આયુષ્માન કાર્ડ હેઠળ ની-રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી હવે સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકાશે. ખાનગી હોસ્પિટલોમાં આડેધડ થતી સર્જરીઓ પર લગામ કસવા આ કવાયત શરૂ કરાઈ છે. હાલના સમયમાં સાંધાની વિવિધ સર્જરીના પ્રમાણમાં વધારો થયો છે. નાની ઉંમરના લોકોમાં જરૂર ન હોય તો પણ ની રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી થતી […]
Author: JKJGS
ટીમની પ્રસ્થાનની તારીખ બદલાઈ, પ્રથમ બેચ 25મીએ અને બીજી 26મીએ અમેરિકા જશે
આગામી મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI ભારતની વોર્મ-અપ મેચ ન્યૂયોર્કમાં યોજવા માગે છે કારણ કે ટીમ તેની ચારમાંથી ત્રણ ગ્રુપ-સ્ટેજ મેચ ન્યૂયોર્ક સ્ટેડિયમમાં રમશે. ICCએ હજુ સુધી પ્રેક્ટિસ મેચોનુ શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ […]
પંજાબે 5 વિકેટે હરાવ્યું, સેમ કરનનો ઓલરાઉન્ડ દેખાવ; ફિફ્ટી ફટકારી અને 2 વિકેટ પણ લીધી
IPL-2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઑફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું. રાજસ્થાને તેના બીજા હોમ ગ્રાઉન્ડ, ગુવાહાટીમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. […]
લંગોટ પહેરીને જોવા મળ્યો કાર્તિક આર્યન, ફિલ્મ 14 જૂને રિલીઝ થશે
કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. કાર્તિકે આ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં, કાર્તિક આર્યન રેસલર તરીકે લંગોટ પહેરેલો જોઈ શકાય છે. ફર્સ્ટ લુકમાં કાર્તિક ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર સામે આવ્યો છે. તે આ પહેલા ક્યારેય આ લુકમાં જોવા મળ્યો નથી. આ પાત્ર તેણે તેની અગાઉની […]
પેટમાં ટ્યુમર, કિડની ખરાબ અને હાર્ટ પ્રોબ્લેમ; પૂર્વ પતિ રિતેશ સિંહે કહ્યું, ‘કેન્સરના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે’
રાખી સાવંતની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાખીના પૂર્વ પતિ રિતેશ સિંહના જણાવ્યા અનુસાર તેની હાલત ખૂબ જ ગંભીર છે. દિવ્ય ભાસ્કરને આપેલાઇન્ટરવ્યૂમાં રિતેશે જણાવ્યું કે રાખી એક સાથે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી રહી છે. રિતેશના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે રાખીની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. પરંતુ, […]
અંજાર પોલીસે છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
6 વર્ષ અગાઉ અંજારમાં અમૂલ દૂધની એજન્સી આપવાના બહાને બે અલગ અલગ લોકો સાથે સાડા 10 લાખ રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયેલી માથાભારે મહિલા (બબિતા) અને તેનો દીકરો સૌરભ અંતે વડોદરાથી ઝડપાઈ ગયા હતા. અંજાર પોલીસ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે બંનેને વડોદરાથી અંજાર પકડી લાવી છે. છ વર્ષ અગાઉ મેઘપર બોરીચીના મંગલેશ્વરનગરમાં રહેતી […]
ફિશીંગ નેટમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યૂ કરાયું; બી.વી.પી. દ્વારા ગ્રામ્ય જીવન દર્શન કાર્યક્રમ યોજાયો
ભાણવડ નજીક આવેલા એક વાડી વિસ્તારમાં ફિશીંગ નેટમાં આશરે છ ફૂટનો એક અજગર ફસાયેલો હોવા અંગેની જાણ વાડી માલિકે ભાણવડના જીવદયા પ્રેમી રેસ્ક્યૂઅર અશોકભાઈ ભટ્ટને કરી હતી. જાણ કરતા તેઓએ તુરંત આ સ્થળ પર પહોંચીને લાંબી જહેમત બાદ નેટમાં ફસાયેલા આ વિશાળ અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યાર બાદ આ અજગરને પ્રાથમિક સારવાર આપી અને પ્રાકૃતિક […]
વીજ કચેરી પર લોકોએ કહ્યું- ‘પહેલા મહિને 2 હજાર રૂપિયાનું વીજબિલ આવતું, હવે અઠવાડિયામાં 1100 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે’
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં સ્માર્ટ વીજમીટર લગાડવામાં આવી રહ્યા છે તેની સાથે-સાથે જ વડોદરા પછી હવે જામનગરમાં પણ આ વીજમીટરનો વિરોધ થઈ રહ્યો છે.આજે જામનગરમાં વોર્ડ નંબર ચારમાં આ સ્માર્ટ વીજમીટરનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.જો કે વીજતંત્ર દ્વારા આ વિરોધને નકારી કાઢવામાં આવ્યો છે. જામનગરના વોર્ડ નંબર 4 ના ઈન્દીરા સોસાયટી અને મધુરમ […]
અટલ સરોવરમાં ઘરેથી નાસ્તો લઈ જવાની મનાઈ
રાજકોટમાં તૈયાર થયેલા અટલ સરોવરની મુલાકાત રોજ સેંકડોની સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. મોટેભાગે સાંજના સમયે સહ પરિવાર સાથે જતાં સહેલાણીઓ અટલ સરોવરમાં બેસીને ભોજન લઈ શકે તેમ જ નાસ્તો કરી શકે તેવી ઈચ્છા રાખતા હોય છે. જોકે રાજકોટ મનપાએ એજન્સીને પીળો પરવાનો આપી દેતા અટલ સરોવરની મુલાકાતે જનાર કોઈપણ વ્યક્તિને સાથે નાસ્તો અથવા ખાવા-પીવાની […]
જામજોધપુર ગ્રામ્યમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાઓ વરસ્યા
દેવભૂમિ દ્વારકા સહિત રાજયમાં અમુક સ્થળોએ કમૌસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર અને દ્વારકા જિલ્લામાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભાણવડ શહેર અને ગ્રામ્યમાં ઝરમર ઝાપટા બાદ જામજોધપુર પંથકમાં મોડી સાંજે તોફાની પવન સાથે કમૌસમી વરસાદ ખાબકયો હતો.બુટાવદર, સમાણા, બાવરીદળ, નરમાણા ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. હાલાર […]