રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં ૧૦ હજારથી વધુ આંગણવાડી અને નંદઘર બનાવવાનું આયોજન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂકપત્ર એનાયત સમારોહ ભવ્ય રીતે યોજાયો, જેમાં રાજ્યની ૯૦૦૦થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. રાજ્યના ચાર મોટા શહેરોમાં એકસાથે નિમણૂકપત્ર વિતરણ થયું, જેમાં અમદાવાદમાં ૩૪૫૮, રાજકોટમાં ૨૩૩૦, […]
Author: JKJGS
2661 ભારતીય માછીમારોને 2014થી અત્યારસુધીમાં પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા
રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યારસુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી શ્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. મંત્રીએ […]
સુરતમાં બ્રિજ પરથી નદીમાં ઝંપલાવા જતી મહિલાને પોલીસે બચાવી
પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી. પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસી જઈ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવી જીવન દાન આપ્યું હતું. […]
સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી, કીર્તિ સામે ગુજરાતમાં આ 10મો ગુનો
સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર […]
જામનગરમાં 10 એકરમાં ‘સહજ વન’ તૈયાર, રિલાયન્સ અને હાર્ટફુલનેસ દ્વારા 60થી વધુ દુર્લભ વૃક્ષોનું વાવેતર
જામનગરના સોનલ નગર વિસ્તારમાં 10 એકર જમીન પર એક અનોખું ‘સહજ વન’ તૈયાર કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વ પ્લોટ પર આ બાગ બગીચો વિકસાવવામાં આવ્યો છે. અહીં 60થી વધુ પ્રકારના દુર્લભ, સંકટગ્રસ્ત અને નાશના આરે ઊભેલા વૃક્ષો-છોડનું વાવેતર કરાયું છે. આ ‘સહજ વન’નો મુખ્ય ઉદ્દેશ જામનગરના લોકસ્વાસ્થ્યમાં […]
જામનગરના બેડીમાં બે જૂથ વચ્ચે મારામારી, પ્રેમ લગ્નના મામલે તકરાર, સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રેમ લગ્નના મામલે થયેલી આ તકરારમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે બેડીના ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા (ખત્રી) અને આમદ કાદરભાઈ માણેક (વાઘેર)ના પરિવારો વચ્ચે આ ઝઘડો થયો હતો. જેમાં પથ્થરમારા […]
જામનગરના ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પર 3 સ્ટોપ જાહેર કરાયા
જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર નવો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક પણ બસ આ નવા બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ST બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે. શહેરીજનોને […]
સાઈબર ક્રાઈમના 23.02 લાખ ફરિયાદીઓના અત્યારસુધીમાં રૂ. 7,130 કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા
– ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા – રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ ડિસેમ્બર 03, 2025: નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે […]
કોડીનાર એસટી ડેપોમાં પાંચ નવી બસોનું લોકાર્પણ, મુસાફરોમાં આનંદની લાગણી
કોડીનાર એસટી ડેપોએ પાંચ નવી બસોનું લોકાર્પણ કરતા મુસાફરી સેવાઓમાં મહત્વપૂર્ણ વધારો નોંધાયો છે. જૂની બસોને હટાવી હવે મુસાફરોને નવી, આરામદાયક અને આધુનિક સુવિધાવાળી બસોની સેવા મળશે. આ નવી બસો ઉના, પોરબંદર અને રાજકોટ માટે એક-એક તેમજ વડોદરા રૂટ માટે બે એમ કુલ પાંચ રૂટ પર ફાળવવામાં આવી છે. બસોના લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ […]
બેચરાજીમાં કોંગ્રેસની જનઆક્રોશ સભાના પ્રથમ ચરણનો અંતિમ દિવસ
ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘જન આક્રોશ યાત્રા’ના પ્રથમ ચરણનું આજે બેચરાજી ખાતે સમાપન કરાશે. આ પ્રસંગે રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને યુવા નેતા સચિન પાયલોટ ખાસ ઉપસ્થિત રહીને કાર્યકરો અને જનતાને સંબોધશે. કોંગ્રેસે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1100 કિમીનું અંતર કાપ્યું કોંગ્રેસ દ્વારા આયોજિત આ જન આક્રોશ યાત્રાનો આજે 13મો દિવસ છે […]










