National

સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશન પર કહ્યું- તેમાં જોખમ છે, કોઈ પણ ક્યારેય પણ અલગ થઈ શકે છે

સુપ્રીમ કોર્ટે સોમવારે મહિલાની અરજી પર સુનાવણી કરતા પૂછ્યું કે જ્યારે સંબંધ સહમતિથી હતો તો ગુનાનો સવાલ ક્યાં ઊભો થાય છે. મહિલા આરોપી સાથે 15 વર્ષ લિવ-ઇન રિલેશનમાં રહી હતી અને તેને એક બાળક પણ છે. આ મામલો મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે આદેશને પડકારવા સાથે સંબંધિત છે, જેમાં મહિલાના પૂર્વ લિવ-ઇન પાર્ટનર વિરુદ્ધ નોંધાયેલી FIR રદ […]

National

માલીના રક્ષામંત્રી સાદિયોનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ

માલીના સંરક્ષણ પ્રધાન સાદિયો કામરાનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું. શનિવારે રાજધાની બમાકોથી લગભગ 15 કિમી દૂર કાટી શહેરમાં તેમના ઘર પર આત્મઘાતી કાર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં સાદિયોની બીજી પત્ની અને બે પૌત્રો પણ માર્યા ગયા. આ માહિતી તેમના પરિવાર અને અધિકારીઓએ આપી. એક સંબંધીએ રોઇટર્સને તેમના મૃત્યુની પુષ્ટિ કરી, જ્યારે તેમના સાળાએ ફેસબુક પોસ્ટમાં […]

National

મન કી બાતનો 133મો એપિસોડ

પીએમ મોદીએ રવિવારે પ્રસારિત ‘મન કી બાત’ના 133મા એપિસોડમાં વસ્તી ગણતરીનો ઉલ્લેખ કર્યો. પીએમએ કહ્યું- આપણા દેશમાં આ સમયે એક ખૂબ જ મહત્વપૂર્ણ અભિયાન ચાલી રહ્યું છે, જેના વિશે દરેક ભારતીયને જાણકારી હોવી જરૂરી છે. આ છે વસ્તી ગણતરીનું અભિયાન, આ દુનિયાની સૌથી મોટી વસ્તી ગણતરી છે. જે સાથીઓ પહેલાથી આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયા […]

National

ઓલ વેધર ટેકનોલોજીથી સજ્જ હશે જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન

રેલવેએ જમ્મુ-કાશ્મીરના બર્ફીલા અને ઠંડા હવામાન માટે ખાસ ડિઝાઇન કરાયેલી વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે, જે 30 એપ્રિલથી જમ્મુથી શ્રીનગર સુધી દોડશે. આ માત્ર 6 કલાકમાં આ પ્રવાસ પૂર્ણ કરશે. ખાસ વંદે ભારત ટ્રેનમાં સિગ્નેચર સેમી-હાઈ-સ્પીડ જાળવી રાખવામાં આવશે. તેમાં પ્રથમ વખત એવી વિન્ટરાઇઝેશન (શિયાળુ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને માઇનસ ડિગ્રી […]

National

તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા

તેલંગાણા જાગૃતિના પ્રમુખ અને ભૂતપૂર્વ સંસદસભ્ય કાલવકુંતલા કવિતાએ શનિવારે એક નવી રાજકીય પાર્ટી, “તેલંગાણા રાષ્ટ્ર સેના” ની શરૂઆત કરી અને પાંચ મુદ્દાનો રાજકીય એજન્ડા પણ જાહેર કર્યો. હૈદરાબાદની બહાર મેડચલ ખાતે એક ખાનગી કન્વેન્શન સેન્ટરમાં એક વિશાળ સભાને સંબોધતા, કવિતાએ કહ્યું કે તેલંગાણા રાષ્ટ્ર સેનાની રચનાનો હેતુ “સામાજિક તેલંગાણા” (સામાજિક ન્યાય સાથે તેલંગાણા) ની સ્થાપના […]

