Gujarat

કેન્દ્ર સરકાર ના ગાઈડલાઈન મુજબ રાજ્યમાં નાની દુકાનો ખોલવા છુટછાટ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય.*

*કેન્દ્ર સરકાર ના ગાઈડલાઈન મુજબ રાજ્યમાં નાની દુકાનો ખોલવા છુટછાટ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય.*

*રાજકોટ શહેર તા.રપ.૪.૨૦૨૦ ના માર્ચથી શરૂ થયેલ લોકડાઉનના કારણ બંધ રહેલ વેપાર-રોજગાર પૂન. ધબકતા કરવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તે મુજબ આવતી કાલથી ઠંડા-પીણા, પાન-મસાલા, હેર કટીંગ સલૂન જેવા મર્યાદિત પ્રકારના ધંધાઓ સિવાય તમામ પ્રકારના ધંધાઓ શરતે શરૂ કરી શકાશે. મહામારીથી ધબ્બ થઇ ગયેલા ધંધા-રોજગારને ફરીથી ધબકતા કરવા સરકારનો આ નિર્ણય મહત્વનો સાબિત થશે. ગુજરાતના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને લાગુ પડતો આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકારો સમક્ષ જાહેર કર્યા મુજબ મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની સરકારે જાહેર કરેલી તમામ પ્રકારના ધંધાઓની દુકાનો આવતીકાલથી રાબેતા મુજબ સરકારની ગાઇડલાઇન મુજબ શરૂ કરી શકાશે. દુકાનદારે ઘરે થી દુકાને જવા આવવા માટે અલગ પાસ કાઢવવાની જરૂર નથી. તેનો ગુમાસ્તાધારાનો પુરાવો(શોપ લાયસન્સ) જ તેનો પાસ ગણાશે. ધંધો ચાલુ કરવા માટે અન્ય કોઇ કચેરીની મંજુરી લેવાની રહેશે નહીં. આઇટી અને આઇટી સાથે સંકળાયેલ વ્યવસાય કોરોનાની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારની બહાર હોય તો તે શરૂ કરવા મંજુર અપાય છે. રાજયમાં લોકડાઉન વખતથી જ કરીયાણા, દૂધ, શાકભાજી, મેડીકલ વિગેરે ચાલુ રાખવાની છુટ અપાયેલ, થોડા દિવસ પહેલા મહાનગરો સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો ચાલુ કરવા માટે છુટ આપવામાં આવી હતી. આજે રાજય સરકારે ઠંઠા-પીણા, પાન-મસાલા, હેરકટીંગ અમુક ધંધાઓને બાદ કરતા બાકીના તમામ ધંધાઓ માટે મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની દુકાનો શરૂ કરવા છુટ આપી છે. રેડ ઝોનમાં કોઇ કામકાજ થઇ શકશે નહીં. નાના-મોટા દુકાનદારોએ સોશિયલ ડિસન્ટ જાળવવુ પડશે. માસ્ક અને મર્યાદિત સ્ટાફનો નિયમ પણ પાળવો પડશે. લગભગ ૧ મહિના પછી કાલે મોટાભાગના ધંધાઓ શરૂ થશે. કાલે રવિવાર હોવાથી બજારો સોમવારથી ધમધમતી દેખાશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200425-WA0691.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *