International

ચીન સાથે વિવાદના કરને, જાપાની તંત્ર દ્વારા માછીમારોને ફ્લેશપોઇન્ટ ટાપુઓથી દૂર રહેવા આદેશ

૭૬ વર્ષીય હિતોશી નાકામા પોતાને પૂર્વ ચીન સમુદ્રમાં વિવાદિત ટાપુઓ પર જાપાનના દાવાઓના ફ્રન્ટલાઈન ડિફેન્ડર તરીકે જુએ છે, જ્યાં તે નિયમિતપણે ચીની કોસ્ટ ગાર્ડ જહાજાેથી બચીને પુષ્કળ પાણીનો સંગ્રહ કરે છે. પરંતુ ગયા વર્ષના અંતથી, કેટલાક જાપાની અધિકારીઓ ગુપ્ત રીતે નાકામા અને તેના સાથીદારોને બેઇજિંગ સાથે રાજદ્વારી અથડામણને ટાળવા માટે – જાપાનમાં સેનકાકુ અને ચીનમાં […]

International

દક્ષિણ કોરિયા અમેરિકા સાથેના વેપાર કરાર પર ‘પાલન કરી રહ્યું નથી‘ એટલે હવે ૨૫% ટેરિફ: ટ્રમ્પ

ટેરીફ મામલે અમેરિકન પ્રમુખનો વધુ એક મોટો ર્નિણય… સોમવારે (સ્થાનિક સમય) યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ દક્ષિણ કોરિયાના ઓટો, લાકડા અને ફાર્માસ્યુટિકલ દવાઓ પર ટેરિફ અગાઉના ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરી રહ્યા છે, અને સિઓલ પર યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેના વેપાર કરારને જાળવી રાખવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે વધુમાં […]

International

ચીને જાપાન પાસેથી પોતાના ટ્વિન્સ પાંડા પાછા માંગ્યા, હજારો લોકો છેલ્લીવાર જોવા પહોંચ્યા

જાપાનના પાંડા પ્રેમીઓ માટે આ અઠવાડિયું ભાવુક કરનારું છે. ટોક્યોના ઉએનો પ્રાણી સંગ્રહાલયમાં રહેલા છેલ્લા બે જોડિયા (ટ્વિન્સ) પાંડા શાઓ શાઓ અને લેઈ લેઈ 27 જાન્યુઆરીએ ચીન પરત ફરી રહ્યા છે. આ પાંડા પર ચીનનો માલિકી હક છે. રવિવારે પ્રાણી સંગ્રહાલયમાં તેમને છેલ્લીવાર સાર્વજનિક રીતે બતાવવામાં આવ્યા. હજારો લોકો છેલ્લીવાર પાંડા જોવા પહોંચ્યા. પ્રાણી સંગ્રહાલયે […]

International

અમેરિકામાં બરફનું તોફાન, 29 લોકોનાં મોત

અમેરિકામાં રવિવારથી શરૂ થયેલા બરફનાં તોફાને દેશભરમાં સ્થિતિ બગાડી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સી જાહેર કરી છે. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, તોફાન લગભગ 3,220 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. લગભગ 21 કરોડ એટલે કે બે-તૃતીયાંશ અમેરિકનો આ તોફાનની ચપેટમાં છે. ડેઇલી મેલ અનુસાર, ન્યૂયોર્ક સહિત દેશભરમાં અત્યાર સુધીમાં […]

National

બજેટ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક

સંસદના બજેટ સત્ર પહેલાં સરકારે કાયદાકીય અને અન્ય એજન્ડા પર ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુના જણાવ્યા અનુસાર, રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક સંસદ ભવન એનેક્સીના મુખ્ય સમિતિ રૂમમાં થશે. તેમાં 35+ પક્ષોના સાંસદો ભાગ લઈ શકે છે. બજેટ સત્ર 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોકસભા […]

Gujarat

પાટણમાં જિગ્નેશ મેવાણીનું પૂતળાદહન મોકૂફ, MLA કિરીટ પટેલના સમર્થકોએ જાહેરાત કરી

દેશ આખો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે આ પર્વ પૂર્વે વીર મેઘમાયા સાતમની ઉજવણી સમયે અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પિઠડિયાને માર મારવાની કોઈ ધમકીને પગલે વડગામના કોંગી ધારાસભ્યના નિવેદનથી બળતાંમાં ઘી ધોમાયું હતું. ત્યારબાદ સ્થાનિક પાટણના ધારાસભ્યએ પણ પ્રતિઆક્ષેપ કર્યા હતા. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી. જોકે, અનુસૂચિત […]

Gujarat

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

રેલવે પ્રોટેક્શન ફોર્સ બોરીવલીની ટીમે 25 જાન્યુઆરીની રાત્રે અમૃતસર-મુંબઈથી ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસમાં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 2.19 કરોડથી વધુ કિંમતના કોકેઈન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે મિઝોરમના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકને સુરતમાંથી પકડાયેલી નાઈજિરિયન મહિલાએ ડ્રગ્સ આપ્યું હોવાની આશંકા છે. યુવકની બેગમાંથી કોકેઈન, મેથામ્ફેટામાઇન અને કોડીન કફ […]

Gujarat

કામરેજ ટોલ પ્લાઝા નજીક કબાડીના ગોડાઉનમાં આગ

સુરત જિલ્લામાં કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલા એક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં વાહનોના વિવિધ પાર્ટ્સ અને ગોડાઉન બહાર પાર્ક કરેલી 15થી વધુ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આસપાસના વિસ્તારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. […]

Gujarat

સુરત જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14.2°C નોંધાયું

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિયાળાની જમાવટ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14.2°C થી 16.2°C સુધી નોંધાયું છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ રહ્યું હતું, અને મહત્તમ તાપમાન 28.4°C સુધી પહોંચ્યું હતું. પવનની ગતિ સામાન્ય રહેતા […]

Gujarat

લિંબાયત બાદ હવે પશ્ચિમ વિધાનસભામાં ‘ફોર્મ નંબર 7’ નો ખેલ

લિંબાયત વિધાનસભા બાદ હવે સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠકમાં ફોર્મ નમ્બર 7 ભરી મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. સ્થાનિક અગ્રણી શેખ મોહમ્મદ સોહેલ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી લેખિત અરજીમાં જણાવાયું છે કે, ચોક્કસ હેતુસર મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ વિવાદમાં ફોર્મ નંબર 7 નો દુરુપયોગ થયો હોવાની […]