અમદાવાદના પોશ સેટેલાઇટ વિસ્તારમાં વહેલી સવારે એક વૃદ્ધ મહિલા સાથે ચેન સ્નેચિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. 76 વર્ષીય વૃદ્ધા પોતાની મારુતિ વાનમાં બેસીને કૂતરાઓને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે ગળામાંથી રૂ. 4.20 લાખની કિંમતની સોનાની ચેન અને પેન્ડલ ખેંચીને ફરાર થઈ ગયો હતો. બારીમાંથી હાથ નાખી ચેન આંચકી લીધી […]
Author: JKJGS
હાલોલ અને પાવાગઢમાં એક મહિનાના વિરામ બાદ ધોધમાર વરસાદ
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ હાલોલ, કાલોલ અને જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ હતી, […]
હાલોલમાં આગામી ગણેશોત્સવ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું
હાલોલમાં આગામી ગણેશ ઉત્સવ અને વિસર્જન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.તાજેતરમાં ગણેશ આગમન વેળાએ બનેલી ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ બાદ હાલોલ રૂરલ પોલીસ […]
શહેરાના દલવાડા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા પાટિયા પાસે અજાણ્યા વાહનની જોરદાર ટક્કરે 55 વર્ષીય એક્ટિવાચાલકનું મોત નિપજ્યું છે. ધારાપુર ગામના રહેવાસી બાબુભાઈ ગોધરાથી કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને વડોદરા રીફર કરાતાં રસ્તામાં જ તેમણે દમ તોડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની […]
ગોધરામાં AC પાર્ટ્સની આડમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કાર્યવાહી કરી છે. ગોધરાના ઓરવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ પરથી વિદેશી દારૂ ભરેલું ટાટા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ₹22.68 લાખના દારૂ સહિત કુલ ₹49.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલ-ગોધરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની […]
જામનગરમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર શહેરના વોર્ડ નંબર 2ના મચ્છરનગર વિસ્તારમાં 30 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ’નું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધાથી વોર્ડ નંબર 2 અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓને એક જ જગ્યાએ અભ્યાસ અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરવાની તક મળશે. વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન અને સુવિધાઓ લોકાર્પણ પ્રસંગે […]
ITRA જામનગરનાં પ્રો. ડૉ. સુશાંત સુદને યુજી શિક્ષક પુરસ્કાર મળ્યો
ડૉ. સુશાંત સુદ, જે ITRA-INI, જામનગરના અગદતંત્ર વિભાગમાં સહાયક પ્રોફેસર છે, તેમને ભોપાલમાં શ્રેષ્ઠ યુજી શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તેમને આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ આ પુરસ્કાર મળ્યો. આ સન્માન એલ.એન.સી.ટી. યુનિવર્સિટી, ભોપાલમાં યોજાયેલી ૮મી રાષ્ટ્રીય પરિષદ ATACON-2026 દરમિયાન કરવામાં આવ્યું. આ પરિષદ નેશનલ કમિશન ફૉર ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન (NCISM), નવી […]
જામનગરમાં મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ નિમિત્તે દર્શનનો લાભ
જામનગરમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો શહેરના પેલેસ જૈન દેરાસર ખાતે મૂળનાયક શ્રી મહાવીર ભગવાનના દર્શન અને ભાવનાનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા.
જામનગરમાં PGVCLની લોક અદાલતમાં 705 કેસનું સમાધાન
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ની જામનગર સર્કલ કચેરી દ્વારા યોજાયેલી લોક અદાલતમાં વીજ બિલ અને વીજ વસૂલાતને લગતા કુલ 705 કેસોનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું છે. પરસ્પર સંમતિથી હાથ ધરાયેલી આ ઝુંબેશમાં કરોડો રૂપિયાના વીજ લેણાંના પ્રશ્નોનો સુખદ નિકાલ આવ્યો હતો, જેનાથી ગ્રાહકોને લાંબી કોર્ટ કાર્યવાહીમાંથી મોટી રાહત મળી છે. પ્રી-લિટિગેશન કેસોમાં રૂ. […]
ગેંગસ્ટર અમૃતપાલ સિંહનું મોલ્ડોવાથી ભારત પ્રત્યાર્પણ; પંજાબમાં ૨૧ ગુનાહિત કેસ નોંધાયેલા છે!
પંજાબ પોલીસની ‘એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ‘ ને મોલ્ડોવાથી ભારત ખાતે કથિત ગેંગસ્ટર અમૃતપાલ સિંહ (ઉર્ફે અમૃત ડાલમ ઉર્ફે ગુરપાલ સિંહ) ના પ્રત્યાર્પણ બાબતે મોટી સફળતા મળી છે. ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાના મુખ્ય શૂટર તરીકે કામ કરનાર આ આરોપીને ‘ઓપરેશન ઈસ્ટર્ન રીચ‘ નામના છ મહિના લાંબા, ગુપ્ત માહિતી આધારિત આંતરરાષ્ટ્રીય અભિયાન બાદ દેશમાં પાછો લાવવામાં આવ્યો હતો. પંજાબ […]










