યંગ અને નિડર લેડી ઓફીસર રાધિકા ભારાઈની મોરબીના નવા ડી.વાય.એસ.પી. તરીકે નિમણૂક : પ્રોબેશન પિરિયડ પુરો થતા મોરબી બદલી
ક્રાઇમ કેપિટલ મોરબીને શું રાધિકા ભારાઈ કંટ્રોલ કરી શકશે ? મોરબીમાં વધતા જતા ક્રાઇમને આ લેડી ઓફિસર લગામ લગાવે તેવી આશા
મોરબી જિલ્લો છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ક્રાઇમ કેપિટલ બની રહ્યો છે વારે તહેવારે મોરબીમાં હત્યા, ચોરી લૂંટફાટ, અપહરણ જેવી ઘટનાઓ બનતી રહે છે જેના ઉપર લગામ લગાવવામાં મોરબી એસ.પી. નિષ્ફળ સાબિત થયા છે. લોકડાઉન ના સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ મોરબીમાં ક્રાઇમ રેટ વધતો રહ્યો છે. પરંતુ મોરબીમાં એસ.પી. કરણરાજ વાઘેલા દ્વારા લોકડાઉન નો અમલ સો ટકા સારી રીતે કરાવાઈ રહ્યો છે જે ખુબ જ સરાહનીય છે આજે એસ.પી. દ્વારા જે કડક પગલા લેવાઈ રહ્યા છે એના કારણે મોરબીમાં કોરોના ના સંક્રમણ ને રોકી શકાયું છે જેમાં મોરબી એસ.પી. તથા સમગ્ર મોરબી પોલીસ સ્ટાફની કામગીરીને બિરદાવી જરુરી છે.
આવા સમયે મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે રાધિકા ભારાઇની નિયુક્તિ થઈ છે જ્યારે મોરબીના પ્રૉબેશનલ ડીવાયએસપી મુકેશ ચૌધરીને સુરત ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ પૂર્વ- ગાંધીધામમાં પ્રૉબેશનલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાધિકા ભારાઈને મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક અપાઈ છે. મળતી વિગતો પ્રમાણે રાધિકા ભારાઈએ 2017માં ગુજરાત પોલીસ જોઈન્ટ કરી છે જે ખૂબ જ યંગ અને નીડર લેડી ઓફીસર છે. મોરબીની પ્રજા આ લેડી ઓફિસર પાસે ખૂબ જ આશા રાખી રહી છે અને આપણે સૌ ઇચ્છીએ છીએ કે મોરબીમાં વધતા જતા ક્રાઇમને નવ નીયુકત ઓફિસર પોતાની આગવી સૂઝબૂઝ થી લગામ લગાવે જેથી મોરબી ની પ્રજા શાંતિથી રહી શકે.
મોરબી જિલ્લામાં ઈમાનદાર ઓફિસરોને અમુક સમયે વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે પોતાના ખુન માં જ ઈમાનદારી હોય એવા ઓફિસરોને મોરબી જિલ્લામાં ફરજ બજાવી ક્યારેક મુશ્કેલ બની રહે છે જેનો તાજેતર નો દાખલો થોડા સમય પહેલા જોવા મળ્યો હતો. મોરબી જિલ્લાના એક તાલુકા માં એક પી.એસ.આઈ.ની બદલી થતા તેના બદલે મોરબીના એક ઈમાનદાર અને નીડર ઓફીસરની એ જગ્યાએ બદલી કરવામાં આવેલ હતી જે તાલુકો મોરબી નો સૌથી મોટો ક્રાઇમ કેપિટલ છે પરંતુ અહીં ફરજ બજાવવામાં પોતાની ઈમાનદારી સાથે કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે તેના કારણે માત્ર પંદર દિવસ જેટલા ટુંકા ગાળામાં પોતાની બદલી ફરી મોરબી શહેરમાં કરાવી પડી હતી અને આજે પણ તે ઓફિસર મોરબી શહેરમાં પુરી ઈમાનદારી સાથે પોતાની ફરજ બજાવી રહેલ છે. જ્યારે હવે જોવાનું એ રહ્યું કે આ નવનિયુક્ત ઓફિસર પોતાની ઈમાનદારી સાથે કઈ રીતે મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે.
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી