International

જાપાન ની સરકારે ચીન ની ચિંતામાં કર્યો વધારો

યુદ્ધ પછીના પરિવર્તનમાં જાપાને ઘાતક શસ્ત્રોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો જાપાને શસ્ત્રોની નિકાસ પરના મોટાભાગના પ્રતિબંધો હટાવી લીધા છે, જેના કારણે દેશ બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર વિદેશમાં શસ્ત્રો વેચી શકશે, જેનો હેતુ તેના સંરક્ષણ ઔદ્યોગિક આધારને મજબૂત બનાવવાનો છે, જેના પર ચીન તરફથી તીવ્ર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, વડા પ્રધાન […]

International

અમેરિકન પ્રમુખ ને ઈરાન નો મોટો ઝટકો!!

૨૫ થી વધુ ઈરાની જહાજાેએ યુએસ નેવીને હરાવ્યું, યુદ્ધવિરામ સમાપ્ત થવાની નજીક હોર્મુઝ નાકાબંધી તોડી નાખી અમેરિક રાષ્ટ્રપ્રમુખ માટે એક ખુબજ મોટા અને આઘાતજનક સમાચાર આવ્યા છે, લોયડ્સ લિસ્ટની મેરીટાઇમ ઇન્ટેલિજન્સ બતાવે છે કે ટ્રમ્પના કડક નાકાબંધીના ગર્વિત દાવા છતાં ઓછામાં ઓછા ૨૬ ઈરાની “શેડો ફ્લીટ” જહાજાે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. નાજુક યુદ્ધવિરામનો […]

Gujarat

નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા કોંગ્રેસ, ટી.એમ.સી સહીત વિપક્ષી દળોની મહિલા આરક્ષણ વિરોધી માનસિકતા વિશે કર્યું ઉદબોધન. ભારતમાં મહિલા આરક્ષણ બિલ, નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ સાંસદ માં મુકવામાં આવેલ, કોંગ્રેસ સહીતના વિપક્ષી દળોએ આ બિલના વિરુદ્ધ માં નિર્ણય આપી, મહિલા આરક્ષણ બિલ ને ફરી એકવાર ખોરંભે ચડાવેલ. આ તબ્બકે જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ […]

Gujarat

ઝરપણ ટોલટેક્સ નજીકથી રૂ. 34.69 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માંડવી તાલુકાના ઝરપણ ટોલટેક્સ નજીકથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચોખાના ભુસાની આડમાં લઈ જવાતો રૂ. 34.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં એક આઈસર ટેમ્પો અને દારૂ સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCBને ગુપ્ત બાતમી મળી હતી કે […]

Gujarat

સુરત મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે 6000 કંટ્રોલ યુનિટ તૈયાર

રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. સૌથી મહત્વપૂર્ણ ગણાતી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના સીલિંગની કામગીરી હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ […]

Gujarat

ચૂંટણીને લઈ EVMની ચકાસણી

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18ના 210 EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે […]

Gujarat

કોંગ્રેસની જાહેર સભા પહેલાં દુર્ઘટના, યુવાનને લાઈનનું કામ કરતા વીજપોલ પર લાગ્યો કરંટ

ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા વોર્ડ નંબર-2માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, સભા શરૂ થાય તે પહેલાં જ લાઈટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવાનને વીજ કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર દુર્ઘટનાને પગલે કોંગ્રેસે તાત્કાલિક […]

Gujarat

નાગમતી નદી પર દડિયા અને મોખાણાને જોડતો પુલ બન્યો ભયજનક

જામનગર શહેરના ભાગોળે રણજીતસાગર ડેમની નીચે આવેલી નાગમતી નદી ઉપર આવેલા દડીયા અને મોખાણા ગામને જોડતા પુલ બે વર્ષથી ખખડધજ બની ગયો છે. પુલ બન્યાના બીજા જ વર્ષે તુટી જતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું છે. આ પુલનું મરામત પણ કરવામાં આવતું નથી. હાલ આ પુલ પરથી વાહન લઈને પસાર થવામાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો […]

Gujarat

વાડીનાર અપહરણ કેસમાં તમામ 6 આરોપી નિર્દોષ છૂટ્યા

લાલપુર કોર્ટે વાડીનાર ગામમાં 2018માં નોંધાયેલા અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં તમામ છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ ઈરાકની અલ મુઝર પેટ્રોલિયમ કંપનીના એક અધિકારીના અપહરણ સાથે સંબંધિત હતો. કોર્ટે બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂ કરાયેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. બચાવ પક્ષ વતી સિનિયર એડવોકેટ નિલેશ […]

Gujarat

જામનગર શહેરમાં 225થી વધુ ભયજનક ઈમારતો, 26 ઈમારતોનું ડિમોલિશન કરાયું

જામનગર શહેરમાં 225 જેટલી આવેલી જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી મ્યુ.તંત્રના ટીપીઓ શાખાએ શરૂ કરી છે. ભયજનક જણાતી ઈમારતોના ભાગોને દુર કરવા માટેની નોટિસ બજવણીની કામગીરી હાથ ધરી છે અને 8 ભયજનક ઈમારતોના માલિકોને નોટિસ આપી છે. તો ગત વર્ષે આપેલી નોટિસો પૈકીના 26 મિલકતોનું ડીમોલિશન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખાની જુદી જુદી 6 […]