમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને બીજી તરફ દિવેલા અને મકાઈ નું વાવેતર મોડું થતા ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીની આવક પણ મોડી શરૂ થઇ છે. જેની સીધી અસર ઘઉંના વાવેતર પર થવા પામી છે. આમ ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવાથી ઘઉંના ભાવ પણ વધારે […]
ખામધ્રોળ રોડ પર ઈકો કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 812 ચપટા દારૂ સાથે 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન જૂનાગઢ તાલુકા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ખામધ્રોળ રોડ પર પાર્ક કરેલી એક ઈકો કારમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસની રેડ પડે તે પહેલા જ કારનો ચાલક ફરાર થઈ ગયો […]
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા પૂર્વે વહીવટી તંત્ર એક્શનમાં
જૂનાગઢમાં આગામી સમયમાં યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતા દાખવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર દામોદર કુંડની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મનપા કમિશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના […]
જામનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં અને આયોજનબદ્ધ રીતે ઉકેલ લાવવા […]
લાલપુર બાર એસોસિએશનની ચૂંટણી – દર્શિત કરમુર સતત બીજી વખત સંભાળશે પ્રમુખ પદનો કાર્યભાર
લાલપુર બાર એસોસિએશનના વર્ષ 2026ના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં દર્શિત કરમુર સતત બીજી વખત પ્રમુખ પદે ચૂંટાયા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી જેવા મહત્ત્વના હોદ્દાઓ માટે ઉમેદવારો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી હતી. આ ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. ઉમેદવારોએ અંતિમ ક્ષણ સુધી મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યા હતા. […]
કમાટીબાગના ઝૂના પાંજરામાં ફેરફાર નહીં કરાય, વન્ય પ્રાણીને રાતે શેલ્ટરમાં ખસેડી જાળી લગાવાશે
કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં કોબ્રાના દંશથી સિંહણ સમૃદ્ધિના મોત બાદ ઝૂ સત્તાધીશોએ સલામતીનાં પગલાં માટે કાર્યવાહી હાથ ધરી છે. વન્ય પ્રાણીને રાત્રે પાંજરાના ખુલ્લા વિસ્તાર (પેડોક એરિયા)માંથી ખસેડી રાતવાસો કરાવવા શેલ્ટર (બંધ ઓરડા)માં લવાશે.જ્યાં સેફ્ટી શીટ ફિટ કરાશે. કમાટીબાગ ઝૂના ડાયરેક્ટર પ્રત્યુષ પાટણકરે કહ્યું કે, ઝૂના પાંજરામાં કોઇ ફેરફાર નહીં કરાય. કારણ કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનું […]
આગામી વર્ષોમાં પંજાબ ઉડ્ડયન ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બનશે: સીએમ ભગવંત માન
આપ નેતા નો મોટો દાવો! પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ શનિવારે જણાવ્યું હતું કે તેમની સરકાર ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ ગુણવત્તાયુક્ત, સસ્તું અને વિશ્વ કક્ષાની તાલીમ આપીને એક મજબૂત ઉડ્ડયન ઇકોસિસ્ટમ બનાવી રહી છે. એક સત્તાવાર પ્રકાશન મુજબ, માનએ પટિયાલા ફ્લાઇંગ ક્લબ ખાતે એરક્રાફ્ટ એન્જિનિયરો અને તાલીમાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં રાજ્ય […]










