ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણ નગરમાં રહેતા અને ઇન્ટરનેશનલ લેવલે સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવાન ગતરોજ દુબઇ થી પુના પહોંચ્યા બાદ આજે ગોંડલ તેના ઘરે પહોંચતા તેઓને તેની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે નીકળ્યા હતા પુના થી ગોંડલ આવ્યા દરમિયાન તેઓ પરિવારના ૧૦ થી ૧૨ સભ્યોને મળ્યા હોવાનું જણાવ્યું હતું. અને તેઓ પોતાના ભાઈ ભાભી સાથે રહે છે અને એક માસથી કામકાજ માટે દુબઇ રહ્યા હતા બનાવની જાણ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુને થતા તેઓ મેડિકલની ટીમને લઈ યુવાનના ઘરે રામકૃષ્ણ નગર માં તપાસ અર્થે પહોંચ્યા હતા પરંતુ તે દરમિયાન યુવાન સારવાર લેવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે જવા નીકળી ગયા હતા.