Gujarat

ઉનાઈથી વાંસદા સુધીના ખખડધજ રસ્તાને‎લઈ દિવાળીની રજામાં પ્રવાસીઓ ત્રાહિમામ‎

વાંસદા ઉનાઈથી પસાર થતો વાપી-શામળાજી હાઇવેની છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાને લઈ પ્રજા અને અહીંથી પસાર થતા પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું હોય પ્રવાસીઓનો મોટાપાયે ઘસારો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે, વેકેશન દરમિયાન આજ એકમાત્ર રસ્તા પરથી પ્રવાસીઓ ડાંગ, શેરડી તેમજ અનેક પર્યટક સ્થળો પર […]

Gujarat

ચોમાસાની બદલાયેલી પેટર્નથી ખેડૂતોની મુશ્કેલી વધી

નવસારી જિલ્લામાં ચોમાસાની બદલાયેલી પેટર્નને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. કાપણી સમયે અણધાર્યા વરસાદથી ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પીનાકિનભાઈએ આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. છેલ્લા એક દાયકાથી ચોમાસાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. અનિયમિત ચોમાસાને કારણે ખેડૂતોને પાછળથી […]

Gujarat

ખેડૂત મિત્રો ખેતીમાં *બીજ* એ જ અગત્યની પાયાની બાબત છે.બીજ સારું તો પાક સારો. પ્રાકૃતિક ખેતીમાં *દેશી બીજ* નો જ ઉપયોગ કરવો.

*દેશી બીજ લેખ લાંબો છે પણ અગત્યનો છે.🐂🌿* 🦚 *પ્રાકૃતિક ખેતી* (નેચરલ ફાર્મિંગ)(Natural Farming) ખેડૂત મિત્રો ખેતીમાં *બીજ* એ જ અગત્યની પાયાની બાબત છે.બીજ સારું તો પાક સારો. પ્રાકૃતિક ખેતીમાં *દેશી બીજ* નો જ ઉપયોગ કરવો. *બીજ ના પ્રકાર* Nuclear Seed(ન્યુક્લીયર સીડ) Breeder Seed(બ્રીડર સીડ) Foundation Seed(ફાઉન્ડેશન સીડ) Registered Seed(રજીસ્ટર્ડ સીડ) Certified Seed(સર્ટિફાઇડ સીડ) Labelled […]

Gujarat

રાધનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ : હાઇવે પર યુવક પર ચાર શખ્સોનો હુમલો

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ : હાઇવે પર યુવક પર ચાર શખ્સોનો હુમલો *સરદારપુરા નજીક ઇન્સ્ટાગ્રામ ની રીલ વીડિયો બનાવવા શ્રમિકને ઢોર માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ* *પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી, વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયાનો ખુલાસો* પાટણ જિલ્લાનો રાધનપુર તાલુકો ફરી એકવાર […]

Gujarat

મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનનો પત્તો નહીં – 19 કલાકથી SDRF અને ફાયર ટીમ દ્વારા શોધખોળ ચાલુ

મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનોનો 19 કલાક પછી પણ કોઈ પત્તો લાગ્યો નથી. ગઈકાલે બપોરે રેલવે બ્રિજ પરથી નદીમાં પડતું મૂક્યા બાદથી SDRF અને ફાયર વિભાગની ટીમો દ્વારા તેમની શોધખોળ ચાલુ છે. પરિવારજનો ચિંતિત છે. આ ઘટના ગઈકાલે બપોરે આશરે 2:45 વાગ્યે મોરબીના પાડાપુલ નજીક આવેલા રેલવે બ્રિજ પર બની હતી. બે યુવાનોએ મચ્છુ […]

Gujarat

ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

ઊંઝા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહીને પગલે મોસમમાં આવેલા આ પલટાને કારણે વહેલી સવારથી જ ઊંઝા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આ અણધાર્યા […]

Gujarat

જેસલમેરથી સાબરમતી જતી ટ્રેનમાં પરિવાર સુઈ ગયો ને તસ્કરોએ તરખાટ મચાવ્યો

કલોલનો પરિવાર જેસલમેરથી સાબરમતી ટ્રેનમાં બેસી પોતાના ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન પરિવારના સભ્યોએ ચાર મોબાઈલ એક બેગમાં મુક્યા હતાં.આ દરમિયાન પરિવારના સભ્યો સુઈ ગયા હતા એ સમયે આ તકનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ બેગ ચોરી કરી ફરાર થયા હતા.સમગ્ર ઘટના અંગે મહેસાણા રેલવે પોલીસ મથકમાં ચાર મોબાઈલ અને બેગ ચોરી અંગે ફરિયાદ નોંધાવી […]

Gujarat

ઘર માલિકે 34.50 લાખની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાવી, પકડાયેલા આરોપી પાસેથી 1.70 લાખનો જ મુદ્દામાલ મળ્યો

ગાંધીનગરમાં દિવાળીને રાતે પીંડારડામાં બંધ મકાનમાં ત્રાટકી ત્રણ કલાકમાં રૂ.23.94 લાખના દાગીના, 10 લાખ રોકડા સહિત કુલ રૂ.34.50 લાખની ઘરફોડ ચોરી થયાનો ઘર માલિકે દાવો કરીને ફરિયાદ આપતા પેથાપુર પોલીસે ગુનો પણ દાખલ કરી નાખ્યો હતો. જોકે આ ચોરી મામલે પોલીસે રીઢા ઘરફોડીયાને ઝડપી પાડતા વાસ્તવમાં તેણે કુલ રૂ.1.77 લાખની મત્તાની જ ચોરી કરી હોવાનું […]

Gujarat

વનકર્મીએ કાર રોકી મોબાઈલ તપાસતા ઘટસ્ફોટ; સિંહ પાછળ કાર દોડાવી, પથ્થર માર્યા અને સિંહ બાળની સતામણીના વીડિયો મળ્યાં

ગીર જંગલની નજીક આવેલા ઉના-ગીરગઢડા પંથકમાં સિંહ દર્શન સામાન્ય બાબત છે. દરમિયાન સિંહની પજવણીના કિસ્સાઓ પણ સામે આવે છે. ગત 21 ઓક્ટોબરે બાબરીયા રેન્જમાં એક કાર શંકાસ્પદ રીતે ધીમી ગતિએ પસાર થતી હતી. ફરજ પરના વન કર્મચારીએ કાર રોકાવીને પૂછપરછ કરતાં તેમાં સવાર ત્રણ યુવકોની વાતોમાં શંકા જતાં તેમના મોબાઈલ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં […]

Gujarat

ગીર-ગઢડામાં 8 સિંહના પરિવારે રોડ બ્લોક કર્યો

ગીર અને ગીર ગઢડા પંથકમાં સિંહોના રાત્રી પેટ્રોલિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે, ત્યારે વધુ એક અદ્ભુત અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે. ગીર ગઢડાના ઉમેદપરા ગામથી કોડીનારના આલિદર ગામ તરફ જતાં સૂમસામ રસ્તા પર એકસાથે 8 સભ્યનો સિંહપરિવાર નીકળતાં રોડ બ્લોક થયો હતો, જેના પગલે વાહનચાલકો થંભી ગયા હતા. પ્રવાસીઓ માટે સિંહણ-પાઠડાનો અદ્ભુત નજારો […]