Gujarat

ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાના સદ્દગત પુત્ર ડૉ. પ્રશાંતની પૂણ્યતિથિએ ગરીબોને ૧૪ દિવસ વિના મૂલ્યે સારવાર – દવા સુવિધા

 

ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાના સદ્દગત પુત્ર ડૉ. પ્રશાંતની પૂણ્યતિથિએ ગરીબોને ૧૪ દિવસ વિના મૂલ્યે સારવાર – દવા સુવિધા

“કોરોના” અને લોક ડાઉન વચ્ચે ગરીબો દર્દીઓ માટે ચિંતા સેવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં ૧૨ વર્ષ પહેલાં અકસ્માતે અવસાન થતાં તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા માનવ સેવાના અનેક કાર્યો કરીને

લોક હ્રદયમાં ડૉ. પ્રશાંતની સ્મૃતિ જાળવીને અનેકને પ્રેરણા આપી રહ્યા છે. પ્રતિ વર્ષ મોરબી ખાતે ડૉ. પ્રશાંતની સ્મૃતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજીને જુદા – જુદા વિભાગના નિષ્ણાંત ડોક્ટરોની સેવા ગરીબ લોકો માટે ખાસ ઉપલબ્ધ કરાવી વિના મૂલ્યે નિદાન – સારવાર – દવા આપવામાં આવતી હોય છે.

ડૉ. પ્રશાંત મેરજાની તા. ૧૯ / ૦૪ / ૨૦૨૦ ની ૧૨ મી પુણ્ય તિથિએ “કોરોના” ના લીધે લોક ડાઉન જાળવવું જરૂરી હોય મેડીકલ કેમ્પ કરવો શક્ય કે હિતાવહ જણાતો ન હોય ગરીબ દર્દીઓને તા. ૧૯ /૦૪ /૨૦૨૦ થી તા. ૦૨/૦૫/૨૦૨૦ સુધી એટલે કે ડૉ. પ્રશાંતની પૂણ્ય તિથિથી ૨- મે જન્મદિન સુધી ૧૪ દિવસ દિવસ જરૂરિયાત મંદોને ડૉ. ભાવિન ગામી, સંજીવની હોસ્પિટલ, ક્રિષ્ના હૉસ્પિટલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન જરૂરી નિદાન – સારવાર અને દવાની સુવિધા વિના મૂલ્યે મળી રહેશે.

તો ગરીબ દર્દીઓએ આ સેવા યજ્ઞનો લાભ લેવા ” સંજીવની હોસ્પિટલ” નો સંપર્ક સાધવા ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયું છે.

આમ, “કોરોના” અને લોક ડાઉન વચ્ચે ગરીબ દર્દીઓને મેડીકલની વિના મૂલ્યે સુવિધા મળે તેની ચિંતા ધારાસભ્યએ સેવી છે

રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી

IMG-20200418-WA0685.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *