મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટ હ્યુસ્ટનથી ન્યુયોર્કમાં ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાથી તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ ૧૩૮૨ સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૩૦ વાગ્યે જ્યોર્જ […]
Author: JKJGS
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કેન્સર અટકાવવાના સંકલ્પ સાથે, મારો અંગુઠો કેન્સર પ્રતિરોધ માટે, જાગૃતતા અને આરોગ્ય માટે સમર્પિત તા. ચોથી ફેબ્રુઆરી ૨૦૨૫ના સાવરકુંડલા શહેરમાં આવેલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. કેન્સર એક ગંભીર પરંતુ યોગ્ય સારવાર અને સમયસર નિદાન દ્વારા નિયંત્રિત […]
સાવરકુંડલા રેલવે પરિવાર દ્વારા વસંત પંચમી પર્વ પર માઁ સરસ્વતી પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા રેલવે પરિવાર આયોજિત માઁ સરસ્વતી પૂજન સમારોહનું આયોજન ખૂબ જ ધામધૂમથી થયું. ૨૦૧૯ ની સાલથી સાવરકુંડલા ખાતે રહેતાં રેલવે પરિવારના સભ્યો દ્વારા એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ સરસ્વતી પૂજન સમારોહ યોજાય છે. પ્રતિ વર્ષ આ પર્વ પર શ્રી માતા રાની સરસ્વતી પૂજા સમિતિ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે […]
માંગરોળ સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ આયોજિત 25મોં સમુહલગ્નોત્સવ ઘામઘુમથી યોજાયો…
સાત યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા.. માંગરોળ માર્કેટિંગ યાર્ડના વિશાળ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ તથા સમુહ લગ્ન સમિતી દ્વારા આયોજિત 25માં સમૂહ લગ્ન મહોત્સવમાં સાત નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ અવસરે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો યુવાનો સહીત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. માંગરોળ સમસ્ત ક્ષત્રિય કારડિયા […]
જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. મળતી માહિતી મુજબ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોય તેમ છતાં પોલીસ […]
SVNITમાં રેગિંગ! બર્થ-ડે બોયને સાથી વિદ્યાર્થીએ પટ્ટા મારતા કહ્યું ‘રડ… બેસ…’ પણ કહેલું ન કરતા સતત મારતો જ રહ્યો, ડિરેક્ટરે કહ્યું ‘આ રેગિંગ નહીં, રમત
શહેરની SVNITમાં રેગિંગ જેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક વિદ્યાર્થીએ પોતાની જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતો દેખાય છે. મારતી વખતે સતત એવું બોલતો હતો કે, ‘રડ… રડ…’ જોકે, માર ખાનાર વિદ્યાર્થી જવાબ આપતો હતો કે, ‘નહીં રડું’ જેથી મારનારે કહ્યું કે ‘તો બેસી જા’ છતાં પણ વિદ્યાર્થી બેસ્યો ન […]
આસારામ આશ્રમની પાછળના ભાગે આવેલી ખાનગી જગ્યાના પ્લોટના વિવાદમાં AMCએ માર્કેશન કરી આપ્યું
અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમની પાછળના ભાગે નદીની તરફ આવેલી ખાનગી માલિકીની જગ્યામાં કોર્ટ કાર્યવાહી બાદ દબાણની જગ્યાનો કબજો લેવા માટે આજે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ફાઇનલ પ્લોટની જગ્યાનું માર્કેશન (ખૂંટ મારવા) માટે ગઈ હતી. આગામી દિવસોમાં આ જગ્યા પર ટીપી સ્કીમનો અમલ પણ કરવામાં આવી શકે છે. આ જગ્યાને […]
રોકાણકારોની મૂડી 6 લાખ કરોડ ઊંચકાઈ રૂ.425 લાખ કરોડ થઈ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે શેરબજાર પ્રભાવિત થઈ રહ્યું છે. ટ્રમ્પના નિર્ણયને કારણે સોમવારે બજાર ઘટ્યું હતું જ્યારે બીજા નિર્ણયમાં એક મહિના માટે મેક્સિકો અને કેનેડા પર લાદવામાં આવેલા ટેરિફને અટકાવી દીધું છે જેની અસરે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરમાર્કેટમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1397.07 પોઈન્ટ ઉછળીને 78583.81ની એક મહિનાની ટોચે પહોંચ્યો છે. […]
ધોળકામાં રહેતા શખ્સે 100 નંબર ડાયલ કરી લૂંટ થયાનું તરકટ રચ્યું
ધોળકા માં રહેતા શખ્સે 100 નંબર ડાયલ કરી તેનો દુર ઉપયોગ કરી પોતાની સાથે લુટ થયેલ છે તેવું તરકટ રચી ખોટી માહીતી આપી પોલીસને દોડતી કરી હતી. અંતે યુવકે ઓનલાઇન જુગારમાં પોતે રૂ.1.50 લાખ હારી જતાં લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબુલ્યું હતું. આથી ધોળકા પોલીસે લૂંટ જેવા ગંભીર ગુનાની ખોટી માહીતી પોલીસને આપેલ ઈસમને ઝડપી […]
હવે ગુજરાતમાં એક કાયદો; કમિટીની રચના, 45 દિવસમાં રિપોર્ટ, આદિવાસી બાકાત રહેશે
ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. ઉત્તરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બની જશે. આ માટે સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે. […]










