સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કેચરીના ઓડિટર ગ્રેડ 2 ઘુઘાભાઈ ગોલિહ, નિવૃત્ત ઓફિસ સુપ્રિટેન્ડેટ વારસી અહમદ શેખ અને આઉટ સોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. આ ત્રણેય શખસોએ મંડળીના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી. જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સહકારી મંડળીમાં નોંધણીની […]
Author: JKJGS
ધોલેરામાં ટોરેન્ટ પાવર પ્લાન્ટ નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો
ધોલેરામાં ટોરેન્ટ પાવર પ્લાન્ટ નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી કે કપચી ખાલી કરીને પરત ફરી રહેલી ટ્રકની લિફ્ટ ખુલ્લી રહી જતા તે લોખંડના હોર્ડિંગ બોર્ડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં હોર્ડિંગ ટ્રક પર પડતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના 19મી તારીખની રાત્રે લગભગ 3:00 વાગ્યાના અરસામાં ધોલેરા એસઆઈઆર […]
સાબરમતી જેલમાં પાકા કામના કેદીની બેરેકમાંથી મોબાઈલ મળ્યો
અમદાવાની સાબરમતી જેલમાં પાકા કામના કેદીની બેરેકમાં લાદી નીચે સંતાડેલો મોબાઈલ ફોન મળી આવતા જેલની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. મોબાઈલ ફોનમાં સીમકાર્ડ ન હોય કોનો છે તે સામે આવ્યું નથી. અજાણ્યા કેદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બડા ચક્કરમાં 44 નંબરના યાર્ડની બેરેકમાંથી મોબાઈલ મળ્યો સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી જેલર […]
મિરઝાપુરના પેટ્રોલ પંપમાંથી મહિલા કર્મચારીએ ચોરી કરી
અમદાવાદના મિરઝાપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતી મહિલા કર્મચારીએ થોડા દિવસ અગાઉ કેશરૂમમાં જઈને 80 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહિલા નોકરી પર જવાનું બંધ કરી દીધું હતું. મેનેજરે હિસાબ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. મેનેજરે મહિલા વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેનેજરે કેશરૂમના સીસીટીવી ફૂટેજ ચેક […]
27-28 ડિસે. જૂનાગઢમાં ગુજરાત વીજ વિભાગનાં એન્જિનિયર્સ એસો.નું 27મુ અધિવેશન
ગુજરાતના વીજ વિભાગનાં એન્જિનિયર્સ એસોસિએશન એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની વીજ કંપનીઓ GETCO, GSECL, PGVCL, DGVCL, MGVCL અને UGVCLના તમામ કંપનીમાં કામ કરતા વીજ ઈજનેરો એટલે કે, જુનિયર ઈજનેરથી લઈને ચીફ ઈજનેર સુધીના મેમ્બરો મળીને અંદાજે સાત હજારથી વધુ સભ્યો આ એસોસિએશન સાથે જોડાયેલા છે. અધિવેશનમાં આગામી ત્રણ વર્ષ એટલે કે, 2026થી […]
દોલતપરાના દસારામ વિસ્તામાં અશાંત ધારાની માગ
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી અને નૂતનનગરના રહીશોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુ બહુમતી ધરાવતી આ સોસાયટીઓમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદી અટકાવવા અને વિસ્તારમાં તાત્કાલિક ‘અશાંત ધારો’ લાગુ કરવાની માગ સાથે સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં રહીશોએ રજૂઆત કરી છે કે, આ […]
જામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ – 24 આરોપી પકડાયા
જામનગર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ ₹2,23,58,227નું સાયબર ફ્રોડ આચર્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ વિભાગના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં […]
જામનગર પોલીસનું ‘ઓપરેશન ગોગો’
જામનગર SOGએ શહેર અને મોટી ખાવડીમાં બે પાનની દુકાનો પર દરોડા પાડી 64 ગોગો સ્મોકિંગ કોન જપ્ત કર્યા છે. ગૃહ વિભાગની સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નશાકારક પદાર્થોના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ તથા હેરફેર પર અંકુશ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના […]
આલિયા ભટ્ટે સાડીને ભારતનો નાનો કાળો ડ્રેસ ગણાવ્યો; કહ્યું કે તે સૌથી વધુ આરામદાયક અનુભવે છે અને પોતે પરંપરાગત ડ્રેસમાં છે
આલિયા ભટ્ટ, બીજા બધા ભારતીયોની જેમ, સાડીઓ પ્રત્યે ખૂબ જ આકર્ષિત છે. જાે તમે દેશી મૂળના છો, તો તમારા જીવનમાં ઓછામાં ઓછું એક વાર, અથવા તો ઘણી વખત, તમે તમારી માતા કે દાદીના કબાટમાં છાપો મારીને કોઈ કાર્યક્રમ કે તહેવારમાં પહેરવા માટે તેમની સાડીઓ ચોરી લીધી હશે. ભારતમાં સાડીઓનો આ જ જુસ્સો છે. વોગ સાથેના […]
વિજય હજારે ટ્રોફીની પ્રથમ બે મેચ માટે દિલ્હીની ટીમમાં વિરાટ કોહલીનો સમાવેશ, ઋષભ પંત કેપ્ટન બનશે
ભારતીય ક્રિકેટરો વિરાટ કોહલી, ઋષભ પંત, ઇશાંત શર્મા અને નવદીપ સૈનીએ આગામી વિજય હજારે ટ્રોફીના પ્રથમ બે રાઉન્ડ માટે તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે કારણ કે દિલ્હીની ટીમમાં ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું નામ આપવામાં આવ્યું છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ૨૪ ડિસેમ્બરથી શરૂ થનારી સીઝનની પ્રથમ બે મેચ માટે જાહેર કરાયેલી ટીમના કેપ્ટન તરીકે […]










