ગુજરાતના ૭૨ તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧.૫૦ ઇંચ વરસાદ ખાબક્યો અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભવિત અસરને પગલે સર્જાયેલા ભારે પવન અને કરંટને કારણે દરિયો તોફાની બન્યો છે. આ તોફાની મોજાં વચ્ચે ઉના તાલુકાના નવાબંદરની એક માછીમારી બોટ ‘સુરજ સલામતિ’એ મધદરિયે જળસમાધિ લેતા અફરાતફરી મચી ગઈ હતી. જાેકે, સદનસીબે બોટમાં સવાર આઠેય ખલાસીઓને અન્ય બોટની મદદથી […]
Gujarat
સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા – આસોદર ખાતે ભવ્ય આયોજન
સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા – આસોદર ખાતે ભવ્ય આયોજન આજરોજ આસોદર કાર્યાલય ખાતે સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી. સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને એકતાના ભાવને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે આ સભામાં સમાજના આગેવાનો, પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તેમજ અનેક ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં અધ્યક્ષસ્થાને પટેલ […]
સોનાની ચમક સાથે ચાંદીની ઝળહળ, 6 મહિનામાં ગોલ્ડ બાર ઈમ્પોર્ટમાં 94% અને સિલ્વર બારમાં 115%નો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં અસ્થિરતા અને તહેવારની સીઝન પહેલાંની જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં વધી રહેલી ડિમાન્ડને કારણે છેલ્લા છ મહિનામાં સોનાની આયાતમાં આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 11,098 કરોડ રૂપિયાના ગોલ્ડ બાર ઈમ્પોર્ટ થયા હતા, જ્યારે વર્ષ 2025ના એપ્રિલથી […]
ગડુ પાસે પૂરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે એકાએક વળાંક લેતા અકસ્માત સર્જાયો, મહિલાનું ઘટનાસ્થળે જ મોત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી દેવળીયા પાસે આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહેલા એક પરિવાર પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. ગડુ ગામ નજીક એક સ્વીફ્ટ કારના બેદરકાર ચાલકે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વેરાવળના એક મહિલાનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે. વેરાવળના રહેવાસી કુનાલભાઈ મહેશભાઈ પાલ […]
રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદે વેચાણ, આખી ટોળકી પકડાઇ
લુપ્ત થઈ રહેલા વન્ય પ્રાણીઓની ગેરકાયદે લે-વેચ થવાની હોવાની બાતમી દિવ્ય ભાસ્કરને મળી હતી. જેને લઈને દિવ્ય ભાસ્કર, રાજકોટ એસઓજી અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટ તેમજ ગીર પંથકમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખૂબ જ દુલર્ભ ગણાતા પેંગોલિન પ્રજાતિનું પ્રાણી 22 કરોડ રૂપિયામાં વેચાય તે પહેલાં જ મુક્ત […]
બાળકોને સ્વીકારવા પિતાનો ઇન્કાર, અભયમે કરાવ્યું સમાધાન
અમદાવાદ ગ્રામ્યના એક વિસ્તારમાંથી એક બહેને 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગી હતી. તેમણે જણાવ્યું કે, તેમના ભાઈના ત્રણ વર્ષની દીકરી અને સાત વર્ષનો દીકરો અત્યાર સુધી તેમની પાસે રહેતા હતા. પરંતુ હવે તેમના ભાઈ, જે બાળકોના પિતા છે, તે બાળકોને લેવાનો અને તેમની જવાબદારી ઉઠાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. કોલ […]
મ્યુનિ.ને એજન્સીઓ પાસેથી 15 કરોડ લેવાના બાકી છે ત્યારે ભાડું ન વસૂલવા કેન્દ્રનો પરિપત્ર
શહેરમાં અનેક એજન્સીઓ પાસે મ્યુનિ.ને ભાડા પેટે 15 કરોડથી વધારેની રકમ લેવાની નીકળે છે. જોકે આ એજન્સીઓ પાસે આ લેણી રકમ ભરાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો નથી. જ્યાં સામાન્ય નાગરિકોને સામાન્ય ટેક્સની રકમ બાકી હોય તો પણ સીલિંગ કરતું મ્યુનિ. તંત્ર આવા મોટા એકમો સામે કોઈ પગલાં ભરતું નથી. કેબલ અને પાઇપલાઇન […]
ભાવનગર-મહુવામાં રાત્રે કમોસમી વરસાદ
ભાવનગર અને મહુવા શહેરમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ માવઠાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે આ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. દિવસભર અસહ્ય ગરમી બાદ […]
કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં પ્રેમ સંબંધની દાઝમાં બે જૂથ વચ્ચે
ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં પ્રેમ લગ્નની દાઝ રાખીને બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે, જેમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. પ્રેમ સંબંધની દાઝમાં બે જૂથ વચ્ચે મારામારી આ બનાવ અંગે પ્રથમ પક્ષે વીડિયોગ્રાફર ભાવેશ સોલંકીની ફરિયાદ નોંધાવી હતી કે, કુંભારવાડા નારી રોડ, ગીરનાર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય વીડિયોગ્રાફર ભાવેશ કૌશીકભાઈ […]
SP ડો. રવિ મોહન સૈનીનું શહેર-જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગ
દિવાળીના તહેવાર બાદ જામનગર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન સઘન પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન મેગા કોમ્બિંગ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઇવ અને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા […]










