સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક હાજીપુર ગામ પાસે નેશનલ હાઈવે પર શુક્રવારે સવારે એક ડાલામાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ડાલાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. હિંમતનગર ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહેલા GJ-31-T-8580 નંબરના ડાલામાં કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, ત્યારબાદ આગ લાગી હતી. […]
India
પાવીજેતપુર નજીકથી ₹ ૧.૭૭ લાખનો ગાંજો ઝડપાયો
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પોલીસે ₹ 1.77 લાખથી વધુ કિંમતના ગાંજા સાથે મધ્યપ્રદેશના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. એમપી પાસિંગની એક ઈક્કો ગાડીમાંથી 17.787 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે પાવીજેતપુર ખાતે બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે, વસવા નાળા નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન […]
પાટણમાં દિવાળીને લઇ ટ્રાફિક નિવારવા મોટા વાહનો ડાયવર્ટ
દિવાળીના તહેવારોને કારણે પાટણ શહેરમાં ખરીદી માટે આવતા લોકોની ભીડ વધી છે, જેના પરિણામે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે પાટણ પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકી ટ્રાફિક નિયમન શરૂ કર્યું છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પાટણ આવી રહ્યા છે. આનાથી […]
ધ્રાંગધ્રા હાઇવે પર મળ્યો મેડિકલ વેસ્ટનો જથ્થો
ધ્રાંગધ્રા હાઇવે પર સોલડી ગામ નજીક બિનવારસી હાલતમાં મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કચરામાં હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રીનો સમાવેશ થાય છે. આ પ્રકારે મેડિકલ કચરાને જાહેરમાં ફેંકવો એ પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે અજાણ્યા હોસ્પિટલ સંચાલકો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું મનાય છે.સ્થાનિક તંત્રને […]
1 કિમી 700 મીટર એપ્રોચ રોડ, 300 મીટર સીસી રોડનું કામ શરૂ, 3 માસમાં પૂરુ કરાશે
પાટડી તાલુકાના નગવાડામાં 90 લાખના એપ્રોચ અને સીસી રોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 1 કિમી 700 મીટર એપ્રોચ રોડ અને 300 મીટર સીસી રોડનું કામ આજથી શરૂ થયું અને આગામી 3 મહિનામાં પૂરુ કરાશે. જેમાં દસાડા ધારાસભ્યના વરદ હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાટડી તાલુકાના […]
બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંવનનકાળને કારણે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના માટે બંધ રાખવામાં આવ્યા બાદ, હવે દિવાળી પહેલા તેને ખોલવામાં આવતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ અભયારણ્ય રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરનું નિવાસસ્થાન છે. હાલમાં, ટુંડી વેટલાઇન પાસેના માઉન્ટ પર હજારો […]
જલારામ જયંતી નિમિત્તે નોનવેજ વેચાણ બંધ રાખવા રજૂઆત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એનિમલ હેલ્પલાઈને કરી અપીલ
આગામી તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર) ના રોજ ઉજવનાર જલારામ જયંતી નિમિત્તે રાજ્યભરમાં કતલખાના, ઈંડા, માંસ અને મચ્છીનું વેચાણ બંધ રાખવા માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં કારતક સુદ-૭ ના દિવસે ‘જલારામ જયંતી’ પવિત્ર ભાવથી ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત પૂ.પૂ. શ્રી જલારામબાપાના […]
જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ, સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
રાજ્યના મંત્રીમંડળમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમના મત વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપા સંગઠન, નગરસેવકો અને કાર્યકરોમાં પણ આ પસંદગીને લઈને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું […]
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા ૧૦૮ સાઇલેન્સરોનો નાશ કરાયો
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એકશનમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો ને ધ્યાન રાખીને તેને સુચારુ રૂપથી પાલન થાય તે માટે મહત્વના પગલા લેવાયા હતા જેમાં, પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઇ સાઇલેન્સરવાળા વ્હીલર ડીટેઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે તમામ ૧૦૮ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને વિધિસર નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં બુલેટ સહિતના બાઈકોના સાઇલેન્સર […]
રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.
રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ. રાજકોટ શહેર તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજી GIDC બીટના એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી/જુગારની બદી દુર કરવા પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા […]