Gujarat

મોરા ફળિયા નજીક રસ્તા પર વન્યપ્રાણીઓ દેખાતાં સ્થાનિકોમાં ભય, પાંજરું મૂકવાની કાર્યવાહી શરૂ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના મોરા ફળિયા નજીક દીપડી તેના બચ્ચાઓ સાથે નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રસ્તાની બાજુમાં દીપડી અને તેના બચ્ચાઓ દેખાતાં વન વિભાગે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. અધિકારીઓએ આ વિસ્તારમાં પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દીપડી સાથે બે કરતાં વધુ બચ્ચાઓ હોવાનું […]

Gujarat

મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વરસાદથી ડેમની સપાટી 328 ફૂટ પહોંચી, રૂલ લેવલ 333 ફૂટ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત જળવાઈ રહી છે. ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં 40,137 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી માત્ર 800 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના હાથનુર ડેમમાંથી 19,529 […]

Gujarat

ખાવડા નજીક મધરાતે 3.7ની તિવ્રતાનો ભુકંપ, એક સપ્તાહમાં ચોથો આંચકો

કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન 5માં આવે છે અને અહીં તાજેતરમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે 12:11 મિનિટે ભુજના ખાવડાથી 40 કિલોમીટર દૂર 3.7ની તીવ્રતાનો મધ્યમ કક્ષાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. છેલ્લા એક સપ્તાહમાં આ ચોથો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર સિસમોલોજી રિસર્ચ સેન્ટરે આ આંચકાની પુષ્ટિ કરી છે. સ્થાનિક લોકોએ આ આંચકાની અનુભૂતિ […]

Gujarat

તૂટેલા લોખંડના ફાલકા સાથે ચાલકે વાહન ન રોક્યું, અકસ્માતનું જોખમ સર્જાયું

અંજાર જીઆઇડીસી રોડ પર બેફામ દોડતા ટ્રકથી અન્ય વાહન ચાલકો માટે ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રકની ટ્રોલી પાછળ લાગેલા ફાલકાની એક તરફની હુંક તૂટી જતાં લોખંડનું ફાલકું વાહનથી બહારની બાજુએ નીકળી આવ્યું હતું જોખમકારક રીતે લટકતા લોખંડના ફાલકા સાથે પણ ચાલકે ટ્રકને માર્ગની બાજુમાં થોભાવવાને બદલે ગતિશીલ રાખ્યું હતું. ધોરીમાર્ગ ઉપર આ રીતે દોડતા ટ્રકના […]

Gujarat

પાલીતાણામા આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના ના પ્રથમ સોમવારે સવારે ધજારોહ્ન્ તેમજ આરતી પૂજા કરવામાં આવી

પાલીતાણા ના બહારપરા વિસ્તાર મા આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિના ના પ્રથમ સોમવારે સવારે ધજારોહ્ન્ તેમજ આરતી પૂજા કરવામાં આવી હતી સાંજે ચંદ્રમોલેશ્વર મહાદેવ ની ભવ્ય આંગી શણગાર કરવામાં આવ્યો હતો આરતી માં બહોળી સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા.

Gujarat

જવાહર નવોદય વિધાલય અલીયાબાડા ખાતે “કેરિયર ફેર ૨૦૨૫”નું આયોજન કરાયું

વિધાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે માહિતી અપાઈ વિદ્યાર્થીમિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોથી અવગત કરાવવાના હેતુથી જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડા ખાતે “કેરિયર ફેઅર ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી સરોજ સાંડપા અને કાઉન્સિલર શ્રી ધ્રુવસિંહ જાડેજા, દરબાર ગોપાલદાસ શૈક્ષણિક […]

Gujarat

ભક્તોએ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

નખત્રાણા-કચ્છથી સાળંગપુરધામ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શનાર્થે મોટરસાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના ભક્તો મોટી સંખ્યામાં બાઈકર્સ સાથે તા.૨૮-૦૭-૨૦૨૫ને સોમવારના રોજ સાળંગપુરધામ પહોંચ્યા હતા. ભક્તોએ ધામધૂમથી શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે મંદિરના પૂજારી સ્વામી અને પ.પૂ.નારાયણ મુનિએ બાઈકર્સનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમણે સૌ ભક્તોને આશીર્વાદ પણ આપ્યા […]

Gujarat

પાણી ભરેલા અંડરપાસમાં ડ્રાઇવરે બસ ઉતારી દીધી, નર્સિંગ કોલેજના 40 છાત્રોના જીવ તાળવે ચોંટ્યા; બસને ક્રેઇનથી ખેંચવી પડી

મહેસાણા લાયન્સ હોસ્પિટલ સંચાલિત ડિસ્ટ્રિક્ટબેંક કોલેજ ઓફ નર્સિંગના 40 છાત્રો ભરેલી બસ સોમવારે સવારે રામોસણા અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે અંદર ઉતારી છાત્રોના જીવ જોખમમાં મૂક્યા હતા. કોલેજની બસ અંડરપાસમાં વચ્ચેના ભાગે પાણીમાં ફસાઇને બંધ પડતાં છાત્રો ગભરાઇ ગયા હતા. કોલેજની બસ પાણીમાં ફસાયાની જાણ થતાં જ કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્થળ પર દોડી આવી […]

Gujarat

પત્ની સાથેના ઝઘડા બાદ 25 વર્ષીય શૈલેન્દ્રસિંહે માલગાડી નીચે પડતું મૂક્યું

ગોંડલના સુરેશ્વર ફાટક અને ભોજપરા ગામ વચ્ચેના રેલ્વે ટ્રેક પર 25 વર્ષીય શૈલેન્દ્રસિંહ ઉર્ફે પંકજ મહેન્દ્રસિંહ રાજાવતે આત્મહત્યા કરી લીધી છે. ગત રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે યુવકે રાજકોટથી ગોંડલ જતી માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે […]

Gujarat

રૂ. 1632 કરોડના ખર્ચે ‘મોડેલ ટેમ્પલ ટાઉન’ બનશે; ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ કરાશે

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી ભવ્ય ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ કરવામાં આવશે, જે આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક નવી સુવિધાઓ પૂરી પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. […]