*રાજકોટ શહેર ડુપ્લીકેટ પોલીસ ને પકડી પાડતી રાજકોટ શહેર S.O.G.*
*રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં લોકડાઉન નુ સારી રીતે પાલન થાય તે માટે આપેલ સુચના માગૅદશેન મુજબ S.O.G ટીમના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર મનરૂપગીરી ગોસ્વામી તથા હિતેશભાઈ રબારી તથા નરેન્દ્રભાઈ ગઢવી તથા નિખિલભાઈ પીરોજીયા નાઓ પેટ્રોલીંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી થી જુના માકૅટીગ યાડૅ તરફ જતા રસ્તા ઉપરથી આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ઉ.૨૩ રહે. રાજકોટ પોલીસનો યુનિફોર્મ પહેરી પોલીસની ઓડખ આપી વાહન ચેકીંગ કરતો હોય. જેને પકડી પાડી આરોપી વિરુદ્ધ I.P.C. કલમ. ૧૭૦.૧૭૧ મુજબ નો ગુનો બી.ડિવિઝન પોલીસ ખાતે દાખલ કરી. આરોપીની આગળની તપાસ હાથ ધરેલ છે.*
*કામગીરી કરનાર અધીકારીઓ.*
*પોલીસ ઈન્સપેક્ટર આય.વાય.રાવલ તથા મનરૂપગીરી ગોસ્વામી તથા હિતેશભાઈ રબારી તથા નરેન્દ્રભાઈ ગઢવી તથા નિખિલભાઈ પીરોજીયા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*