International

લોકોને કામ કરવા અથવા સ્થાયી થવા દેવા માટે કોઈ ખાસ FIFA વિઝા નથી: કેનેડા

એક મહત્વના ઘટનાક્રમમાં કેનેડીયન સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના ખાસ FIFA વિઝા નથી જે ધારકને દેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા દે. આ ઉનાળામાં ફૂટબોલ વર્લ્ડ કપ માટે મુસાફરી દસ્તાવેજ મેળવવા માટે મુલાકાતીઓને આવા માર્ગો મેળવવાનું વચન આપતા સોશિયલ મીડિયા પર અનેક ભ્રામક વિડિઓઝ અને પોસ્ટ્સ સામે આવ્યા બાદ આ નિવેદન આવ્યું છે. […]

International

સરકારી શટડાઉન વચ્ચે યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા કામગીરી મર્યાદિત કરી

‘નિયમિતપણે અપડેટ કરવામાં આવશે નહીં’: અમેરિકન એમ્બેસી ભારતમાં યુએસ એમ્બેસીએ જાહેરાત કરી છે કે ફાળવણીમાં વિલંબને કારણે તેનું સત્તાવાર ઠ એકાઉન્ટ નિયમિતપણે અપડેટ કરવામાં આવશે નહીં. યુએસ સરકાર શનિવારથી આંશિક બંધ થઈ ગઈ હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. પ્લેટફોર્મ પર શેર કરાયેલી એક પોસ્ટમાં, એમ્બેસીએ જણાવ્યું હતું કે, ” ફાળવણીમાં વિલંબને કારણે, તાત્કાલિક સલામતી […]

International

યુએસ: ન્યાય વિભાગે એપ્સ્ટેઇન તપાસમાં ત્રણ મિલિયન વધારાના પાના પ્રકાશિત કર્યા

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે સ્વર્ગસ્થ ફાઇનાન્સર જેફરી એપ્સ્ટેઇનની તપાસ સાથે જાેડાયેલા લાખો વધારાના રેકોર્ડ જાહેર કર્યા છે, જેનાથી તેમના ગુનાઓ અને શક્તિશાળી વ્યક્તિઓ સાથેના તેમના સંબંધો વિશેની ફાઇલોની જાહેર ઍક્સેસનો વિસ્તાર થયો છે. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું હતું કે શુક્રવારે ત્રણ મિલિયનથી વધુ પાનાના દસ્તાવેજાે જાહેર કરવામાં આવ્યા હતા. આ રેકોર્ડ્સ વિભાગની વેબસાઇટ પર […]

International

બજેટની સમયમર્યાદા પૂર્ણ થતાં યુએસ સરકાર આંશિક બંધમાં પ્રવેશી

અમેરિકી તંત્રમાં નવા-જૂનીના એંધાણ? ૩૦ જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિના ભંડોળની સમયમર્યાદા પહેલાં કોંગ્રેસ ૨૦૨૬ના બજેટને મંજૂરી આપવામાં નિષ્ફળ ગયા બાદ યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર શનિવારે આંશિક શટડાઉનમાં પ્રવેશી હતી. કોઈ કરાર ન થતાં, ઘણા બિન-આવશ્યક સરકારી કાર્યો સ્થગિત કરવામાં આવ્યા છે, જેના કારણે દેશભરમાં એજન્સીઓ અને સેવાઓ પર અસર પડી છે. નેતાઓએ સંકેત આપ્યો છે કે વિક્ષેપ […]

Gujarat

મોડિફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ સામે ટ્રાફિક પોલીસની લાલઆંખ

પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અઢી કલાકમાં જ 37 જેટલા બુલેટ બાઈક ડિટેઈન કર્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના મુજબ ટ્રાફિક શાખાના પીઆઈ એમ. એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી. ચૌહાણ, કે.એન. અઘેરા તેમજ ટ્રાફિક ટીમ દ્વારા […]

Gujarat

કચ્છનું છારી-ઢંઢ પક્ષી અભ્યારણ્ય રામસર સાઈટ તરીકે જાહેર

કચ્છ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સની પ્રતિષ્ઠિત યાદી રામસર સાઇટમાં સામેલ થયું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. છારી-ઢંઢ ગુજરાતની પાંચમી રામસર સાઈટ હાલ ગુજરાતમાં સમાવિષ્ટ રામસર સાઇટ્સમાં નળસરોવર બર્ડ સેન્ચુરી, થોળ પક્ષી અભ્યારણ્ય, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય , […]

Gujarat

પાટડીના જરવલામાં 28 પાળિયાનું પુનઃસ્થાપન

પાટડી તાલુકાના જરવલા ગામે ઇતિહાસ જાગૃતિ અને સામાજિક સમરસતાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ગામના પાદરમાં આવેલા 28 જેટલા પ્રાચીન પાળિયાઓનું પુનઃસ્થાપન કરી, ગ્રામજનોએ અજ્ઞાત વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. આ પાળિયાઓ પરોપકાર માટે ખપી ગયેલા અજ્ઞાત વીરોના સ્મારકો છે, જેની માહિતી ઉપલબ્ધ નહોતી. ઝરવલાના ઝાલા ક્ષત્રિયોના આમંત્રણથી સંશોધકો લકીરાજસિંહજી ભાલાળા, […]

Gujarat

સુરેન્દ્રનગરમાંથી દોઢ કરોડનો દારૂ ઝડપાયો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામ નજીક આવેલી આલીશાન હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં દારૂની 33,816 બોટલ સંતાડી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો ત્યારે જ SMC ત્રાટકી હતી. પોલીસે દોઢ કરોડના દારૂ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. SMC દ્વારા 30 […]

Gujarat

‘’મીની કુંભ’ની જાહેરાતો વચ્ચે યાત્રિકોની સુવિધા રામ ભરોસે’

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનાર વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાને હવે માત્ર 14 દિવસ જેટલો ટૂંકો સમય બાકી રહ્યો છે. સરકાર દ્વારા આ મેળાને ‘મીની કુંભ’ તરીકે ભવ્ય રીતે ઉજવવાની મોટી જાહેરાતો કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. જોકે, જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું […]

Gujarat

જૂનાગઢની 14 વર્ષની દીકરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વગાડ્યો

શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક એલિટ અંડર 14 વુમન્સ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે. 14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો અને ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો. શરૂઆતનો સેટ હાર્યા પછી […]