તા..૨-૪-૨૦૨૦
અહેવાલ…આશિફ ખોરમ
મોરબીમા કોરોનાની મહામારી વચ્ચે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજની સાથે સેવાકીય પ્રવૃતિઓઓ કરી માનવતા મહેકાવી રહયા છે
ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનો દ્રારા લોકડાઉનમા અબોલ પશુઓ અને ગરીબોની સેવા કરી રહયા છે
મોરબીમા હાલે કોરોના વાઈરસની મહામારી વચ્ચે ઠેર ઠેર ટ્રાફિક પોંઈન્ટ પર ટ્રાફીક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો જીવના જોખમે લોકડાઉનની પરિસ્થિતીમા પોતાની ફરજ બજાવી રહયા છે ત્યારે હાલે લોકડાઉનમા તમામ વેપાર ધંધા દુકાનો બંધ હોવાથી શ્ર્વાન ગાયો જેવા અબોલ પશુઓને પેટ ભરવાના સાસા પડયા છે ત્યારે મોરબી જુના એસ.ટી સ્ટેન્ડ ગાંધીચોક વીસીફાટક સહીતના ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનો આવા કપરા સમયે અબોલ પશુઓને બિસકીટ લાડવા ગાંઠીયા જેવો નાસ્તો ખવડાવી માનવતા મહેકાવી રહયા છે તેમજ મોરબીના ગાંધીચોકમા સીવીલ હોસ્પીટલના દર્દીઓને જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ફ્રી ટીફીન વિતરણમા લોકડાઉન અને ૧૪૪ કલમનો ભંગ ન થાય તેના માટે ટ્રાફિક જમાદાર વનરાજસિંહ રાણા ખડેપગે રહી ટીફીન વિતરણ વ્યવસ્થા કરાવી રહયા છે ત્યારે કોરોનાની મહામારીમા પણ પોલીસ અને ટી.આર.બી જવાનો પોતાની તટસ્થ ફરજની સાથે સાથે માનવતા પણ મહેકાવી રહયા છે તેવા દ્રશ્યો ઠેર ઠેર ટ્રાફિક પોઈન્ટ પર જોવા મળી રહયા છે.