National

રામ માધવની ટિપ્પણી પર રાહુલ ગાંધીએ RSSને ‘રાષ્ટ્રીય શરણાગતિ સંઘ‘ ગણાવ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રશિયન તેલ આયાત પર RSS નેતા રામ માધવની તાજેતરની “તથ્યપૂર્ણ રીતે ખોટી” ટિપ્પણીઓ બદલ તેમની ટીકા કરી હતી, તેમને સંઘના “સાચા સ્વભાવ”નું પ્રતિબિંબ ગણાવ્યું હતું. ગાંધીએ સંઘ પર “શરણાગતિ સંઘ” હોવાનો આરોપ લગાવ્યો હતો અને સંગઠનને “ફરઝી” ગણાવ્યું હતું. “રાષ્ટ્રીય શરણાગતિ સંઘ. નાગપુરમાં ફરઝી રાષ્ટ્રવાદ. યુએસએમાં શુદ્ધ ગુલામી. રામ માધવે ફક્ત […]

National

ભાજપમાં જાેડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ ૨‘ નો કટાક્ષ કર્યો

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ છ અન્ય સાંસદો સાથે ભાજપમાં ભળી ગયા બાદ છછઁ નેતા અરવિંદ કેજરીવાલ પર પહેલો હુમલો કર્યો છે. તેમણે કેજરીવાલ સામે ભાજપના ‘શીશ મહેલ ૨‘ના આરોપનું સમર્થન કર્યું અને કહ્યું કે છછઁએ આત્મનિરીક્ષણ કરવું જાેઈએ. રાઘવ ચઢ્ઢાએ એમ પણ કહ્યું કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન, જેને ભાજપ દ્વારા અગાઉ ‘શીશ મહેલ‘ તરીકે […]

National

CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, વિપક્ષી પક્ષોએ રાજ્યસભામાં એક નવી નોટિસ રજૂ કરી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે પ્રસ્તાવ લાવવાની માંગ કરવામાં આવી હતી, સૂત્રોએ જણાવ્યું હતું. કુમારના “સાબિત ગેરવર્તણૂક” પર વિપક્ષના નવા આરોપોમાં “આદર્શ આચારસંહિતાના અમલમાં સતત પક્ષપાતી અસમપ્રમાણતા”નો સમાવેશ થાય છે, જેમાં ૧૮ એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “રાષ્ટ્રને સંબોધન” સામેની […]

National

‘અરવિંદ કેજરીવાલે મને પોતાના ઘરમાં ગુંડા દ્વારા માર માર્યો હતો‘: સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલે એક મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે, તે ભાજપમાં જાેડાઈ છે, કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ કારણ કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખે છે. આમ આદમી પાર્ટીને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેમના અને રાઘવ ચઢ્ઢા સહિત તેના સાત રાજ્યસભા સાંસદો રાજીનામું આપીને ભગવા પક્ષમાં જાેડાયા હતા. પોતાના ર્નિણય […]

National

બીકાજીના ઝ્રસ્ડ્ઢ શિવરતન અગ્રવાલના અંતિમ સંસ્કાર

બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના સીએમડી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ શિવરતન અગ્રવાલ (૭૪)ના (શુક્રવારે) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના એકમાત્ર પુત્ર દીપક અગ્રવાલે મુખાગ્નિ આપી બિકાનેરના સતીમાતા મંદિર પાસે અગ્રવાલ સમાજના સ્મશાન ઘાટમાં લગભગ ૫ ક્વિન્ટલ ચંદનની લાકડીઓની ચિતા બનાવવામાં આવી હતી.આ પહેલા અંતિમ યાત્રા સાર્દુલગંજ સ્થિત શિવરતન અગ્રવાલના નિવાસસ્થાનેથી નીકળી. આ દરમિયાન ‘ફન્ના બાબુ અમર રહો‘ના નારા […]