Gujarat

પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી

પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી હતી જેમાં બિમાર બાળક સાથે પગપાળા જઇ રહેલ દંપતિને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્ું હતું.
વિશ્ર્વમાં નોવેલ કોરોના વાયરસને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્રારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકાર દ્રારા કોરોના સંક્રમણ દ્રારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે બિનજરૂરી ઘરની બહાર નિકળી અવર–જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબધં મુકી લોકડાઉન જાહેર કરેલ છે

જેથી જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ ની સીધી સુચના અન્વયે એલસીબી પીઆઇ એમ.એન.દવે ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એચ.એન.ચુડાસમા, એલસીબી સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વાડોતરા ગામના એક પરિવારનું દંપતિ શ્યામભાઇ સુમનભાઇ પટેલ તથા મોનાબેન તેના નાના બાળકને તેડી પગપારા પોરબંદર શહેરમાં એમ.જી.રોડ ઉપર ચાલીને જતા હોય જેથી તુરતં જ તેઓને રોકી પુછપરછ કરતા તેમનું બાળક બિમાર હોય અને પોરબંદર આશા હોસ્પિટલ ખાતે સારવાર માટે જવું હોય લોકડાઉનને લીધે કોઇ વાહન નહીં મળતા ચાલીને જતા હોય તુરતં જ આ પરિવારને એલસીબીની પોલીસ વાનમાં બેસાડી આશા હોસ્પિટલ ખાતે તેઓને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.  પોરબંદર એલસીબી પીએસઆઇ એચ.એન. ચુડાસમા, હેડ કોન્સ. સુરેશભાઇ નકુમ તથા એલસીબી સ્ટાફના માણસો મદદમાં રહી કામગીરી કરેલ જેને આવકારવામાં આવી હતી.

image_1585283097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *