Gujarat

વ્હાઈટ હાઉસના કાર્યક્રમમાં એન્ટ્રી થઈ ભારતીય સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પાની

યુએસ પ્રમુખ જો બિડેને રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કર્યું હતું, તેમાં પીરસાયું ભારતીય વ્યંજન ભારતના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પાની અમેરિકાના વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી થઈ છે. યુએસ પ્રમુખ જો બિડેને સોમવારે રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન, સમગ્ર વ્હાઇટ હાઉસ મોહમ્મદ ઇકબાલ દ્વારા લખાયેલ દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા’ના ભાવપૂર્ણ ગીતોથી ગુંજી ઉઠ્‌યું […]

International

હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી તીવ્ર બની

ઇઝરાયેલી દળો ઉત્તરીય ભાગમાં ઊંડે સુધી ઘૂસી ગયા છે, જ્યારે દક્ષિણમાં, ઇઝરાયેલી ટેન્ક અને સૈનિકો રફાહ તરફ જતા હાઇવે પર આગળ વધી રહ્યા છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી એક વાર તીવ્ર બની છે. રફાહમાં ઇઝરાયલી હુમલામાં વિદેશી મૂળના એક યુએન કાર્યકર માર્યા ગયા હોવાના અહેવાલ […]

Gujarat

જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની સંમતિ વિના તેના નામ, ફોટો, અવાજ અને ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કરીને વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ એવા સંગઠનો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે જેઓ જેકી શ્રોફનો ઉપયોગ તેની પરવાનગી વિના વ્યવસાયિક લાભ […]

Entertainment

અભિનેત્રી અક્ષરા સિંહે સોશિયલ મીડિયામાં ર્શ કર્યો પિતા સાથે મસ્તીનો વિડીયો

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અક્ષરા સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. અક્ષરા સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી તેના પિતા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અક્ષરા તેના પિતા સાથે મસ્તીના મૂડમાં છે. તેના પિતા થોડા ચિંતિત બેઠા છે, જ્યારે અભિનેત્રી […]

Gujarat

નર્મદા નદીમાં ૩ બાળકો સહિત સુરતના ૮ પ્રવાસીઓ ડૂબ્યા, પોઇચા ખાતે ફર્યા બાદ નદીમાં ન્હાવા ગયા હતા

સુરતના ૮ પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી જવા પામ્યો હતો, મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં ૩ નાના બાળકો સાથે ૮ લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકો દ્વારા ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના ની વાત કરીએ તો સુરત ખાતે રહેતા ૮ પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મૂળ […]

Gujarat

અમદાવાદના પ્રહલાદનગર ખાતે એક બિલ્ડીંગમાં ભયાનક આગ નો બનાવ

અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ છે. ઈમારતમાંથી અત્યાર સુધીમાં ૬૪ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપની બાજુમાં […]

Gujarat

વિસનગર તાલુકામાં તરભ ગામ નજીક માર્ગ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક મોટો માર્ગ અસકસ્માત થયો હતો જેમાં તરભ ગામ નજીક અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને બધા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિસનગર તાલુકાના તરભ ગામ નજીક રોડ પર ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન […]

Gujarat

ગુજરાતના વાતાવરણમાં પલટો અને વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના લોકોના મોત

ગુજરાતમાં વાતાવરણમાં પલટો; વાવાઝોદૂ અને કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે. બીજી બાજુએ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. તેમને ઉનાળુ પાકને લઈને ચિંતા છે. રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુજાનગઢ […]

Gujarat

પતંજલિની ભ્રામક જાહેરાત કેસની આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો

પતંજલિની ભ્રામક જાહેરાત કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો છે. પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે […]

Gujarat

એડીઆરની અરજી પર ૧૭ મેના રોજ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ અદાલત સુપ્રિમ કોર્ટ એડીઆરની અરજી પર ૧૭ મેના રોજ સુનાવણી કરશે. અરજીમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કા માટે મતદાનના ૪૮ કલાકની અંદર તેની વેબસાઇટ પર વોટિંગ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે, શુક્રવારે ૧૭ મેનાં રોજ લિસ્ટ […]