Gujarat

પાટણ મા પ્રથમવાર કોરોનાનો કેસ પોજેટિવ આવતા તંત્ર થયું દોડતું

સરકારી તંત્ર અને પોલીસની રાત દિવસની મહેનત છતાં બહારના રાજ્ય માંથી ચોરીછૂપીથી રાજ્ય અને જિલ્લામાં પ્રવેશેલા વ્યકિતઓ તથા તેમના પરિવારજનો તેમજ સમાજના જાણકારી ધરાવતા લોકો દ્વારા વિગતો છૂપાવાથી જેની દવા નથી એવા કોરોના કોવીડ ૧૯ વાઈરસથી નગર, જિલ્લો, રાજ્ય અને દેશ માં સંક્રમણ ફેલાઈ રહ્યો છે. આખો દેશ સોશિયલ ડીસ્ટન્સ માટે લોકડાઉન છે કરોડો લોકો ઘર માં રહી આ મહામારીને હરાવવા યોગદાન આપી રહ્યા છે ત્યારે ચોકકસ વર્ગના લોકો સંક્રમણ ને રોકવા તંત્રને મદદ કરવાના બદલે બીજા રાજ્યો કે વિદેશો માંથી ગુજરાતમાં પ્રવેશવાની વિગતો છૂપાવવાના અઢળક કિસ્સા સામે આવી રહ્યા છે. જો આ લોકો કોરોના પોઝીટીવ હોય અને સમયસર સારવાર ના કરાવે આઈસોલેશનમાં ના રહે તો શું પરિણામ આવે તેની કલ્પના પણ ધ્રુજાવી મુકે છે.

તાજેતરમાં મુંબઈથી સિધ્ધપુર આવેલો સરસ્વતિ તાલુકાના ભીલવણનો એક શખ્સ કે જેનું સાસરુ સિધ્ધપુર તાલુકાના ચાટાવાડા મુકામે થાય અને સિધ્ધપુરની તમન્ના સોસાયટીમાં સબંધીના ત્યાં રોકાયેલ શખ્શને વાયરલ ફીવર જણાતા બે દિવસ અગાઉ સારવાર અર્થે સિધ્ધપુરની મશાયખી ટ્રસ્ટ સંચાલિત ખ્યાતનામ શિફા હોસ્પિટલમાં લાવવામાં આવેલ પરંતુ તબીબોને કોરોના જેવા લક્ષણો જણાતા હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ધારપુર મેડીકલ કોલેજ ખાતે લઈ જઈ આઈસોલેશનમાં રાખી ટેસ્ટ કરતાં આજે તેનો ટેસ્ટ પોઝીટીવ આવતાં તમન્ના સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિફા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા સલામતી ખાતર હોસ્પિટલનું કામકાજ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. તો જ્યાં રોકાણ કર્યુ હતું એ સબંધી તેમજ શખ્શના પરિવારજનો દ્વારા માહિતી છૂપાવવા બદલ સિધ્ધપુર પોલીસ દ્વારા જવાબદાર વ્યકિતઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારનું સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે અને સોસાયટીના રહીશોને ઘરમાંજ રહેવા જણાવાયું છે.

પોલીસ અને આરોગ્ય વિભાગ આ વ્યકિત કયાં કયાં ગયો હતો અને કોના સંપર્કમાં હતો તેની વિગતો એકઠી કરી રહયું છે. રાત દિવસ કોરોના જંગમાં મથામણ કરતાં પોલીસ કર્મીઓ અને પ્રસાશાનની મહેનત વધી જવા પામી છે.

આ કેસ થકી કોરોનાએ સિધ્ધપુરમાં દસ્તક દીધી છે ત્યારે નાગરીકો કડકાઈથી લોકડાઉન નો અમલ કરે અને કોઈપણ બહાના બનાવી બહાર ના નિકળે તે અત્યંત્ય આવશ્યક છે.

સિધ્ધપુર એબીસી 24 ન્યુજ ગુજરાત પરિવાર તમામ નાગરીકોને અપીલ કરે છે કે આપના ત્યાં આપના પરિવારમાં કે આજુબાજુમાં કોઈપણ વ્યકિત બહારથી આવ્યું હોય અથવા બીમારીના કોઈ લક્ષણ જણાતા હોય તો આરોગ્ય વિભાગ અથવા પોલીસને તાત્કાલીક જાણ કરો, શરદી ઉધરસ અને તાવના સામાન્ય લક્ષણ હોય તો પણ ચાન્સ લીધા કરતાં તાત્કાલીક ઉપચાર કરાવો. યાદ રાખો આપની જાગૃતી આપના પરિવાર જનોને બચાવવા કામ આવશે સાથે સાથે જો કોઈ વ્યકિત સંક્રમિત હોય તો અન્યોમાં એ ફેલાતો અટકશે. પોલીસ અને પ્રસાશન આપણી મદદ માટે છે તેનાથી વિગતો છૂપાવવા કરતાં જો જરાક પણ શંકા હોયતો સામે ચાલીને તપાસ કરાવો અને નિશ્ર્ચિંત બનો. જો કોરોના પોઝીટીવ પણ હશે તો તેની સારવાર થશે. યાદરાખો વિશ્ર્વમાં લાખો અને ભારતમાં પણ કેટલાય લોકો કોરોનાની સારવાર બાદ સાજા થઈ ગયા છે અને થઈ રહ્યા છે તો તમારા પરિવારજનો અને નિર્દોષ નાગરીકોની સલામતી માટે સરકારની સૂચના હોયતો ક્વોરન્ટાઈન માં રહો અને સંક્રમણ ફેલાતુ અટકાવવા સરકારને મદદ કરો.  *રિપોટૅર- ધવલ ઠકકર  પાટણ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *