Gujarat

મુંબઈ –રાજકોટ દુરંતો સહિતની વધારે ૧૧ ટ્રેન કેન્સલ

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રવિવારે ઘરની બહાર નહીં નીકળવા તથા જનતા કયુનું એલાન કર્યા બાદ પિમ રેલવેમાં વધુ ૧૨ ટ્રેન રદ કરી હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત, લોકલ ટ્રેનની સર્વિસ પણ મર્યાદિત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની ટ્રેન રદ કરવાને કારણે રિઝર્વેશનની ટિકિટ રદ કરવા માટે હજારો પ્રવાસીઓ રઝળી પડા હતા, જેમાં મુંબઈ સેન્ટ્રલ, ચર્ચગેટ, એલટીટી સહિત સીએસએમટી સહિતના રેલવે સ્ટેશન પર હજારો પ્રવાસીઓને હાલાકી પડી હતી. ૨૦મીથી ૩૧મી માર્ચ–પહેલી એપ્રિલના મુંબઈ સેન્ટ્રલ–રાજકોટ–મુંબઈ સેન્ટ્રલ દુરંતો ટ્રેન (નંબર ૧૨૨૬૭–૧૨૨૬૮), ૨૧થી ૨૩મી માર્ચની બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ લોકશકિત એકસપ્રેસ (૨૨૯૨૩–૨૨૯૨૭) ૨૧થી ૨૩મી માર્ચ, અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેક્કર એકસપ્રેસ (૧૨૯૩૨–૧૨૯૩૧) ૨૧ અને ૨૩મી માર્ચની રદ રહેશે. આ ઉપરાંત, ૨૧મીથી ૨૩મી માર્ચની મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત એકસપ્રેસ (૨૨૯૫૪–૨૨૯૫૩), ૨૨મી માર્ચની મુંબઈ સેન્ટ્રલ–વલસાડ–મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર ટ્રેન (૫૯૦૨૪–૫૯૦૨૩), ૨૨મી માર્ચના અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ પેસેન્જર ટ્રેન વગેરે રદ રહેશે. આ ઉપરાંત, સબર્બનમાં વિરાર–દહાણુ, દાદર–દહાણુ વગેરે શટલની સર્વિસ પણ રદ રહેશે, એવું પિમ રેલવેએ જણાવ્યું હતું

image_1584769946.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *