– જામનગરમાં જીલ્લા કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પરથી મફત અનાજ વિતરણ શરૂ……
લોકેશન :- ગ્રામીણ વિસ્તાર , તાલુકા :- કાલાવડ , જીલ્લો :- જામનગર
– જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પર આજે મફત રાશન વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ. અને મોટાભાગની દુકાનોની બહાર એક એક મીટરનું અંતર રખાવી વ્યવસ્થા ગોઠવી હતી.
:- જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પર આજે મફત રાશન વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ. કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જારી કરાયું છે ત્યારે રાજ્ય સરકારે વિનામૂલ્યે રાશન વિતરણ કરવાની શરૂઆત કરતાંની સાથે કાર્ડધારકો મોટી સંખ્યામાં રાશનનો જથ્થો લેવા માટે ઊમટી પડતાં 144ની કલમ સાથે કોરોનાને ફેલાતો અટકાવવા માટે 1-1 મીટરનું અંતર જાળવવા સહિતની સોશ્યલ ડીસ્ટન્સનું પાલન જોવા મળ્યું હતું. કાલાવડ ના મામલતદાર ની દેખરેખ હેઠળ રેશનિંગની દુકાનો પર તલાટી, આગેવાન, પોલીસ સહિતના ત્રણ સદસ્યોની ટીમ તેમજ પોલીસ હોમગાર્ડના જવાનોના બંદોબસ્ત વચ્ચે એક એક મીટરના’ અંતરે બનાવવામાં આવેલા માર્કિંગ સ્થાન પર રેશનકાર્ડ ધારકો જથ્થો લેવા માટે લાઇનબદ્ધ ઊભા હતા. કાલાવડ તાલુકામાં ( એ.પી.એલ એન એસ. એફ્) તેમજ બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકો તમામને અનાજ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે . આમ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા અગત્યના નિર્ણયથી ગરીબ લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો…
ટીકર :- જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પર આજે મફત રાશન વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ , અને મોટાભાગની દુકાનોની બહાર એક એક મીટરનું અંતર રખાવી વ્યવસ્થા ગોઠવી હતી.
બાઈટ :- ત્રિવેદીભાઈ ( તલાટી મંત્રી )
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા કાલાવડ