અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી. દેસાઈ દ્વારા 1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સ્કૂલ બોર્ડના સભ્યોની દરખાસ્ત અને સહયોગથી તેમાં 5 કરોડના વધારા સાથે કુલ 1205 કરોડનું વર્ષ 2026-27 માટેનું પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષ કરતા 50 કરોડના વધારા સાથે AMC સ્કૂલબોર્ડનું સુધારા સાથેનું 1205 […]
Author: JKJGS
ખીજડીયા બાયપાસ પાસે અમદાવાદ પાસિંગની કાર બળીને ખાખ, ચાર લોકોનો આબાદ બચાવ
જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી GJ-01-HK-7161 નંબરની એક કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ કારમાં તેના માલિક ભીમશીભાઈ ગોજીયા સહિત કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા. […]
જામનગરમાં મહિલાનો ગુમ થયેલો મોબાઈલ મળ્યો
જામનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા એક મહિલાનો ગુમ થયેલો રૂ, 18,000 ની કિંમતનો મોબાઈલ ફોન શોધી કાઢી પરત કરવામાં આવ્યો છે. તનવીબેન જયેશભાઈ સાવલાણી નામની મહિલાનો ફોન અંબર ચોકડી વિસ્તારમાંથી ગુમ થયો હતો. આ ઘટના ગત 28 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યાની આસપાસ બની હતી. તનવીબેન અંબર ચોકડી પાસે આવેલા […]
રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો – સૌથી ઠંડુ શહેર નલિયા
રાજ્યમાં થોડા સમયથી અનુભવાતી કડકડતી ઠંડીમાં હવે આંશિક ઘટાડો નોંધાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે પવનની ગતિ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો […]
સોલા સિવિલમાં સ્ટાફના ગેરવર્તનથી દર્દી ચાલુ સારવારે હોસ્પિટલ છોડવા મજબૂર
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારી અને સ્ટાફના દર્દી સાથે ખરાબ વર્તનના કારણે વિવાદમાં આવી છે. 27 જાન્યુઆરીને મંગળવારે સાંજે લીવર સિરોસિસથી પીડાતા રાજકુમાર ઠાકર નામના વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. પેટમાંથી પાણી કાઢવાની સારવાર માટે ચોથા માળે દાખલ કરવામાં આવ્યા બાદ ગંભીર હાલતમાં હોવા છતાં તેમને જાતે જ સ્ટ્રેચર […]
કાલુપુરની 30 ટ્રેનો સાબરમતી ડાઈવર્ટ કરાઈ પણ સુવિધા શૂન્ય
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃ નિર્માણનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે, જે પૂરુ થતા હજુ બીજા બે વર્ષ લાગવાના છે. જેથી કાલુપુરથી ઉપડતી અને આવતી લગભગ 30 ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન પર ડાઈવર્ટ કરાઈ છે, પરંતુ સાબરમતી રેલવે સ્ટેશન પર કોઈ જાતની સુવિધા નહીં હોવાને કારણે મુસાફરો ત્રાહીમામ પોકારી રહ્યા છે. સૌથી વધુ […]
હિંમતનગરથી હૈદરાબાદ સુધીનો બાળ તસ્કરીનો ખતરનાક ખેલ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક ગાડીમાંથી નવજાત બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને ચાર શખસ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. બાળકોને તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા. પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ […]
રાધનપુરમાં જલારામ કટલેરી સ્ટોરમાં ભીષણ આગ
પાટણ જિલ્લાના રાધનપુરમાં જલારામ કટલેરી સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સાતલપુર બસ સ્ટેન્ડથી ભાભર હાઈવે રોડ પર આવેલા હોલસેલ વેપારીના સ્ટોરમાં બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આગની જાણ થતાં જ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી […]
જામનગરમાં બેકાબૂ કાર પલટી, એક રાહદારી ઘાયલ
જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક બેકાબૂ કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મોર્નિંગ વોક કરી રહેલા એક રાહદારીને ઈજા પહોંચી હતી. જી.જે.10 ડી.એન.3091 નંબરની આ કારનો ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. કાર રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને ઊંધી થઈ ગઈ હતી. […]
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ‘ યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ […]










