Gujarat

રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં કાલથી ઘઉંની હરરાજી શરૂ. પ્રથમ ૫૦ ખેડૂતોને બોલાવાશે.*

*રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં કાલથી ઘઉંની હરરાજી શરૂ. પ્રથમ ૫૦ ખેડૂતોને બોલાવાશે.*

*રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ કોરોનાના સંક્રમણને રોકવા આવતીકાલથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક માત્ર ઘઉંની હરરાજી શરૂ કરવામાં આવનાર છે. જેથી એકી સાથે વેપારીઓ ખેડુતો ઉમટે નહિ. અગાઉ ખેડુતોના રજીસ્ટ્રેશન કરાયાબાદ કાલથી ક્રમ અનુસાર ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવનાર પ્રથમ ૫૦-૫૦ ખેડુતોને બોલાવાશે અને સવારે ૯ વાગ્યાથી હરરાજી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આશરે ૨૦૦૦ રજીસ્ટ્રેશન થઈ ચૂકયા છે. અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ જ રહેશે. એક બાજુ કોરોનાની મહામારી અને ખેડુતોનો તૈયાર પાક જે ઘરમાં પડેલો હોય તેનું વેચાણ થઈ શકે તે માટે કાલથી પ્રથમ ઘઉંની હરરાજી કરવામાં આવશે. તેવો નિર્ણય આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં સતાધીશોની મળેલી મીટીંગમાં લેવાયો છે. વધુમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુંં હતુ કે હાલ હરરાજી માટે ૫૦ ખેડુતોને બોલાવવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને જાતી નિયમો જળવાય તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ ઉપરાંત યાર્ડમાં હરરાજીની કામગીરી સંપૂર્ણ નીતિ નિયમો સાથે થશે તો જરૂર જણાયે ૫૦ થી વધુ ખેડુતોને પણ હરરાજી માટે બોલાવવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200420-WA0621.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *