Gujarat

પોલીસે કાળઝાળ ગરમીમાં વિનામૂલ્યે શરુ કર્યું મેંગો શરબતનું વિતરણ

બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે કાળઝાળ ગરમી વચ્ચે શરુ કર્યું સેવાનું કામ ગુજરાતના બોટાદમાં પોલીસ દ્વારા એક સરાહનીય અને ખુબ રાહતકારક કામગીરી કરવામાં આવી હતી જેમાં ઉનાળાની ભયંકર ગરમીમાં પોલીસે વાહન ચાલકો માટે વિનામૂલ્યે મેંગો શરબતનું વિતરણ શરુ કર્યું છે, બોટાદના જ્યોતિગ્રામ સર્કલ ખાતે પીએસઆઇ સહિતના જિલ્લા ટ્રાફિકના કર્મચારીઓએ ૪૨ ડિગ્રી ગરમીમાં વાહન લઈને પસાર થતા […]

Gujarat

બસ ડ્રાઈવરે બસને હોટલ પર ઉભી રાખવાનું ભૂલી જતા નેશનલ હાઇવે પર બસને ૨૦ કિમી જેટલી રોંગ સાઇડ ચલાવી

ગુજરાતમાં હાલ ઉનાળાના વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ટ્રેન અને બસમાં પ્રવાસીઓનો ઘસારો સ્વાભાવિક રીતે વધારે જોવા મળતો હોય છે તે દરમિયાન એસ.ટી બસના ડ્રાઈવરની એક મોટી લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગુજરાતની સલામત સવારી એસટી બસે ૨૦થી ૨૫ કિમી જેટલું રોંગ સાઇડમાં ચલાવ્યુ હતું. આ બસમાં ૫૦ જેટલા લોકો સવાર હતા. વીડિયોમાં […]

Gujarat

રાજકોટના લોકોનું આકર્ષણનું કેન્દ્ર અટલ સરોવર આવ્યું વિવાદમાં

દરેક વસ્તુ એટલી મોંઘી કે હવે લોકો ત્યાં જવાનું ટાળશે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલું રાજકોટનું અટલ સરોવર ફરી એક વાર વિવાદમાં આવી ગયું છે. શહેરીજનો અટલ સરોવરને લઈને ફરીયાદો કરી રહ્યાં છે. પ્રવાસીઓનું આકર્ષતું અટલ સરોવર એટલું બધું મોંઘુ થઇ ગયું છે જાણે લૂંટ સરોવર બની ગયું હોય તેવું અહીં […]

Gujarat

આપ ઓફિસની બહાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકી, લાફો મારવાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર આમ આદમી પાર્ટી ઓફિસની બહાર શાહી ફેંકવામાં આવી હતી અને તેને લાફો મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવા બદલ સોમવારે એક આરોપી અજય કુમારની ધરપકડ કરવામાં […]

Gujarat

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાંચીની પીએમએલએ કોર્ટે સમન્સ પાઠવ્યું

ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો મામલો વિવાદાસ્પદ ટિપ્પણીઓ ના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તકલીફોમ વધારો થઈ શકે છે, ઝારખંડના રાંચી જિલ્લાની પીએમએલએ કોર્ટે રાહુલ ગાંધીને ફરી એકવાર સમન્સ પાઠવ્યું છે. તેને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલો ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા સંબંધિત છે. સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ […]

Gujarat

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાજીવ ગાંધી ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ભારતના વડાપ્રધાન હતા. ૧૯૯૧માં ચૂંટણી પ્રચાર દરમિયાન તમિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં એલટીટીઈ કેડરોએ તેમની હત્યા કરી હતી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પિતાને યાદ કર્યા અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. સોશિયલ […]

Gujarat

મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત

મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯ વાગે જણાવવામાં આવી રહી છે. આ અથડામણ બાદ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ઘણા મૃત ફ્‌લેમિંગો પક્ષીઓ જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના અમીરાતની ફ્‌લાઈટ નંબર ઈદ્ભ ૫૦૮ સાથે થઈ હતી. આ ટક્કરથી ફ્‌લાઈટને પણ […]

Gujarat

પૂના હિટ એંડ રન કેસમાં પોલીસે સગીર આરોપીના પિતાની ધરપકડ કરી

મહારાષ્ટ્રના પૂનામાં થયેલ હીટ એંડ રન કેસમાં પોલીસે સગીર આરોપીના પિતાની સંભાજીનગર જિલ્લામાંથી ધરપકડ કરી છે. આ ઘટનામાં આરોપી સગીર લક્ઝરી કાર પોર્શ ચલાવતી વખતે બાઇક સવારને ટક્કર મારી હતી. જે બાદ આરોપીના પિતા બિલ્ડર વિશાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે પબ ઓપરેટરની પણ ધરપકડ કરી છે. ગત શનિવારે રાત્રે પૂનામાં હિટ […]

Gujarat

હરિદ્વારમાં 60 હજારથી વધુ શ્રદ્ધાળુને રોકવામાં આવ્યા, વન વે પર ભીડ ઘટી

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. દેશભરમાંથી પહોંચેલી શ્રદ્ધાળુઓની ભીડે તમામ સારી વ્યવસ્થાના દાવાની પોલ ખોલી નાંખી છે. ભીડને જોતા સરકારે 30 મે સુધી ઓફલાઈન રજિસ્ટ્રેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં હવે આવતા મહિના પછીની તારીખ ઉપલબ્ધ છે. હાલમાં એકલા હરિદ્વારમાં 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે […]

Gujarat

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વહીવટ કથળતા ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કાયમી ચીફ ઓફિસર મુકવા CMને પત્ર લખ્યો

અમરેલી જિલ્લામા રાજુલા શહેરમાં 2 વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે લોકો નગરપાલિકાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ચીફ ઓફિસર આપવા માટેની રજુઆત કરવામાં આવી છે.રાજુલા શહેરમાં વિકાસ અને વસ્તીને દ્રષ્ટિએ દિનપ્રતિદિન વિસ્તરતું જાય છે તે ઉપરાંત નગરપાલિકાના વિકાસના અને લોકોના કામો પણ ખૂબ મોટા પ્રમાણમાં […]