Gujarat

માણાવદર શહેરમાં બીજા દિવસે પણ પોલીસ અને પાલિકાનું ફુટ પેટ્રોલિંગ…

માણાવદર શહેરમાં બીજા દિવસે પણ પોલીસ અને પાલિકાનું ફુટ પેટ્રોલિંગ…

– 144ની કલમનો પાલન થાય તે માટે પોલીસનું પેટ્રોલીંગ…

કોરોના વાઈરસના લઈને સરકાર દ્વારા તમામ પ્રકારની તકેદારી રખાઈ રહી છે ત્યારે તેનો અમલ થાય તે માટે માણાવદરમાં પણ સતત બીજા દિવસે પોલીસ અને પાલિકા દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યું છે.

કોરોના વાઈરસના પગલે જૂનાગઢ જિલ્લામાં 144ની કલમ પાલન થાય તે માટે ખોટી રીતે લોકો એકઠા નથાય તે માટે માણાવદર મહિલા પી.એસ.આઇ એન.વી.આંબલીયા તથા સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા છે. ઉપરાંત નગરપાલિકા તંત્ર પણ તકેદારીના પગલારૂપે ખડેપગે રહીને પાલિકા પ્રમુખ જગમાલભાઇ હુંબલ, ચીફ ઓફિસર એચ.કે.નંદાણિયા, પાલિકા સદસ્યો પુષ્પાબેન ગોર, પ્રફુલભાઈ ચૌહાણ, વિક્રમસિંહ ચાવડા, પ્રવીણ ભાઈ જોશી, અશોક જીવનાની, ઉરેશભાઈ રાવલ સહિતનાઓએ શાકમાર્કેટ વિસ્તારમાં ગંદકી ના ફેલાય તે માટે શાકમાર્કેટ ની અંદર શાકભાજી અને ફ્રુટ વેચતા લોકોને સુચના આપી હતી. જો કોઈ રેકડીઓ, અન્ય ચીજ વસ્તુઓ કે કરેલા શાકભાજી કે ફ્રુટ કોઇપણ વેપારી દ્વારા નાખવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચીફ ઓફિસરે જણાવ્યું હતું. તેમજ શાકમાર્કેટ ની અંદર પાંચથી વધારે લોકો એકઠા ન થાય અને કલમ 144 નું પાલન કરે જો આ કલમ નું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પી.એસ.આઇ.એન.વી.આંબલિયાએ જણાવ્યું હતું.

રીપોર્ટર – દિપક રાજા – માણાવદર

IMG-20200325-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *