યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં સંઘો અને પદયાત્રીઓ દ્વારા લાવવામાં આવતી ધજાઓ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વની જાહેરાત કરી છે. મંદિરના શિખર પર 5 મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં. અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, જે સંઘો અને પદયાત્રીઓ 5 […]
Author: JKJGS
ગોધરામાં સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ મંડળોની ગણપતિ આગમનયાત્રા
ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. ઢોલ-નગારાના તાલે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથે આ યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી […]
કારેલીબાગની યશ બેંકના સર્વર રૂમમાં આગ લાગી
વડોદરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષની સામે આવેલી યશ બેંકમાં આગનો બનાવ સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટ આગ લાગીનું અનુમાન આમ્રપાલી બિલ્ડિંગની સામે આવેલી યસ બેંકમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર […]
આશ્રમ રોડ પર વૃદ્ધને રીક્ષામાં બેસાડીને 20 હજારની લૂંટ કરી
અમદાવાદના આશ્રમ રોડ પર નિવૃત સરકારી કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે. નિવૃત વૃદ્ધ ગાંધીનગરથી દર્શન કરવા અમદાવાદ આવ્યા હતા. વૃદ્ધ પરત જતા હતા ત્યારે આશ્રમ રોડ પર એક રીક્ષા ચાલકે વૃદ્ધને રીક્ષામાં બેસાડીને ધમકી આપીને લૂંટી લીધા હતા. વૃદ્ધે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. કોલર પકડીને […]
રાજુલામાં પરિવારે લોકમેળામાં જીતેલી કારના બદલે રોકડા મળ્યા
રાજુલામાં એક ગરીબ પરિવાર માટે લોકમેળો યાદગાર બની ગયો છે. લોકમેળાના ઇનામી ડ્રોમાં ટાટા પંચ કાર જીતનાર કાજલબેન લાલજીભાઈ રાઠોડને કારના બદલે 5.40 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા છે. રાજુલા શહેરમાં દર વર્ષે રુદ્ર ગણ ગ્રુપ દ્વારા લોકમેળાનું આયોજન થાય છે. આ મેળામાંથી થતી આવકનો ઉપયોગ સેવાના કામો માટે કરાય છે. આ મેળામાં દર વર્ષે […]
રાજકોટ-ભાવનગર હાઇવે પર એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાયો
અમરેલી જિલ્લામાં રાજકોટ-ભાવનગર હાઇવે પરથી એક એમ્બ્યુલન્સમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. બાબરા પોલીસને બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પી.આઈ. રાજેશ પરમારની ટીમે આંબલીધાર અને ગોગાળ પાસેથી એમ્બ્યુલન્સને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન, એમ્બ્યુલન્સના દર્દીના કેબિનમાં પાછળના ભાગે સ્ટેચર બેડ નીચે એક ચોરખાનુ બનાવવામાં આવ્યું […]
ધ્રોલના લોકમેળામાં યુવાનોએ બાળકોને ભોજન કરાવ્યું
ધ્રોલના ભૂચર મોરીના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં યુવાનો દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ યુવાનોએ ધંધા-રોજગાર માટે આવતા પરિવારોનાં બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી. ધ્રોલ શહેરમાં શ્રાવણ માસની તેરસ, ચૌદસ અને અમાસના દિવસે ભૂચર મોરીના મેદાનમાં લોકમેળો યોજાય છે. આ મેળાનું આયોજન ધ્રોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ લોકમેળામાં ધંધા-રોજગાર માટે આવતા બાળકોને […]
જામનગર મનપાની બાકી મિલકતવેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ બાકી મિલકતવેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. 11 સપ્ટેમ્બરે, વેરો નહીં ભરનાર મિલકતધારકોની 20 મિલકતોની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાત મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ મિલકતો પર કુલ 13.50 લાખ રૂપિયાનો વેરો બાકી હતો. આ કાર્યવાહીમાં બે મિલકતધારકો પાસેથી સ્થળ પર જ કુલ 3.73 […]
11 દિવસીય શ્રાવણી મેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત 11 દિવસીય શ્રાવણી લોકમેળો અમાસના અંતિમ દિવસે પૂરો થયો. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ મેળામાં 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસે સવારથી જ આસપાસના ગામડાંના લોકો મેળામાં ઉમટી પડ્યા હતા. બપોરના તડકા છતાં શહેરીજનોનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. સાંજ પડતાં […]
જેબીએક્સવન ફેક એપ અને સેબીના ખોટા સર્ટિફિકેટના બહાને ₹4.49 લાખ પડાવ્યા
સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે ઓનલાઈન ટ્રેડિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને ચૂનો ચોપડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ પૂર્વાયોજિત કાવતરું રચીને એક વ્યક્તિ સાથે રૂપિયા 4.49 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી છે. લિંકના માધ્યમથી GBXon નામની એપ ઇન્સ્ટોલ કરાવી આ સમગ્ર ગુનાની વિગતો મુજબ, […]










