ઓલપાડ તાલુકાના સાયણ ગામે કરિયાણા દુકાનની આડમાં છૂટકમાં ગાંજાનું વેચાણ થતું હોવા સાથે જે દુકાનદારને ગાંજનો મોટો જથ્થો ડિલિવરી ડિલિવરી થવાના સમયે ઓલપાડ પોલીસે રેડ કરી બે આરોપીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ થતા પકડાયેલા આરોપી એ પોલીસને ડરાવવા પોતે ગળે છરી ફેરવી પણ નાટક કામ ન લાગ્યું.સાયણ […]
Gujarat
જામનગરનો શેરબ્રોકર સાયબર ફ્રોડ સાથે સંડોવાયો, ટેલિગ્રામ ટાસ્ક અને ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટની જાળમાં ફસાવી સુરતી યુવક પાસેથી 12 લાખ પડાવ્યા
ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી રૂ. 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનીકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી […]
ઉધના ત્રણ રસ્તાથી સર્વોત્તમ હોટલ સુધી 1 કિમીનો ફ્લાયઓવર બનશે
સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત-નવસારી રોડ પર ઉધનાના ખરવરનગર બ્રિજ ઉતરતાની સાથે જ હવે વધુ એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉધના ત્રણ રસ્તા જંકશનથી સર્વોત્તમ હોટલ જંકશન સુધી બનનારા આ બ્રિજ પાછળ અંદાજે 72.48 કરોડનો ખર્ચ […]
સહારા દરવાજા પાસેની સરદાર માર્કેટ નજીક ભીષણ આગ
સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે(28 જાન્યુઆરી) સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટની સામે આવેલા ફ્રુટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. પુઠ્ઠાના […]
જામનગર જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા અધિકારીની આગેવાનીમાં પુરૂષ પ્લાટુન
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાન ખાતે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.જ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા અધિકારીના નેતૃત્વમાં પુરુષ પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ અને પ્રશંસનીય પરેડ રજૂ કરવામાં આવી હતી, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં […]
રણજીતપરમાં ગેરકાયદે રેતી ખનન રોકવા જતાં હુમલો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો થયો હોવાનું પોલીસમાં નોંધાયું છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, રણજીતપર ગામના 33 વર્ષીય ખેડૂત રમેશભાઈ રણછોડભાઈ રાઠોડે જણાવ્યું કે, તેઓ અને તેમના ગામના ઉમેદભાઈ ગાંગાણી […]
પાટણમાં જિગ્નેશ મેવાણીનું પૂતળાદહન મોકૂફ, MLA કિરીટ પટેલના સમર્થકોએ જાહેરાત કરી
દેશ આખો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે આ પર્વ પૂર્વે વીર મેઘમાયા સાતમની ઉજવણી સમયે અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પિઠડિયાને માર મારવાની કોઈ ધમકીને પગલે વડગામના કોંગી ધારાસભ્યના નિવેદનથી બળતાંમાં ઘી ધોમાયું હતું. ત્યારબાદ સ્થાનિક પાટણના ધારાસભ્યએ પણ પ્રતિઆક્ષેપ કર્યા હતા. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી. જોકે, અનુસૂચિત […]
ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
રેલવે પ્રોટેક્શન ફોર્સ બોરીવલીની ટીમે 25 જાન્યુઆરીની રાત્રે અમૃતસર-મુંબઈથી ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસમાં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 2.19 કરોડથી વધુ કિંમતના કોકેઈન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે મિઝોરમના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકને સુરતમાંથી પકડાયેલી નાઈજિરિયન મહિલાએ ડ્રગ્સ આપ્યું હોવાની આશંકા છે. યુવકની બેગમાંથી કોકેઈન, મેથામ્ફેટામાઇન અને કોડીન કફ […]
કામરેજ ટોલ પ્લાઝા નજીક કબાડીના ગોડાઉનમાં આગ
સુરત જિલ્લામાં કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલા એક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં વાહનોના વિવિધ પાર્ટ્સ અને ગોડાઉન બહાર પાર્ક કરેલી 15થી વધુ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આસપાસના વિસ્તારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. […]
સુરત જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14.2°C નોંધાયું
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિયાળાની જમાવટ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14.2°C થી 16.2°C સુધી નોંધાયું છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ રહ્યું હતું, અને મહત્તમ તાપમાન 28.4°C સુધી પહોંચ્યું હતું. પવનની ગતિ સામાન્ય રહેતા […]










