_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ક્રાઇમબ્રાન્ચ પી.આઈ. આર.સી.કાનામીયા, પીએસઆઇ આર.કે.ગોહિલ, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, સાહિલભાઈ, ડાયાભાઇ, અશોકભાઈ, કમલેશભાઈ, દેવાભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમિયાન સુખનાથ ચોક ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે શાકભાજી તથા ફ્રૂટની લારીઓમાં યોગ્ય અંતર રખાવી, ગોઠવણ કરાવી દીધેલ સાથસાથે શાકમાર્કેટ ભરાય છે ત્યાં ગંદકી વધારે હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને તાત્કાલિક બોલાવી, કોર્પોરેશનના સ્ટાફ દ્વારા પણ કચરો તત્કાલિક ઉપાડી, સમગ્ર શાક માર્કેટ સેનેટાઈઝ કરી દીધેલ હતા. *જૂનાગઢ પોલીસ દ્વારા સુખનાથ ચોક ખાતે શાક માર્કેટમા સોશિયલ ડિસ્ટનસિંગ ની સાથે સાથે શાકમાર્કેટમાં ગંદકી દૂર કરાવી, સેનેટાઈઝ કરાવતા, માર્કેટ ના વેપારીઓ તથા વિતારના લોકો જૂનાગઢ પોલીસની અલગ પ્રકારની સેવાથી પ્રભાવિત થઈ ગયેલ હતા. તેઓએ તથા આગેવાનોએ જૂનાગઢ પોલીસને કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત* કર્યો હતો…_
_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_