Gujarat

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ‘નમો મૈત્રી ગોષ્ઠી’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં, પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરણા આપી હતી. મંત્રીએ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહએ પોલેન્ડના બાળકોને આશ્રય આપીને સ્થાપેલા માનવતાના ઉદાહરણને યાદ કર્યું. તેમણે યુવા ડોકટરોને કરુણા અને સેવાભાવ અપનાવવા […]

Gujarat

જામનગરમાં વધુ એક બુટલેગર સામે પાસા કાર્યવાહી

જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા કાયાભાઈ કરશનભાઈ સાખરાને પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા છે. રાજકોટ રેન્જના આઈજીપી નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી […]

Gujarat

જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના સચાણા અને સરમતભુંગા ગામની શાળાઓમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિ, સુરક્ષા અને શિષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ દ્વારા જનસંપર્ક મજબૂત બનાવવાનો હતો. ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષા માટે કાર્યરત મરીન ટાસ્ક ફોર્સ સ્થાનિક લોકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો વિકસાવવા […]

Gujarat

સરદાર સરોવર ડેમ 57% ભરાયો – સપાટી 126.78 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. હાલ ડેમ 126.78 મીટરની સપાટી પર પહોંચ્યો છે અને તે 57 ટકા ભરાયેલો છે. રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે 16,619 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વરસાદની અછત વચ્ચે, ગુજરાત સરકાર દ્વારા નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે કેવડિયાથી કચ્છ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં […]

Gujarat

વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની જેલ

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે. MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની […]

Gujarat

કલેક્ટરે ગીર સોમનાથમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ગીરસોમનાથ જિલ્લામાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સરળ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકોમાં સંચારી રોગ સંકલન સમિતિ, માતા-બાળ મૃત્યુ સમીક્ષા, ગવર્નિંગ બોડી કમિટી અને ઈમ્યુનાઈઝેશન ટાસ્કફોર્સ સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેસ હોય ત્યાં તાત્કાલિક […]

Gujarat

ગીર જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ – સિંહોના સંવનન કાળને કારણે 15 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી

ગીર જંગલમાં વસવાટ કરતી એશિયાટિક સિંહ પ્રજાતિ અને વૈવિધ્યપૂર્ણ વન્ય સૃષ્ટિને નિહાળવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. વન વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ગીર જંગલ સફારી પાર્કના ટુરિઝમ ઝોનના દ્વાર આગામી 15 ઓક્ટોબર સુધી એટલે કે 4 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસાની ઋતુ એ સિંહો માટે સંવનન કાળ (મેટીંગ […]

Gujarat

વેરાવળની જીવાદોરી સમાન હિરણ- 2 ડેમમાં હવે 18.79 ટકા જ પાણીનો જથ્થો

ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ અને આસપાસના પંથકને પીવાનું પાણી પૂરું પાડતા હિરણ – 2 ડેમમાં ગત વર્ષની સાપેક્ષે 9 ટકાથી વધુ ઓછો જથ્થો ઉપલબ્ધ છે.જેથી આગામી માસ સુધી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર જો વરસાદ ખેચાઇ તો આગામી માસમાં ઔદ્યોગિક એકમોને અપાતા પાણી પર કાપ મૂકવાની ફરજ પડી શકે છે. […]

Gujarat

ઉના નગરપાલિકા પ્રમુખની હાજરીમાં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

આજ રોજ શ્રી રાધા કૃષ્ણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉના નગરપાલિકાના પ્રમુખ હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ, કુલદીપસિંહ ડોડિયા સાહેબ, શાસક પક્ષના નેતા અશ્વિનભાઈ રાજુભાઈ ડાભી અને નગરપાલિકા સદસ્ય ગિરીશભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય […]

Gujarat

ગોધરાના છબનપુરમાં કુવામાં પડતા 20 વર્ષીય યુવકનું મોત

ગોધરા તાલુકાના છબનપુર ગામે મોડી રાત્રે એક દુર્ઘટનામાં 20 વર્ષીય યુવકનું કુવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતક યુવકની ઓળખ દેવરાજ મોહનભાઈ સંગાડા તરીકે થઈ છે. મોડી રાત્રે યુવક કોઈ અગમ્ય કારણોસર કુવામાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની […]